________________
સર્વજીવોના સંશયોનું એકસાથે નિરાકરણ (નિ. ૫૭૫-૫૭૬) * ૨૯૯ मा संसयवोच्छित्ती न होज्ज कमवागरणदोसा ॥५७५ ॥
व्याख्या - कालेनासङ्ख्येनापि सङ्ख्यातीतानां संशयिनां देवादीनां मा संशयव्यवच्छित्तिर्न भवेत्, कुतः ? - क्रमव्याकरणदोषात्, अतो युगपद् व्यागृणातीति गाथार्थः ॥ ५७५ ॥ युगपद्व्याकरणगुणं प्रतिपिपादयिषुराह—
सव्वत्थ अविसमत्तं रिद्धिविसेसो अकालहरणं च । सव्वण्णुपच्चओऽवि य अचिंतगुणभूतिओ जुगवं ॥५७६ ॥
व्याख्या-'सर्वत्र' सर्वसत्त्वेषु 'अविषमत्वं' युगपत् कथनेन तुल्यत्वं भगवत इति, रागद्वेषरहितस्य तुल्यकालसंशयिनां युगपत् जिज्ञासतां कालभेदकथने रागेतरगोचरचित्तवृत्तिप्रसङ्गात्, सामान्यकेवलिनां तत्प्रसङ्ग इति चेत्, न तेषामित्थं देशनाकरणानुपपत्तेः, तथा ऋद्धिविशेषश्चायं भगवतो - यद् युगपत् सर्वेषामेव संशयिनामशेषसंशयव्यवच्छित्तिं करोतीति । अकालहरणं चेत्थं 10 भगवतः, युगपत् संशयाऽपगमात् क्रमकथने तु कस्यचित् संशयिनोऽनिवृत्तसंशयस्यैव मरणं स्यात्, न च भगवन्तमप्यवाप्य संशयनिवृत्त्यादिफलरहिता भवन्ति प्राणिन इति, तथा સંશયવાળા અસંખ્ય દેવાદિના સંશય દૂર થાય નહિ. (આથી ભગવાન એકસાથે ઉત્તર આપવા દ્વારા સંશયનાશ કરે છે.)
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૫૭૫મા
અવતરણિકા ઃ એકસાથે જ્વાબ આપવાથી કયા ગુણો થાય ? તે કહે છે → ગાથાર્થ : સર્વત્ર અવિષયપણું – ઋદ્ધિવિશેષ અકાળહરણ સર્વજ્ઞતરીકેનો બોધ · અચિંત્ય ગુણસંપત્તિ – (આટલા ગુણો) એકસાથે જવાબ આપવામાં થાય છે.
-
5
15
ટીકાર્થ : (૧)એકસાથે જવાબ આપવામાં સર્વજીવો વિષે ભગવાનનું તુલ્યપણું જણાય છે, કારણ કે તુલ્યકાળમાં સંશયવાળા તથા એક સાથે પૂછતાં જીવોને રાગ-દ્વેષ રહિત એવા ભગવાન 20 જો જુદા જુદા કાળમાં (ક્રમશઃ) જવાબ આપે તો ભગવાનની રાગ-દ્વેષ વિષયક ચિત્તવૃત્તિ માનવાનો પ્રસંગ આવે, (કારણ કે જેને પહેલો જવાબ આપે તેના પર રાગ માનવો પડે...) તે પ્રસંગ ન આવે તે માટે પ્રભુ એક સાથે જવાબ આપે છે.
શંકા : જો આ રીતે ક્રમશઃ જવાબ આપવામાં ભગવાનની રાગ-દ્વેષવિષયક ચિત્તવૃત્તિ માનવાનો પ્રસંગ આવતો હોય, તેથી ભગવાન એકસાથે જવાબ આપતા હોય તો, જે 25 સામાન્યકેવલીઓ છે તેઓ જ્યારે ક્રમશઃ જવાબ આપે ત્યારે આ દોષ તેઓને ન લાગે ?
સમાધાન : ના, ન લાગે કારણ કે સામાન્યકેવલીઓ આ રીતે દેશના આપતા નથી. (અર્થાત્ તેમની આવી મોટી પર્ષદા જ હોતી નથી.) તથા (૨) આ ભગવાનની એક વિશિષ્ટ પ્રકારની ઋદ્ધિ છે કે “તેઓ એકસાથે સર્વ સંશયીઓના સર્વ સંશયોનો નાશ કરે છે.” (૩) અકાળનું (મરણનું) હરણ થાય છે, કારણ કે એકસાથે સંશય દૂર કરે છે, અર્થાત્ ભગવાન 30 ક્રમશઃ કથન કરે તો કો'ક સંશયવાળા જીવનું સંશય દૂર થયા વિના જ મરણ થાય અને ભગવાનને પામીને ક્યારેય જીવો સંશયનિવૃત્તિ વગેરેરૂપ ફળ પામ્યા વિના રહેતા નથી. તેથી