________________
૨૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨).
ततो सामी पुरिमतालं एइ, तत्थ वग्गुरो नाम सेट्ठी, तस्स भद्दा भारिआ, वंझा अवियाउरी जाणुकोप्परमाया, बहूणि देवस्स उवादिगाणि काउं परिसंता । अण्णया सगडमुहे उज्जाणे उज्जेणियाए गया, तत्थ पासंति जुण्णं देवउलं सडियपडियं तत्थ मल्लिसामिणो पडिमा, तं
णमंसंति, जइ अम्ह दारओ दारिआ वा जायति तो एवं चेवं देउलं करेस्सामो, एयभत्ताणि य 5 होहामो, एवं नमंसित्ता गयाणि । तत्थ अहासन्निहिआए वाणमंतरीए देवयाए पाडिहेरं कयं, आहूओ
गब्भो, जं चेव आहूओ तं चेवं देवउलं काउमारद्धाणि, अतीव तिसंझं पूअं करेंति, पव्वतियगे य अल्लियंति, एवं सो सावओ जाओ । इओ य सामी विहरमाणो सगडमुहस्स उज्जास्स नगरस्स य अंतरा पडिमं ठिओ, वग्गुरो य हाओ उलपडसाडओ सपरिजणो महया इड्डीए विविहकुसुमहत्थगओ
ટીકાર્થ ? ત્યાર પછી સ્વામી પુરિમતાલનગરીમાં આવ્યા. ત્યાં વગુરનામનો શ્રેષ્ઠિ હતો 10 અને તેને ભદ્રાનામની પત્ની હતી. તે વંધ્યા, પ્રસવ વિનાની અને જાણૂ-કૂર્મની માતા હતી.
(અર્થાત્ "તેણીને અન્યબાળક ન હોવાથી જાનૂ અને કોણીની જ તે માતા હતી, પરંતુ બાળકની માતા નહોતી. આ પારિભાષિક સંજ્ઞા છે જે બાળક વિનાની માતા માટે વપરાય છે.) તે દંપતિ દેવની ઘણા પ્રકારે માનતા માની થાક્યા હતા. એકવાર તે દંપતિ શકટમુખનામના ઉદ્યાનમાં
મહોત્સવ માટે ગયા. ત્યાં જીર્ણ અને તુટેલું–પડેલું એક મંદિર જુએ છે. તેમાં મલ્લિનાથભગવાનની 15 પ્રતિમા હતી. તેને તેઓ નમસ્કાર કરે છે, અને પ્રાર્થના કરે છે કે જો અમને બાળક કે બાલિકા થશે તો આવું આવું દેવકુલ બનાવશું અને એના ભક્ત બની જશું.”
આ રીતે નમસ્કાર કરીને તેઓ ગયા. આજુ બાજુ રહેલી વાણવ્યંતરીએ સાનિધ્ય કર્યું (અર્થાત્ વાણવ્યંતરી તે સ્ત્રીની મદદમાં આવી.)તે સ્ત્રીને ગર્ભ રહ્યો. જેવો ગર્ભ રહ્યો તે દિવસથી
જ દેવાલયને બનાવવાનું શરૂ કર્યું. ત્રણે કાળ પૂજા કરે છે. ત્રણે પર્વમાં તેનો આશ્રય કરે છે. 20 આમ તે શ્રાવક થયો. બીજી બાજુ સ્વામી વિચરતા – વિચરતા શકટમુખઉદ્યાન અને નગરની
વચ્ચે કાયોત્સર્ગમાં રહ્યા, અને વચ્ચશ્રાવક સ્નાન કરી, ભીના વસ્ત્રો ધારણ કરી (કપરાડો = 'ભીના વસ્ત્રો પહેરીને, આ લૌકિક રિવાજ છે કે વ્યંતરાદિની આરાધના ભીનાવસ્ત્રો પહેરીને જ કરવામાં આવે છે કારણ કે આ રીતે જ વ્યંતરાદિ દેવો ખુશ થાય છે.) પરિજનોની સાથે
મોટી ઋદ્ધિવડે વિવિધકુસુમો હાથમાં લઈ તે મંદિરની પૂજા માટે જાય છે. 25 १७. ततः स्वामी पुरिमतालमेति, तत्र वग्गुरो नाम श्रेष्ठी, तस्य भद्रा भार्या, वन्ध्या अप्रसविनी
जानुकूर्परमाता, बहूनि देवस्योपयाचितानि कृत्वा परिश्रान्ता । अन्यदा शकटमुखे उद्याने उद्यानिकायै गतौ, तत्र पश्यतः जीर्णं देवकुलं शटितपतितं, तत्र मल्लीस्वामिनः प्रतिमा, तां नमस्यतः, यद्यावयोर्दारको दारिका वा जायते तदैवमेवं देवकुलं करिष्यावः, एतद्भक्तौ च भविष्याव:, एवं नमस्यित्वा गती । तत्र
यथासन्निहितया व्यन्तर्या देवतया प्रातिहार्यं कृतं, उत्पन्नो गर्भः, यदैवाहूतस्तदैव देवकुलं कर्तुमारब्धौ, 30 अतीव त्रिसन्ध्यं पूजां कुरुतः, पर्वत्रिके चाश्रयतः, एवं स श्रावको जातः । इतश्च स्वामी विहरन्
शकटमुखस्योद्यानस्य नगरस्य च मध्ये प्रतिमां स्थितः, वग्गुरश्च स्नात आर्द्रपटशाटकः सपरिजनः महत्या विविधकुसुमहस्तकः (हस्तगतविविधकुसुमः)