________________
પ્રત્યક્ષાદિથી અગમ્ય આત્મા (નિ. ૬૦૦) * ૩૧૭ धूमादनलज्ञानवत्, न च इह तल्लिङ्गाविनाभावग्रहः, तस्याप्रत्यक्षत्वात्, नापि सामान्यतोदृष्टादनुमानात् सूर्येन्दुगतिपरिच्छेदवत् तदवगमो युज्यते, दृष्टान्तेऽपि तस्याध्यक्षतोऽग्रहणात्, न चागमगम्योऽपि, आगमस्यानुमानादभिन्नत्वात्, तथा च- घटे घटशब्दप्रयोगोपलब्धावुत्तरत्र घटध्वनिश्रवणात् (ग्रन्था० ६०००) अन्वयव्यतिरेकमुखेन घट एवानुमितिरूपजायते, न च इत्थमात्मशब्दः शरीरादन्यत्र प्रयुज्यमानो दृष्टो यमात्मशब्दात् प्रतिपद्येमहि इति, किं च-आगमानामेकज्ञेयेऽपि परस्परविरोधेन 5 प्रवृत्तेरप्रमाणत्वात्, तथा च
'एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः ।
મદ્રે ! ભૂપત પશ્ય, યવૃત્તિ વધુશ્રુતા: ।''
||
વિષય પણ બનતો નથી.
એ જ રીતે સામાન્યતોદેષ્ટ અનુમાનથી પણ આત્માનો બોધ થઈ શકતો નથી. (સામાન્યતો- 10 દૃષ્ટ અનુમાન એટલે એક દૃષ્ટાંતથી અન્યમાં સિદ્ધિ કરવી. જેમ કે,) દેવદત્ત સવારે અહીં હોય અને સાંજે અન્ય સ્થળે હોય તો તે તેના ગમન વિના સંભવે નહિ. તેથી જેમ અહીં કાળાન્તરે દેશાંતરની પ્રાપ્તિ થવાથી દેવદત્તની ગતિનું અનુમાન થાય છે, તે જ રીતે સૂર્ય પણ સવારે પૂર્વમાં અને સાંજે પશ્ચિમમાં હોય તે સૂર્યની ગતિ વિના સંભવે નહિ. તેથી સૂર્યની ગતિનું (દેખાતી ન હોવા છતાં) અનુમાન થાય છે. એ જ રીતે ચંદ્રની ગતિનો બોધ પણ થાય છે. પરંતુ આ બધાની 15 જેમ સામાન્યતોદષ્ટ અનુમાનથી આત્માનો બોધ થતો નથી, કારણ કે જેમ સૂર્યની દેશાંતરની પ્રાપ્તિરૂપ કારણના પ્રત્યક્ષથી સૂર્યની ગતિનું અનુમાન થાય છે, તેમ આત્માનું કોઈ પ્રકારે પ્રત્યક્ષ થતું નથી કે જેથી તેનું દૃષ્ટાંત સાથે સામ્ય મળવાથી અનુમાન થાય.
આત્મા આગમગમ્ય પણ નથી કારણ કે આગમ અનુમાનથી જુદું નથી, અનુમાનરૂપ જ છે. તે આ રીતે – “ઘટપદાર્થમાં ઘટશબ્દનો પ્રયોગ થાય છે' એ રીતે બોધ થયા પછી કાળાન્તરે 20 ઘટશબ્દનું શ્રવણ થતાં અન્વય—વ્યતિરેક મુખથી (અર્થાત્ ભૂતકાળમાં “વયં આનય” આ શબ્દ સાંભળતા તે વ્યક્તિ અમુક આકારવાળા પદાર્થને લાવી હતી, પણ બીજું કંઈ લાવી ન હતી. આ રીતે અન્વય—વ્યતિરેકદ્વારા અત્યારે ઘટ શબ્દ સાંભળનાર વ્યક્તિને અમુક વિશિષ્ટ આકારવાળા) ઘટમાં જ અનુમતિ થાય છે. તે રીતે અહીં આત્મશબ્દનો શરીર સિવાય અન્યમાં ક્યારેય પ્રયોગ દેખાયો નથી કે જેને આત્મશબ્દથી અમે સ્વીકારીએ. (અહીં “ઘટ” શબ્દ, 25 “આત્મ” શબ્દ એ સર્વ આગમ છે. તે શબ્દોથી તે તે પદાર્થનું અનુમાન થાય છે માટે આગમ અનુમાનરૂપ જ છે.)
વળી એક એવા શેયમાં પણ આગમોનો પરસ્પર વિરોધ હોવાથી આગમો પ્રમાણ નથી. તે આ પ્રમાણે કોઈ આગમ કહે છે કે “જેટલો ઈન્દ્રિયનો વિષય છે તેટલો જ આ લોક છે હે ભદ્રે ! વરુના પગલાને જો, જેને બહુશ્રુતો કહે છે” (અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે 30 નાસ્તિકમતથી વાસિત એવી કોઈ વ્યક્તિ આસ્તિક એવી પોતાની પત્નીને જીવાદિ પરોક્ષ પદાર્થોની