SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દેશનામાં દીક્ષા સ્વીકારનારનો અભાવ (નિ. પ૩૯) ૨૭૭ उप्पण्णंमि अणंते नटुंमि य छाउमथिए नाणे । राईए संपत्तो महसेणवणंमि उज्जाणे ॥५३९॥ व्याख्या-'उत्पन्ने' प्रादुर्भूते कस्मिन् ?-'अनन्ते' ज्ञेयानन्तत्वात् अशेषज्ञेयविषयत्वाच्च केवलमनन्तं, नष्टे च छाद्यस्थिके ज्ञाने, राज्यां संप्राप्तो महसेनवनमुद्यानं, किमिति ?-भगवतो ज्ञानरत्नोत्पत्तिसमनन्तरमेव देवाः चतुर्विधा अप्यागता आसन्, तत्र च प्रव्रज्याप्रतिपत्ता न 5 कश्चिद्विद्यत इति भगवान् विज्ञाय विशिष्टधर्मकथनाय न प्रवृत्तवान्, ततो द्वादशसु योजनेषु मध्यमा नाम नगरी, तत्र सोमिलार्यो नाम ब्राह्मणः, स यज्ञं यष्टमुद्यतः, तत्र चैकादशोपाध्यायाः खल्वागता इति, ते च चरमशरीराः, ततश्च तान् विज्ञाय ज्ञानोत्पत्तिस्थाने मुहूर्त्तमात्रं देवपूजां जीतमितिकृत्वा अनुभूय देशनामात्रं कृत्वा असंख्येयाभिर्देवकोटीभिः परिवृतो देवोद्योतेनाशेषं पन्थानमुद्योतयन् देवपरिकल्पितेषु पद्धेषु चरणन्यासं कुर्वन् मध्यमानगर्यां महसेनवनोद्यानं संप्राप्त 10 इति गाथार्थः ॥५३९॥ ગાથાર્થ : અનંતજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અને છાઘસ્થિકજ્ઞાન નષ્ટ થયા બાદ રાત્રિને વિષે (મહાવીર) મહસેનવનનામના ઉદ્યાનમાં પહોંચ્યા. ટીકાર્થ અનંતજ્ઞાન ઉત્પન્ન થયે છતે, અહીં કેવલજ્ઞાન અનંતજ્ઞાન છે કારણ કે તે જ્ઞાન સંપૂર્ણ જાણવાયોગ્ય વસ્તુના વિષયવાળું છે અને તે જાણવાયોગ્ય વસ્તુઓ અનંત છે માટે તે જ્ઞાન 15 અનંત છે. તથા છબસ્થકાળ દરમિયાન રહેલા મતિ વગેરે જ્ઞાનો નષ્ટ થયે છતે, રાતના મહાવીરસ્વામી ભગવાન મહસેનવનનામના ઉદ્યાનમાં પહોંચ્યા. શા માટે ત્યાં આવ્યા હતા ? ઉત્તર – (તે મહસેનવનમાં સોમિલાયના યજ્ઞમાં જે અગિયાર ઉપાધ્યાયો આવેલા હતા તેઓ બોધ પામશે એવું જાણી પ્રભુ ત્યાં આવ્યા હતા. આ જ વાતને જણાવતા કહે છે –) ભગવાનને જ્ઞાનરત્નની ઉત્પત્તિ પછી તરત જ ચારે નિકાયના દેવો પણ ત્યાં 20 (ઋજુવાલિકાનદીને કિનારે) આવેલા હતા. જયાં જ્ઞાનોત્પત્તિ થઈ તે સ્થાને “પ્રવ્રયાનો સ્વીકારકરનાર કોઈ નથી” એવું જાણીને ભગવાન તે સ્થાને વિશિષ્ટધર્મનું કથન કરવા પ્રવૃત્ત ન થયા. ત્યાંથી બારયોજન દૂર મધ્યમા (અપાપા) નગરી હતી. તેમાં સોમિલાયનામનો બ્રાહ્મણ હતો. તે યજ્ઞ કરાવવામાં ઉદ્યત થયો હતો. તેને ત્યાં અગિયાર ઉપાધ્યાયો આવેલા હતા. તે અગિયાર ઉપાધ્યાયો ચરમશરીરી હતા. તેથી અને તે અગિયાર ગણધરોને ચરમશરીરી જાણીને જ્ઞાનોત્પત્તિના સ્થાને “આ મારો આચાર છે” એમ જાણી મુહૂર્તમાત્ર દેવપૂજાને અનુભવીને (અર્થાત “જ્યાં જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં જઘન્યથી પણ મુહૂર્તમાત્ર રહેવું, દેવપૂજા સ્વીકારવી અને ધર્મદેશના કરવી” એ આચાર છે એમ જાણી તે સ્થાને મુહૂર્તમાત્ર દેવપૂજાને અનુભવીને) કંઈક દેશનાને આપીને અસંખ્ય કરોડો દેવો સાથે યુક્ત, દેવ—ઉદ્યોતવડે સંપૂર્ણ માર્ગને પ્રકાશિત કરતાં, દેવનિર્મિત કમળોને વિષે પગ મૂકતાં 30 પ્રભુ મધ્યમાનગરીમાં આવેલ મહસેનવનનામના ઉદ્યાનમાં પધાર્યા. /પ૩૯ 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy