SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वस्तुविशेषाकारणतावस्तुधर्मविकल्पानुपपत्तेः, स्वभावो हि वस्तुविशेषो वा स्यादकारणता वा वस्तुधर्मो वा ?, न तावत् वस्तुविशेषः, अप्रमाणकत्वात्, किं च-स मूतॊ वा स्यादमूर्तो वा ?, यदि मूर्तः, कर्मणोऽस्य च न कश्चिद्भेदः, कम्मॆव सञ्ज्ञान्तरवाच्यं तत्, अथ अमूर्तो, न तर्हि नियामको देहकारणं वा, अमूर्त्तत्वात्, गगनवत्, तथाहि-नामूर्त्तान्मूर्तप्रसूतिरिति, न चाकारणता 5 स्वभावः, कारणाभावस्याविशिष्टत्वात् युगपदशेषदेहसंभवप्राप्तेः, अकारणताविशेषाभ्युपगमे च तद्भावप्रसङ्गः, न च वस्तुधर्मः स्वभावः, आत्माख्यवस्तुधर्मत्वेन अमूर्त्तत्वात्, गगनवत्, तस्य અને વસ્તુધર્મ આ ત્રણેયમાંથી એકપણ વિકલ્પ ઘટતો નથી. તે આ પ્રમાણે – તે સ્વભાવ શું છે? – વસ્તુવિશેષ છે, અકારણતા છે કે વસ્તુનો ધર્મ છે? તેમાં પ્રથમ સ્વભાવ એ વસ્તુવિશેષ નથી, કારણ કે સ્વભાવ એ વસ્તુ હોવામાં કોઈ પ્રમાણ જ નથી. 10 જ કદાચ માની લઈએ કે તે સ્વભાવ વસ્તુવિશેષ છે. તો તે વસ્તુવિશેષ મૂર્તિ છે કે અમૂર્ત છે? તે મૂર્ત કહો તો એનો અને કર્મનો કોઈ ભેદ જ નથી. કર્મને જ માત્ર સંજ્ઞાન્તરથી કહો છો (અર્થાત અમે “કર્મ” શબ્દ કહીએ અને તમે “વસ્તુવિશેષ” શબ્દ વાપરો છો એના સિવાય કોઈ ભેદ નથી.) જો સ્વભાવાત્મક વસ્તુવિશેષ એ અમૂર્ત છે એમ કહો, તો તે સ્વભાવાત્મક વસ્તુવિશેષ અમૂર્ત હોવાથી ગગનની જેમ જગતના વૈચિત્ર્યનો નિયામક અથવા દેહનું કારણ 15 બની શકે નહિ. તે આ પ્રમાણે – અમૂર્ત એવા આ વસ્તુવિશેષથી મૂર્ત એવા દેહની ઉત્પત્તિ થાય નહિ. આમ, સ્વભાવ એ વસ્તુવિશેષ નથી. (૨) જો સ્વભાવ એટલે અકારણતા એમ કહેશો તો (અર્થાત્ જીવની મર્યા પછી અમુક ચોક્કસ સ્થાને ગર્ભરૂપે ઉત્પત્તિ અને ત્યાં દેહની રચના વગેરે કાર્યમાં કોઈ કારણ ન હોવું એ જ કારણ છે. એમ કહેશો તો) ગર્ભસ્થાને આવ્યા પછી જ્યારે દેહને રચવાનું જે કાર્ય કરે છે 20 તેમાં કોઈ વિશેષકારણ બતાવેલ ન હોવાથી સહુ જીવોને કારણાભાવરૂપ સમાન કારણ હાજર હોવાથી બધા જ શરીરની રચના થવાની આપત્તિ આવશે. (આશય એ છે કે જીવ મનુષ્યશરીર જ બનાવે કે તિર્યંચનું શરીર જ બનાવે તેમાં કોઈ વિશેષકારણ નથી, પણ કારણભાવરૂપ સમાનકારણ બધા શરીર માટે છે, તેથી બધા શરીર બની જશે.) અગ્નિભૂતિ : અમે કારણસામાન્યાભાવરૂપ અકારણતા નથી માનતા, પરંતુ અકારણતા 25 વિશેષ એ શરીરવિશેષ માટે કારણ માનીએ છીએ. (અર્થાત્ મનુષ્ય શરીર માટે જુદી અકારણતા, તિર્યંચ માટે જુદી..... એ રીતે.) ભગવાન: "જો આ રીતે માનશે તો તમે કારણ જ માન્યું અને તે કર્મ જ માનવું પડશે. (અર્થાત્ તમે “વિશેષકારણાભાવ” શબ્દ વાપરો છો અને કર્મ શબ્દ વાપરીએ છીએ, આના સિવાય કોઈ ફરક નથી.) આમ, વિશેષકારણભાવ સ્વીકારવામાં કર્મભાવનો પ્રસંગ આવશે. 30 (અર્થાત્ કર્મ માનવું પડશે.) તેથી સ્વભાવ એટલે કારણાભાવ=અકારણતા અર્થ થાય નહિ. (૩) હવે જો સ્વભાવને વસ્તુનો ધર્મ માનશો તો બે વિકલ્પો ઊભા થશે – (A) સ્વભાવ ( 1)
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy