________________
૩૨૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
किंज्योतिरेवायं पुरुषः, आत्मा ज्योतिः सम्राट् इतिहोवाच", तान्येव हि भूतानि विनाशव्यवधानाभ्यां ज्ञेयभावेन विनश्यन्ति, अनु-पश्चात् विनश्यति अनुविनश्यति, स च विवक्षितविज्ञानाऽऽत्मा उपरमते भाविविज्ञानात्मना उत्पद्यते सामान्यविज्ञानसन्तत्या द्रव्यतया अवतिष्ठत इति न च पूर्वोत्तरयोरत्यन्तभेदः, सति तस्मिन् एकस्य विज्ञानस्य विज्ञानत्वासत्त्वप्रसङ्गात्, 'न प्रेत्यसञ्ज्ञाऽस्ति' 5 इति न प्राक्तनी घटादिविज्ञानसञ्ज्ञाऽवतिष्ठते, साम्प्रतविज्ञानोपयोगविघ्नितत्वात् इत्ययं वेदपदार्थ इति, तथा सौम्य ! प्रत्यक्षतोऽपि आत्मा गम्यत एव तस्य ज्ञानात् अनन्यत्वात्, तद्धर्मत्वात्
હોય છે ? ઉત્તર- આત્મજ્યોતિવાળો અર્થાત્ જ્ઞાનમય આત્મા હોય છે.” આમ જ્ઞાન એ આત્માનો જ ધર્મ છે એ સાબિત થાય છે.
(હવે તાનિ વ અનુવિનશ્યતિ પદનો અર્થ કરે છે.) આ ભૂતો વિનાશ કે વ્યવધાનવડે શેય 10 ભાવથી નાશ પામે છે અર્થાત્ જ્યારે આત્મામાં રહેલું ઘટજ્ઞાન નાશ પામે કે બીજું જ્ઞાન વચ્ચે થાય ત્યારે ઘટાદિમાં રહેલ શેયભાવ નાશ પામે છે. જેથી ઘટના જ્ઞાનવાળો આત્મા પણ નાશ પામે છે. આમ તે આત્મા વિવક્ષિત વિજ્ઞાનરૂપે નાશ પામે છે, ભાવિવિજ્ઞાનરૂપે ઉત્પન્ન થાય છે, અને સામાન્યજ્ઞાનની પરંપરાવડે દ્રવ્યરૂપે આત્મા નિત્ય રહેલો છે.
શંકા : પૂર્વક્ષણીય જ્ઞાન કરતા ઉત્તરક્ષણીય જ્ઞાન તો તદ્દન જુદું છે. તો પછી બંને વચ્ચે, 15 દ્રવ્યરૂપે એક જ આત્મા રહ્યો એમ શી રીતે કહેવાય ?,
સમાધાન : ના, પૂર્વક્ષણીય જ્ઞાન અને ઉત્તરક્ષણીય જ્ઞાન વચ્ચે જો અત્યંત ભેદ માનશો તો બંને વચ્ચે એકાન્તે ભેદ હોવાથી બેમાંથી એક જ્ઞાનને જ્ઞાનરૂપ માની શકાશે નહિ. (અહીં આશય એ છે કે જેમ જીવ અને અજીવ વચ્ચે અત્યંત ભેદ હોવાથી જીવથી જુદી અજીવ વસ્તુમાં જીવત્વ નથી, તેમ આ બંને જ્ઞાન વચ્ચે અત્યંત ભેદ હોવાથી એક જ્ઞાનથી તદ્દન જુદા 20 જ્ઞાનમાં જ્ઞાનત્વનો અભાવ થવાનો પ્રસંગ આવશે. માટે આ બે જ્ઞાન વચ્ચે કંથંચિત્ અભેદ હોવાથી પૂર્વક્ષણીય જ્ઞાનરૂપે આત્મા નાશ પામે છે અને ઉત્તરક્ષણીય જ્ઞાનરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, એવું કહેવામાં કોઈ દોષ નથી. પરિણામે ભૂતમાંથી ઉત્પન્ન થયેલ ઘટાદિજ્ઞાનરૂપ આત્મા ઘટાદિ ભૂત દૂર થતાં ઘટાદિજ્ઞાનરૂપે નાશ પામે છે) તથા “ન હૈં પ્રેત્યસંજ્ઞાઽસ્તિ” તેનો અર્થ આ પ્રમાણે કે – પૂર્વક્ષણીય ઘટાદિજ્ઞાનની સંજ્ઞા નથી, અર્થાત્ વર્તમાન ક્ષણે અન્ય વસ્તુનું 25 જ્ઞાન થતાં પૂર્વક્ષણીય ઘટાદિનું જ્ઞાન વર્તમાનક્ષણીય જ્ઞાનના ઉપયોગથી વિઘ્ન=નાશ પામેલું હોવાથી પૂર્વક્ષણીયજ્ઞાનની સંજ્ઞા રહેતી નથી. આ પ્રમાણે વેદના પદોનો અર્થ જાણવો. * પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ
=
-
વળી હે સૌમ્ય ! પ્રત્યક્ષથી પણ આત્મા જણાય જ છે. તે આ રીતે – આત્મા જ્ઞાનથી અભિન્ન છે, કારણ કે જ્ઞાન એ આત્માનો ધર્મ છે અને જ્ઞાન સ્વસંવિદિત છે. (અર્થાત્ જ્ઞાન 30 પોતે પોતાને જ જણાવનારું છે. જ્ઞાનને જાણવા માટે અન્યની જરૂર નથી. એટલે જ્ઞાનનું પ્રત્યક્ષ