________________
પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ (નિ. ૬૦૦) * ૩૨૧ चैतन्यस्य, ज्ञानस्य च स्वसंविदितरूपत्वात्, तथा च नीलविज्ञानमेव उत्पन्नमासीत् इतिदर्शनात्, न च अननुभूतेऽर्थे स्मृतिप्रभवो युज्यते, न च भिन्नं ज्ञानमात्मनः, प्रमात्रन्तरवत् विवक्षितप्रमातुः संवेदनानुपपत्तेः, न च स्वात्मनि क्रियाविरोधः, प्रदीपवत् तस्य स्वपरप्रकाशकत्वात्, इत्थं तावत् भवतोऽपि अयमनन्तपर्यायात्मकत्वात् ज्ञानदेशावभासितत्वात् प्रदीपदेशोद्योतितघटवत् देशतः प्रत्यक्ष एव, ज्ञानावरणीयाद्यशेष-प्रतिबन्धकापगमसमनन्तराविर्भूतकेवलज्ञानसम्पदा सर्वप्रत्यक्ष 5 તા
થતાં, આત્માનું પ્રત્યક્ષ થઈ જાય છે.) તે આ રીતે – વર્તમાનમાં નીલાદિ રૂપને જોતી વ્યક્તિને “ભૂતકાળમાં નીલાદિનું જ્ઞાન ઉત્પન્ન થયેલું હતું” એ પ્રમાણેનું સ્મરણ થતું દેખાય છે અને જે વસ્તુ પૂર્વે અનુભવેલી ન હોય તેનું સ્મરણ પણ થાય નહિ. (માટે વર્તમાનમાં જ્ઞાનનું સ્મરણ થાય છે તેથી માનવું જ પડે કે પૂર્વે તે જ્ઞાનવિષયક જ્ઞાન થયું હતું. આ રીતે વર્તમાન સ્મરણાત્મક 10 જ્ઞાનવિષયક જ્ઞાન ભૂતકાળીન જ્ઞાનવિષયક જ્ઞાનને સિદ્ધ કરતું હોવાથી જ્ઞાન સ્વસંવિદિત છે.)
આ જ્ઞાનથી આત્મા ભિન્ન-જુદો નથી. અન્યથા જો આત્માને જ્ઞાનથી જુદો માનીએ તો, જેમ એક વ્યક્તિએ કરેલું જ્ઞાન અન્ય વ્યક્તિને થતું નથી કારણ કે તે અન્ય વ્યક્તિ આ વ્યક્તિ કરતા જુદી છે, એ જ રીતે વિવક્ષિતવ્યક્તિએ પોતે કરેલા જ્ઞાનનો અનુભવ પોતાને થશે નહિ, કારણ કે તે વિવક્ષિત વ્યક્તિ જ્ઞાનથી ભિન્ન છે. માટે અન્યવ્યક્તિની જેમ વિવક્ષિત વ્યક્તિને 15 (જ્ઞાનથી જુદી હોવાથી) જ્ઞાનનો અનુભવ ન થવાની આપત્તિ આવતી હોવાથી આત્માને જ્ઞાનથી ભિન્ન માની શકાય નહિ. (આમ જ્ઞાન સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ છે અને તેનાથી આત્મા અભિન્ન હોવાથી જ્ઞાનદ્વારા આત્માનું પણ પ્રત્યક્ષજ્ઞાન થાય છે.)
શંકા : જો આ રીતે જ્ઞાન પોતાને જણાવતું હોય તો જ્ઞાનમાં પોતાને પ્રત્યક્ષ કરવાની ક્રિયા માનવી પડે જે બરાબર નથી કારણ કે કોઈપણ વસ્તુ પોતાના પર ક્રિયા કરી શકે નહિ. (જેમ 20 તલવાર પોતાને કાપી શકતી નથી.)
સમાધાન : ના, આ રીતે વિરોધ આવશે નહિ કારણ કે જ્ઞાન પ્રદીપની જેમ સ્વપરપ્રકાશક છે. (જેમ પ્રદીપ બીજાની સાથે પોતાને પણ પ્રકાશે છે, તેમ જ્ઞાન પોતાને પણ જણાવે છે.) આ રીતે તમને છિદ્મસ્થ એવા ગૌતમાદિને) પણ આ આત્મા દેશથી પ્રત્યક્ષ છે, કારણ કે આત્મા અનંતપર્યાયોથી યુક્ત છે. તેમાંથી તમને તમારા જ્ઞાનવડે આ આત્મા દેશથી જ 25 (= અમુક પર્યાયોનો જ બોધ થતો હોવાથી દેશથી જ) જણાય છે. જેમ પ્રદીપવડે જેટલા ભાગ પર પ્રકાશ પડે છે, તેટલા બાહ્યભાગરૂપ દેશથી પ્રકાશિત ઘટ. (કહેવાનો ભાવાર્થ એ છે કે – છબસ્થને ઘટના અમુક પર્યાયોનું જ જ્ઞાન થતું હોવાથી તે દેશથી પ્રત્યક્ષ છે. તેની જેમ છદ્મસ્થજીવ અનંતપર્યાયથી યુક્ત આત્માના અમુકપર્યાયોને જ જાણી શકતો હોવાથી છબસ્થજીવને આત્મા દેશથી પ્રત્યક્ષ જ છે.) તથા જ્ઞાનાવરણીયાદિ સંપૂર્ણ પ્રતિબંધકો દૂર થતાની સાથે પ્રગટ થયેલી 30 છે કેવલજ્ઞાનરૂપ સંપત્તિ જેઓની તેવા કેવલીઓને આ આત્મા સર્વપ્રત્યક્ષ છે.