________________
૩૧૮ : આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
___ इत्यागमः, तथा 'न रूपं भिक्षवः पुद्गल'इत्याद्यपरः, पुद्गले रूपं निषिध्यते, अमूर्त आत्मा इत्यर्थः, तथा 'अकर्ता निर्गुणो भोक्ता' इत्यादिश्चान्यः, तथा 'स वै अयमात्मा ज्ञानमय' इत्याद्यपर इति, एते च सर्व एव प्रमाणं न भवन्ति, परस्परविरोधेन एकार्थाभिधायकत्वात्, पाटलिपुत्रस्वरूपाभि
धायकपरस्परविरुद्धवाक्यपुरुषवातवत्, अतो न विद्मः-किमस्ति नास्ति ?, इत्ययं ते अभिप्रायः, 5 तत्र वेदपदानां चार्थं न जानासि, चशब्दात् युक्तिं हृदयं च, तेषामेकवाक्यतायामयमर्थ:'विज्ञानघन एवेति ज्ञानदर्शनोपयोगरूपं विज्ञानं ततोऽनन्यत्वात् आत्मा विज्ञानघनः, प्रतिप्रदेशमनन्तविज्ञानपर्यायसङ्घातात्मकत्वाद्वा विज्ञानघन:, અવિદ્યમાનતા સિદ્ધ કરવા એક ઉપાય કરે છે. તેમાં એક દિવસ રાત્રિના સમયે પતિ-પત્ની
ગામની બહાર જઈ ગામમાં પ્રવેશતી વેળાએ રાજમાર્ગ ઉપર વરુના પગલા જેવા આકારને પતિ 10 કરે છે.
જેથી બીજા દિવસે નગરમાં વસતા કહેવાતા બહુશ્રુતો માર્ગ ઉપર વરુના પગલાંને જોઈ સામાન્યલોકોને કહે છે કે “અરે ! જુઓ, જુઓ, વનમાંથી કોઈ વરુ અહીં રાત્રિએ આવ્યો લાગે છે.” બહુશ્રુતોને આ રીતે કહેતા જોઈ બાજુમાં ઊભો રહેલ પતિ પત્નીને કહે છે કે, “લોકમાં
પ્રસિદ્ધ એવા આ બહુશ્રુતો જે વરુના પગલાં વિષે સમ્યકતત્ત્વને નહિ જાણનારા આપણે કરેલા 15 વરુના પગલાને સત્ય વરુના પગલા કહે છે, એ જ રીતે જીવાદિ પરોક્ષવિષયમાં પણ સમ્યક્તત્ત્વને
નહિ જાણનારા લોકો નિરર્થક જીવાદિ પદાર્થોના અસ્તિત્વને કહે છે, જ્યારે હકીકતમાં જીવાદિ પદાર્થો છે જ નહિ. જેટલો ઈન્દ્રિયથી દેખાય છે એટલો જ લોક છે, પરલોક – નારક – પુણ્યપાપાદિ કંઈ નથી. આ રીતે આ શ્લોક આત્માના અસ્તિત્વનો નિષેધ કરે છે.)
તથા “3 મિક્ષવઃ પુનઃ” = હે સાધુઓ ! પુદ્ગલ (જીવ) રૂપ નથી અર્થાત્ 20 પુગલમાં (જીવમાં) રૂપ નથી, અર્થાત આત્માને અમૂર્ત-અરૂપી કહ્યો છે. તથા “પુરુષ(આત્મા)
અર્તા, નિર્ગુણ ભોક્તા છે.” તથા તે આ આત્મા જ્ઞાનમય છે એમ જ્ઞાનાદ્વૈતવાદી કહે છે. (આ વચનો આત્માસ્તિત્વ જણાવનારા છે.) માટે આગમવચનો પરસ્પરવિરોધી એવા એક–અર્થના અભિધાયક હોવાથી, (અર્થાત્ આત્મારૂપ એક જ અર્થના પરસ્પર વિરોધી એવા – વિદ્યમાનતા
અને અવિદ્યમાનતારૂપ જુદા જુદા સ્વરૂપને જણાવનારા હોવાથી) પાટલીપુત્રના સ્વરૂપને જણાવનાર 25 પરસ્પર વિરુદ્ધવાક્યોવાળા પુરૂષોના સમૂહની જેમ પ્રમાણભૂત બનતા નથી.
આથી જણાતું નથી કે – જીવ છે કે નહિ ? આ પ્રમાણે હે ગૌતમ ! તારો અભિપ્રાય છે. તેમાં વેદના પદોના અર્થ, યુક્તિ અને રહસ્યને તું જાણતો નથી. (માટે તને સંશય થયો છે.) તે વિરુદ્ધ એવા પણ આગમવચનોની એકવાક્યતા માટે આ પ્રમાણે અર્થ જાણવો – વિજ્ઞાનઘન
એટલે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ વિજ્ઞાન, અને આ વિજ્ઞાનથી આત્માનો અભેદ હોવાથી આત્મા 30 પોતે જ વિજ્ઞાનઘન કહેવાય છે. અથવા આત્માનો દરેક પ્રદેશ અનંતજ્ઞાનના પર્યાયસમૂહરૂપ
હોવાથી તે આત્મા વિજ્ઞાનઘન કહેવાય છે. આવો વિજ્ઞાનઘનરૂપ આત્મા આ પૃથ્વી વગેરે