________________
પ્રભુનું અનાર્યદેશમાં ગમન (નિ. ૪૯૨) જ ૨૩૩ अभिग्गहे बाहिं पारेत्ता सरए दिलृतं करेति समतीए, जहा-एगस्स कुडुंबियस्स बहुसाली जाओ, ताहे सो पंथिए भणति-तुब्भं हियइच्छिअं भत्तं देमि मम लूणह, एवं सो उवाएण लूणावेइ, एवं चेव ममवि बहुं कम्मं अच्छइ, एतं अच्छारिएहिं निज्जरावेयव्वं । तेण अणारियदेसेसु लाढावज्जभूमी सुद्धभूमी तत्थ विहरिओ, सो अणारिओ हीलइ निंदइ, जहा बंभचेरेसु-'छुछु करेंति आहंसु समणं कुक्कुरा ऽसंतु'त्ति एवमादि, तत्थ नवमो वासारत्तो कओ, सो य अलेभडो आसी, 5 वसतीवि न लब्भइ, तत्थ छम्मासे अणिच्चजागरियं विहरति । एस नवमो वासारत्तो ।
अनिअयवासं सिद्धत्थपुरं तिलत्थंब पुच्छ निप्फत्ती ।
उप्पाडेइ अणज्जो गोसालो वास बहुलाए ॥४९२॥ અભિગ્રહોથી યુક્ત ચાતુર્માસિક તપ કરી બહાર તેનું પારણું કરીને શરદઋતુમાં ભગવાન સ્વમતિથી (કોઈના ઉપદેશ વિના) મનમાં દષ્ટાંત વિચારે છે “એક કૌટુંબિકને ખેતરમાં ઘણો સારો પાક 10 થયો. તે મુસાફરોને કહે છે કે “જો તમે આ ધાન્યને લણી આપો તો તમને હું ઈચ્છિત ભોજન આપીશ.” આ પ્રમાણે તે કૌટુંબિક ઉપાયથી ધાન્યને લણાવે છે. એ જ પ્રમાણે મારે પણ ઘણાં કર્મો ખપાવવાના બાકી છે તે અનાર્યોવડે ખપાવી શકાય છે.”
તેથી ભગવાન લાઢા,વજભૂમિ, શુદ્ધભૂમિ વગેરે અનાર્યદેશોમાં વિચર્યા. ત્યાં અનાર્ય લોક સ્વામીની નિંદા કરે છે, હિલના કરે છે, વિગેરે બ્રહ્યચર્યોમાં કહ્યા પ્રમાણે જાણવા (અર્થાત્ 15 આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનો બ્રહ્મચર્ય અધ્યયનો કહેવાય છે. તેમાં ઉપધાન શ્રુતનામના અધ્યયનમાં જે રીતે ઉપસર્ગો વર્ણવ્યા છે, તેમ અહીં ઉપસર્ગો જાણવા. તે ઉપસર્ગોમાનો એક ઉપસર્ગ બતાવતા કહે છે) તે અનાર્યો પોતાના કૂતરાઓને સ્વામી તરફ ઈશારો કરી “છુ– છું” કરતા અને કહેતા કે “કૂતરાઓ(કુક્કરા) ! આ શ્રમણને કરડો” વગેરે, ત્યાં નવમુ ચોમાસુ પૂર્ણ કર્યું. તે ચોમાસુ આહાર વિનાનું (ચાતુર્માસિક ઉપવાસવાળું) થયું. વસતિ પણ રહેવા માટે 20 મળી નહિ. તેથી ભગવાન ત્યાં છ મહિના સુધી (સ્થાયી વસતિ ન હોવાને કારણે) અનિત્યજાગરિકા કરતા વિચર્યા. આમ નવમુ ચોમાસુ પૂર્ણ થયું. ll૪૯૧TI
ગાથાર્થ : અનિત્યવાસ–સિદ્ધાર્થપુરતલનો તંબ–પૃચ્છા–નિષ્પત્તિ–ઉખાડે છે – અનાર્ય એવો ગોશાળો – વર્ષા–શ્યામ ગાય.
२०. अभिग्रहाः बहि: पारयित्वा शरदि दृष्टान्तं करोति स्वमत्या यथा-एकस्य कौटुम्बिकस्य 25 बहुशालिर्जातः, तदा स पथिकान् भणति-युष्मभ्यं हृदयेष्टं भक्तं ददामि मम लुनीत, एवं स उपायेन लावयति, एवमेव ममापि बहु कर्म तिष्ठति, एतत् लावकैर्निर्जरणीयं । तेनानार्यदेशेषु लाढावज्रभूमिः शुद्धभूमिस्तत्र विहतः सोऽनार्यो हीलति निन्दति, यथा ब्रह्मचर्ये-'छुछुकुर्वन्ति अब्रुवन् श्रमणं कुक्कुरा ! दशन्तु' इति एवमादि । तत्र नवमो वर्षारात्रः कृतः, स चाहारं विना आसीत्, वसतिरपि न लभ्यते, तत्र षण्मासान् अनित्यजागरिकं विहरति । एष नवमो वर्षारात्रः । (अनियत्वासः सिद्धार्थपुरं तिलस्तम्बः पृच्छा 30 निष्पत्तिः । उत्पाटयत्यनार्यो गोशालो वर्षा बहुलायाः ॥४९२॥)