SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણ રચવાની વિધિ (નિ. ૫૪૫-૫૪૬) ૨૮૧ वाक्यशेषः, अन्यत्र त्वनियम इति गाथार्थः ॥५४४॥ एवं तावत् सामान्येन समवसरणकरणविधिरुक्तः, साम्प्रतं विशेषेण प्रतिपादयन्नाह मणिकणगरयणचित्तं भूमीभागं समंतओ सुरभिं । आजोअणंतरेणं करेंति देवा विचित्तं तु ॥५४५॥ व्याख्या-मणयः-चन्द्रकान्तादयः कनकं-देवकाञ्चनं रत्नानि-इन्द्रनीलादीनि, अथवा 5 स्थलसमुद्भवा मणयः जलसमुद्भवानि रत्नानि, तैश्चित्रं, भूभागं 'समन्ततः' सर्वासु दिक्षु 'सुरभिं' सुगन्धिगन्धयुक्तं, किम् ?-कुर्वन्ति देवा विचित्रं तु, किंपरिमाणमित्याह-आयोजनान्तरतो' योजनपरिमाणमित्यर्थः, पुनर्विचित्रग्रहणं वैचित्र्यनानात्वख्यापनार्थम्, अथवा कुर्वन्ति देवा विचित्रं तु, किंभूतम् ?-मणिकनकरत्नविचित्रमिति गाथार्थः ॥५४५॥ वेंटट्ठाइं सुरभिं जलथलयं दिव्वकुसुमणीहारिं । पइरंति समन्तेणं दसद्धवण्णं कुसुमवास ॥५४६॥ व्याख्या-वृन्तस्थायि सुरभि जलस्थलजं दिव्यकुसुमनिर्हारि प्रकिरन्ति समन्ततः दशार्द्धवर्णं અભિયોગને (આજ્ઞાને) માટે યોગ્ય છે તે અભિયોગ્યદેવો. અન્યત્ર એટલે કે જયાં પૂર્વે સમવસરણ રચાયેલું હોય તેવા ક્ષેત્રમાં પુનઃ સમવસરણ થાય એવો નિયમ નહિ. જો ત્યાં કોઈ મહદ્ધિકદેવ આવે તો સમવસરણ રચે, જો કોઈ ન આવે તો સમવસરણ ન પણ રચાય. પ૪૪ 15 અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી સમવસરણની રચનાની વિધિ કહી. હવે વિશેષથી બતાવે છે ? ગાથાર્થ ઃ મણિ-કનક-રત્નોથી વિચિત્ર, ચારે દિશામાં સુગંધી એવા યોજનપ્રમાણ ભૂમિભાગને દેવો વિચિત્ર કરે છે (=સુશોભિત કરે છે.) ટીકાર્ચઃ મણિ એટલે ચંદ્રકાંતાદિમણિઓ, સુવર્ણ એટલે દેવકાંચન, રત્નો એટલે ઈન્દ્રનીલાદિ 20 અથવા સ્થળમાં ઉત્પન્ન થયેલા મણિઓ અને જલમાં ઉત્પન્ન થયેલા રત્નો જાણવા. તેઓનાવડે વિચિત્ર, ચારેદિશામાં સુગંધી એવા યોજનપ્રમાણ ભૂમિભાગને વિચિત્ર કરે છે. મણિ—કનકથી વિચિત્ર (સુંદર-શોભતા) એવા ભૂભાગને વિચિત્ર (અનેક પ્રકારનો) કરે, એમ ફરી વિચિત્ર કહ્યું તે વિચિત્રતા (સુંદરતા) ની વિવિધતા બતાવવા છે. (પૂ. મલયગિરિમ.ની ટીકાનુસારે આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે કે મણિ—કનક–રત્નોથી યુક્ત અને માટે જ (મણિ વગેરે સુગંધી હોવાથી) 25 સુગંધી એવા એકયોજન પરિમાણ ભૂમિભાગને અભિયોગદેવો વિચિત્ર કરે છે.) અથવા યોજનપ્રમાણ ભૂભાગને દેવો વિચિત્ર કરે છે એટલે કે મણિ-કનક-રત્નોથી સુશોભિત કરે છે. //પ૪પો. ગાથાર્થ : દેવો ચારેદિશામાં વૃત્તસ્થાયિ, સુરભિ, જલ–સ્થલમાં ઉત્પન્ન થયેલ, દિવ્ય એવા કુસુમોના ગંધપ્રસરવાળી, પંચવર્ણી કુસુમોની વૃષ્ટિને કરે છે. 30 ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. તેમાં વન્તસ્થાયિ એટલે જેમાં ડીટું નીચે રહે અને પાંખડી ઉપર રહે એવી અવસ્થાવાળા કુસુમો. તથા દિવ્ય=પ્રધાન એવા કુસુમોના ગંધનો પ્રસર છે જેમાંથી તેવી વૃષ્ટિ અર્થાત જેમાંથી અત્યંત મનોહર ગંધનો અસર થાય છે, તેવા કુસુમોની વૃષ્ટિ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy