SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) ___ अनुमानगम्योऽप्ययं-विद्यमानकर्तृकमिदं शरीरं, भोग्यत्वात्, ओदनादिवत्, व्योमकुसुमं विपक्ष इत्यनुमानं, न च लिङ्गयविनाभूतलिङ्गोपलम्भव्यतिरेकेणानुमानस्य एकान्ततोऽप्रवृत्तिः, हसितादिलिङ्गविशेषस्य ग्रहाख्यलिङ्गयविनाभावग्रहणमन्तरेणापि ग्रहगमकत्वदर्शनात्, न च देह * અનુમાનથી આત્માની સિદ્ધિ * આ આત્મા અનુમાનથી પણ જણાય છે. તે આ રીતે – આ શરીર વિદ્યમાનકર્તાવાળું છે (અર્થાત્ આ શરીરનો કોઈક કર્તા છે.) કારણ કે તે શરીર ભોગ્ય છે. જેમ ઓદનાદિ ભોગ્ય હોવાથી તેનો કોઈક કર્યા છે, તેમ શરીર પણ ભોગ્ય હોવાથી તેનો કોઈક કર્તા વિદ્યમાન છે. તથા વિપક્ષમાં (વિપરીત દષ્ટાંતમાં) આકાશપુષ્પ જાણવું. (અર્થાત્ આકાશપુષ્ય ભોગ્ય નથી. તેથી તેનો કર્તા પણ નથી. આમ જે ભોગ્ય નથી તેનો કર્તા નથી. જે ભોગ્ય છે તેનો કર્તા પણ 10 છે. શરીર ભોગ્ય હોવાથી તેનો કર્તા છે અને તે છે આત્મા.) આ અનુમાનથી આત્માની સિદ્ધિ થાય છે. શંકા : પરંતુ અમે પૂર્વે કહ્યું તો ખરું કે લિંગીને અવિનાભાવિ એવા લિંગનો બોધ થયા વિના અનુમાન થાય નહિ. (અહીં લિંગી એવો આત્મા જ પ્રત્યક્ષ નથી તો તેને અવિનાભાવિ લિંગ જ ક્યાંથી જણાય કે જેથી અનુમાન થઈ શકે, એ પ્રમાણે પૂર્વપક્ષનો કહેવાનો આશય છે.) 15 સમાધાન : લિંગીને અવિનાભાવિ એવા લિંગનો બોધ થયા વિના અનુમાન ન જ થાય એવું નથી અર્થાત્ આવો બોધ થયા વિના પણ અનુમાન થઈ શકે છે. હસવું વગેરે લિંગ વિશેષનો ગ્રહ (ભૂત–પિશાચ) નામના લિંગી સાથે અવિનાભાવ જાણ્યા વિના પણ હસવું વગેરે લિંગ ગ્રહનામના લિંગીનો ગમક બનતો દેખાય જ છે (અર્થાત્ પૂર્વે પાગલની જેમ નિષ્કારણ હસવું વગેરે લિંગવાળા એવા ભૂત-પિશાચરૂપ લિંગીનું ક્યારેય પ્રત્યક્ષ ન થયું હોય છતાં પણ 20 હસવું વગેરે લિંગને જોઈ વ્યક્તિમાં ભૂત-પિશાચનું અનુમાન થતું દેખાય જ છે, એ જ રીતે આત્મારૂપ લિંગીનું પ્રત્યક્ષ ન થવા છતાં જ્ઞાનાદિ ગુણોના પ્રત્યક્ષથી આત્માનું અનુમાન થઈ શકે છે.) શંકા : જ્યાં જયાં નિષ્કારણ હાસ્યાદિ લિંગો દેખાય છે ત્યાં ત્યાં સર્વત્ર દેહ=શરીર પણ છે જ, માટે શરીર જ ગ્રહ છે. આ રીતે અન્યલોકોના દેહનું પ્રત્યક્ષ જ હાસ્યાદિલિંગ સાથે 25 અવિનાભાવના પ્રહણનું નિયામક બની જાય છે. (આશય એ જ છે કે ભૂત – પિશાચાદિ લિંગીનું પ્રત્યક્ષ નથી માટે દેહને જ ગ્રહ તરીકે માની લેવાનો, કારણ કે જ્યાં જ્યાં નિષ્કારણ હાસ્યાદિ છે ત્યાં સર્વત્ર શરીર છે જ, માટે શરીર સાથે હાસ્યાદિ લિંગનો અવિનાભાવ પ્રત્યક્ષસિદ્ધ જ છે. જ્યારે આત્મા તો પ્રત્યક્ષ નથી. તેથી આત્માનો કોઈ લિંગ સાથે અવિનાભાવ પણ પ્રત્યક્ષસિદ્ધ નથી કે જે લિંગને જોતાં આત્માનું અનુમાન થાય.) સમાધાન : તમારી વાત યુક્તિસમર્થ નથી કારણ કે દેહ જ પ્રહ નથી (કારણ કે જો દેહને ગ્રહ માનો તો સર્વ શરીરધારી જીવોને નિષ્કારણ હાસ્યાદિ માનવાનો પ્રસંગ આવે જે યોગ્ય
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy