SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति, न प्रेत्य सझाऽस्ती" त्यादीनि, तथा 'स वै अयमात्मा ज्ञानमय' इत्यादीनि च, एतेषां चायमर्थो भवतः चेतसि विपरिवर्त्तते-विज्ञानमेव चैतन्यं, नीलादिरूपत्वात्, चैतन्यविशिष्टं यन्नीलादि तस्मात्, तेन घनो विज्ञानघनः, स एव ‘ત્તેગ:' અધ્યક્ષતા પરિચ્છિદ માનવરૂપેગ્ય, મ્યઃ ?– મૂતમ્યઃ પૃથિવ્યાત્રિક્ષાગ:, 5 વિમ્ ?-સમુWાય' ઉત્પા, પુનસ્તાન વ ‘મન વિનશ્યતિ' મા–પતિનત વિજ્ઞાનધન:, ‘ર प्रेत्य सञ्ज्ञाऽस्ति' प्रेत्य मृत्वा न पुनर्जन्म न परलोकसञ्ज्ञाऽस्ति इति भावार्थः । ततश्च कुतो जीवः ?, युक्त्युपपन्नश्च अयमर्थः, (इति) ते मतिः-यतः प्रत्यक्षेणासौ न परिगृह्यते, यतः 'सत्संप्रयोगे पुरुषस्य इन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षं' न चास्य इन्द्रियसम्प्रयोगोऽस्ति, नाप्ययमनुमानगोचरः, यतः-प्रत्यक्षपुरस्सर पूर्वापलब्धलिङ्गलिङ्गिसम्बन्धस्मृतिमुखेन तत्प्रवर्तते, गृहीताविनाभावस्य 10 પ્રમાણે છે – “વિજ્ઞાનને તેઓ ભૂખ્યઃ સમુત્થા તાજેવીનુવિનતિ, 7 પ્રેત્ય સંજ્ઞી ઉસ્તિ" તથા “ વૈ મયમાત્મ જ્ઞાનમય'... વગેરે, આ પદોનો અર્થ તારા મનમાં આ પ્રમાણે વિપરીત રીતે વર્તી રહ્યો છે : વિજ્ઞાન એ જ નીલાદિરૂપ હોવાથી ચૈતન્ય છે. (જે વિષયનું જ્ઞાન થાય તે આકાર જ્ઞાનમાં જણાય છે. તેથી તે જ્ઞાન તે રૂપ કહેવાય છે જેમ કે નીલરૂપનું જ્ઞાન થતાં જ્ઞાન નીલરૂપ કહેવાય 15 છે. માટે તે ચૈતન્ય છે. અહીં પ્રશ્ન થાય કે – “નીલાદિરૂપે હોવા માત્રથી જ્ઞાન ચૈતન્ય શી રીતે બની જાય ? તેનો જવાબ આપે છે કે)નીલાદિજ્ઞાન એ ચૈતન્યથી વિશિષ્ટ સંબંધિત= અભિન્ન) છે તેથી નીલાદિરૂપે રહેલ જ્ઞાન ચૈતન્ય (ચેતનત્વવાળું) કહેવાય છે. તેનાથી ઘન તે વિજ્ઞાનધન અર્થાત્ જ્ઞાનના સમૂહરૂપ. તે જ્ઞાનના સમૂહરૂપ એવો જ આત્મા પ્રત્યક્ષથી દેખાતા સ્વરૂપવાળા પૃથ્વી વગેરે ભૂતોમાંથી 20 ઉત્પન્ન થઈને ફરી તે ભૂતોમાં નાશ પામે છે. પ્રત્ય સંજ્ઞા નથી અર્થાત્ મરીને પુનર્જન્મ – પરલોક સંજ્ઞા નથી. તેથી જીવ ક્યાંથી હોય ?” આ અર્થ યુક્તિયુક્ત છે એ પ્રમાણે તું માને છે અને તેમાં તું યુક્તિ આ પ્રમાણે આપે છે કે – આત્મા પ્રત્યક્ષથી દેખાતો નથી. (આત્માનું પ્રત્યક્ષ કેમ નહિ ? તે કહે છે) સત્રવિદ્યમાન ઘટાદિ પદાર્થોની સાથે ઈન્દ્રિયોનો સંપ્રયોગ (સંબંધ) થતાં પુરુષને જે બુદ્ધિનો જન્મ થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. જ્યારે આત્માનો ઈન્દ્રિય સાથે સંપ્રયોગ થતો નથી. અને તે થતો ન હોવાથી “આત્મા છે” એવી બુદ્ધિ પણ થતી નથી. માટે આત્મા પ્રત્યક્ષસિદ્ધ નથી. તથા આત્મા અનુમાનનો વિષય પણ નથી, કારણ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ અર્થાત્ પૂર્વે પ્રત્યક્ષથી ગ્રહણ કરાયેલ લિંગ–લિંગી વચ્ચેના સંબંધની સ્મૃતિદ્વારા જ પ્રવર્તે છે, જેમકે પૂર્વે જેણે ધૂમ અને અગ્નિ વચ્ચે અવિનાભાવ = સંબંધ ગ્રહણ કરેલ છે, તેવી વ્યક્તિને જ કાળાન્તરે ધૂમના પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન થાય 30 છે. જ્યારે આ વિષયમાં આત્માનો તેના લિંગો સાથેનો અવિનાભાવનો ગ્રહ=બોધ થયો જ નથી, કારણ કે આત્મા જ અપ્રત્યક્ષ છે. માટે અવિનાભાવનો ગ્રહ ન થતો હોવાથી આત્મા અનુમાનનો
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy