________________
૩૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥५९९॥ ચા– માષિત' સંનત, ન?–નિન, વિવિશિષ્ટ ?–ગતિઃ-પ્રભૂતિઃ નર– वयोहानिलक्षणा मरणं-दशविधप्राणवियोगरूपम् एभिर्विप्रमुक्तस्तेन, कथम् ?–नाम्ना च हे 5 इन्द्रभूते ! गोत्रेण च हे गौतम ! किंविशिष्टेन जिनेन इत्याह-सर्वज्ञेन सर्वदर्शिना । आह-यो
जरामरणविप्रमुक्तः स सर्वज्ञ एवेति गतार्थत्वात् विशेषणवैयर्थ्य , न, नयवादपरिकल्पितजात्यादिविप्रमुक्तमुक्तनिरासार्थत्वात् तस्येति, तथा च कैश्चित् अचेतना मुक्ता गुणवियोगमोक्षवादिभिरिष्यन्त एवेति गाथार्थः ॥५९९॥
इत्थं नामगोत्रसंलप्तस्य तस्य चिन्ताऽभवत्-अहो नामापि मे विजानाति, अथवा प्रसिद्धोऽहं,
10
* પ્રથમ |UTધરવાદ * ગાથાર્થ : સર્વજ્ઞ–સર્વદર્શી, જન્મ–જરા–મરણથી રહિત એવા જિનવડે ઇન્દ્રભૂતિ નામ અને ગોત્રથી બોલાવાયો.
ટીકાર્થ: બોલાવાયો, કોનાવડે ? – પ્રભુવડે, કેવા પ્રકારના પ્રભુવડે ? – જાતિ–જરા અને મરણથી મૂકાયેલા જિનવડે, તેમાં જાતિ એટલે જન્મ, જરા એટલે ઉંમરની હાનિ-ઘડપણ, તથા મરણ 15 એટલે દસ પ્રકારના પ્રાણોનો વિયોગ. કેવી રીતે બોલાવાયો ? – હે ઇન્દ્રભૂતિ ! એ પ્રમાણે નામથી
અને હે ગૌતમ ! એ પ્રમાણે ગોત્રવડે બોલાવાયો. કેવા પ્રકારના જિનવડે ? તે કહે છે – સર્વજ્ઞ – સર્વદર્શી એવા જિનવડે, (ગાથાનો અન્વય મૂળગાથાના અર્થમાં આપી દીધો છે.)
શંકા : જે જન્મ–જરા–મરણથી રહિત હોય તે સર્વજ્ઞ હોય જ, એટલે જન્મ – જરા – મરણરહિત કહેવાથી જ સર્વજ્ઞત્વ કહેવાઈ જ જાય છે. તેથી સર્વજ્ઞ–સર્વદર્શી વિશેષણ 20 વ્યર્થ છે.
સમાધાન : ના, તે વિશેષણ નયવાદથી પરિકલ્પિત જાતિ વગેરેથી વિપ્રમુક્ત (નિર્ગુણ) મુક્તના ખંડનરૂપ પ્રયોજનવાળું છે.
(ભાવાર્થ : કેટલાક નયવાદોના નિયાયિકના મતે આત્મા નિર્ગુણ થાય છે અર્થાત્ જયારે આત્માનો મોક્ષ થાય છે ત્યારે તેમાં એક પણ ગુણો રહેતા નથી. તેથી આવા નયવાદોવડે 25 કલ્પાયેલા, જાતિ વગેરેથી વિપ્રમુક્ત નિર્ગુણમુક્ત જીવોનું ખંડન કરવા આ વિશેષણ કહ્યું છે. આ
વિશેષણ દ્વારા આપણે કહીએ છીએ કે – જાતિ વગેરેથી મુક્ત થયેલ જીવમાં કેવલજ્ઞાનકેવલદર્શનરૂપ ગુણ પ્રગટ થાય છે, નહિ કે તે આત્મા ગુણ વિનાનો થાય છે. તે નયવાદોનો મત જ હવે દેખાડે છે કે, “ગુણવિયોગરૂપ મોક્ષને કહેનારા એવા કેટલાક લોકો વડે મુક્ત જીવો અચેતન (જ્ઞાન વિનાના) ઇચ્છાય છે.” પલા,
અવતરણિકાઆ પ્રમાણે નામ અને ગોત્રથી બોલાવાયેલા ઇન્દ્રભૂતિને વિચાર આવ્યો કે “અહો ! મારું નામ પણ જાણે છે અથવા હું તો પ્રસિદ્ધ વ્યક્તિ છું, મને વળી કોણ જાણે?