SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ संगमद्देवने इन्द्रनी पडी (नि. 493) २५५ छम्मासे अणुबद्धं देवो कासीय सो उ उवसग्गं । दट्ठूण वयग्गा वंदिय वीरं पडिनियत्तो ॥ ५१३॥ जाह एत्ताहे अतीह न करेमि उवसग्गं, सामी भणति भो संगमय ! नाहं कस्सइ वत्तव्वो, इच्छाए अतीमि वा णवा, ताहे सामी बितियदिवसे तत्थेव गोउले हिंडितो वच्छवालथेरीए दोसीणेण पडिलाभिओ, ततो पंच दिव्वाणि पाउब्भूयाणि, ऐगे भांति - जहा तद्दिवसं खीरं न 5 लद्धं ततो बितियदिवसे ऊहारेऊण उवक्खडियं तेण पडिलाभिओ । इओ य सोहम्मे कप्पे सव्वे देवा तद्दिवसं ओव्विग्गमणा अच्छंति, संगमओ य सोहम्मे गओ, तत्थ सक्को तं दद्दू परंमुहो ठिओ, भाइ देवे - भो ! सुणह एस दुरप्पा, ण एएण अम्हवि चित्तावरक्खा कया अन्नेसिं वा देवाणं, जओ तित्थकरो आसाइओ, न एएण अम्ह कज्जं, असंभासो निव्विसओ य की ગાથાર્થઃ છમાસ સુધી સતત તે દેવે ઉપસર્ગો કર્યા. વ્રજગામમાં (અચલિતપરિણામવાળા 10 પ્રભુને) જોઈને તે દેવ વીરપ્રભુને વંદન કરીને સ્વસ્થાને પાછો ફર્યો. ટીકાર્થ : “જાઓ, હવે સ્વેચ્છાએ વિચરો હું ઉપસર્ગ કરીશ નહિ' આ રીતે જ્યારે દેવે કહ્યું, ત્યારે સ્વામીએ કહ્યું, “હે સંગમ ! કોઈએ મને કહેવું નિહ (અર્થાત્ કોઈ તીર્થંકર કોઈના કહેવા પ્રમાણે કરતા નથી.) મારી ઇચ્છાએ હું વિચરું અથવા ન વિચરું.” ત્યાર પછી સ્વામી બીજા દિવસે તે જ ગોકુળમાં ભિક્ષામાટે ફરતા વત્સપાલિકા વૃદ્ધ ગોવાળણવડે પર્યુષિત ખીર 15 દ્વારા પ્રતિલાભિત થયા. ત્યાં પાંચદિવ્યો પ્રગટ થયા. અહીં કેટલાક આચાર્ય આ પ્રમાણે કહે છે – આગલા દિવસે ઉત્સવ હોવાને કારણે તે ડોશીને (વત્સપાલિકા ગોવાળણને) માગવા છતાં ક્યાંયથી દૂધની પ્રાપ્તિ થઈ નહિ. તેથી બીજા દિવસે લોક પાસેથી દૂધની યાચના કરીને પોતાને માટે તેણીએ ખીર બનાવી. તેનાથી પ્રભુને પારણું કરાવ્યું.” (અર્થાત્ પર્યુષિત ખીરથી પારણું नयी र्यु.) 20 આ બાજુ સૌધર્મદેવલોકમાં આજ દિન સુધી સર્વદેવો ઉદ્વિગ્નમનવાળા હતા. તે દિવસે સંગમ સૌધર્મદેવલોકમાં ગયો. તેને જોઈ શક્ર પરાર્મુખ રહ્યો, અને કહ્યું – “હે દેવો ! તમે સૌ સાંભળો, આ રાત્મા છે, આને મારી પણ ચિત્તરક્ષા કરી નથી કે અન્યદેવોની પણ ચિત્તરક્ષા કરી નથી. (અર્થાત્ મને ઘણો દુભાવ્યો છે) કારણ કે તેણે તીર્થંકરની આશાતના કરી છે, તેથી મને આનાવડે કોઈ પ્રયોજન નથી. આ દેવ અસંભાષ્ય છે (કોઈએ આની સાથે બોલવાનું નહિ.) 25 ४२. याताऽधुनाऽटत न करोम्युपसर्गं, स्वामी भणति भोः संगमक ! नाहं केनापि वक्तव्य, इच्छयाऽटामि वा नवा, तदा स्वामी द्वितीयदिवसे तत्रैव गोकुले हिण्डमानः, वत्सपालिकया स्थविरया पर्युषितेन पायसेन प्रतिलाभितः, ततः पञ्च दिव्यानि प्रादुर्भूतानि, एके भणन्ति - यथा तद्दिवसा क्षीरेयी न लब्धा ततो द्वितीयदिवसे अवधार्योपस्कृतं तेन प्रतिलाभितः । इतश्च सौधर्मे कल्पे सर्वे देवाः तद्दिवसं (यावत्) उद्विग्नमनसस्तिष्ठन्ति, संगमकश्च सौधर्मं गतः, तत्र शक्रस्तं दृष्ट्वा पराङ्मुखः स्थितो भणति 30 देवान्-भोः श्रृणुत एष दुरात्मा, नैतेनास्माकमपि चित्तावरक्षा कृता अन्येषां वा देवानां यतस्तीर्थकर आशातितः, नैतेनास्माकं कार्यम्, असंभाष्यो निर्विषयश्च क्रियतां । ★ पडिलाभिओ इति पर्यन्तं न प्र०.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy