SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુવડે ઇન્દ્રભૂતિના સંશયનું પ્રગટીકરણ (નિ. ૬૦૦) * ૩૧૫ को मां न वेत्ति ?, यदि मे हृद्गतं संशयं ज्ञास्यति अपनेष्यति वा, स्यान्मम विस्मय इति, अत्रान्तरे भगवानाह - किं मन्नि अस्थि जीवो उआहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥६००॥ व्याख्या-हे गौतम ! किं मन्यसे-अस्ति जीव उत नास्तीति, ननु अयमनुचितस्ते संशयः, 5 अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिनिबन्धनः, तेषां वेदपदानां चार्थं न जानासि, यथा न जानासि तथा वक्ष्यामः, तेषामयमर्थो-वक्ष्यमाणलक्षण इति । अन्ये तु-किंशब्दं परिप्रश्नार्थे व्याचक्षते, तच्च न युज्यते, भगवतः सकलसंशयातीतत्वात्, संशयवतश्च तत्प्रयोगदर्शनात्, किमित्थमन्यथेति वा, अथवा किमस्ति जीव उत नास्ति इति मन्यसे, अयं संशयस्तव, शेषं પૂર્વવિિત થઈ ૬૦૦. 10 ___ यदुक्तम्-'संशयस्तव विरुद्धवेदपदश्रुतिनिबन्धन' इति, तान्यमूनि वेदपदानि-"विज्ञानधन જો મારા હૃદયગત સંશયને જાણશે કે દૂર કરશે, તો મને આશ્ચર્ય થશે.” એ સમયે જ ભગવાન કહે છે કે ગાથાર્થ : “શું જીવ છે કે નથી ?” એ પ્રમાણે તું માને છે. તારો આ સંશય (વિરોધી વેદપદોમાંથી ઉત્પન્ન થયો છે.) તું વેદપદોનો અર્થ જાણતો નથી. તે વેદપદોનો અર્થ (આ 15 પ્રમાણે) થાય છે. ટીકાર્થ : હે ગૌતમ ! તું એવું કેમ માને છે કે જીવ છે કે નથી ? તારો આ સંશય અનુચિત છે. તારો આ સંશય વિરુદ્ધ વેદના પદોની શ્રુતિ એ છે કારણ જેનું એવો છે. (અર્થાત્ વેદોના વિરુદ્ધ અર્થવાળા પદોને સાંભળતાં તને આ સંશય ઉત્પન્ન થયો છે.) તું તે પદોના અર્થને જાણતો નથી. જે રીતે જાણતો નથી તે રીતે અમે આગળ કહીશું (અર્થાત ગૌતમ તે 20 પદોનો શું અર્થ કરે છે તે જણાવશે.) તે પદોનો સમ્યગુ અર્થ અમે આગળ કહીશું, તે પ્રમાણે હે ગૌતમ ! તારે જાણવો. અહીં કેટલાક આચાર્ય મૂળગાથામાં રહેલ “વિં' શબ્દ પરિપ્રશ્નાર્થમાં કહે છે. (અર્થાત્ ભગવાન ગૌતમને પ્રશ્ન પૂછે છે કે “શું તુ માને છે ? કે, જીવ–છે કે નહિ?'') આ રીતનો અર્થ ઘટતો નથી, કારણ કે ભગવાન સકલસંશયોથી અતીત છે. ભગવાનને “શું તુ માને છે?”... 25 એવો સંશય સંભવતો નથી. જેને સંશય હોય તે જ આ રીતે “વિ' શબ્દનો પ્રયોગ કરતો દેખાય છે જેમકે, શું આ રીતે છે કે અન્યથા (અન્ય રીતે) છે ?.. (માટે અન્ય આચાર્યવડે કહેલ અર્થ યોગ્ય નથી.) અથવા (શ્લોકનો બીજી રીતે અર્થ કરે છે) શું જીવ છે કે નહિ ? એ પ્રમાણે તું માને છે. (પૂર્વે–તું એવું કેમ માને છે કે “જીવ છે કે નહિ ?” એવો અર્થ કર્યો, અને હવે શું જીવ છે કે નહિ ? એમ તું માને છે એવો અર્થ થ નો અન્વય જુદી રીતે કરવાથી મળ્યો.) 30 આ તારો સંશય છે... શેષ ગાથાનો અર્થ ઉપર પ્રમાણે જાણી લેવો. ૬૦૦ વળી જે કહ્યું હતું કે “વેદોના વિરુદ્ધપદોને સાંભળવાથી આ સંશય થયો છે” તે પદો આ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy