________________
૨૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) मोइओ-दुरप्पा ! ण याणह चरमतित्थकरं सिद्धत्थरायपुत्तं, अज्ज भे सक्को उवालभहिइ, ताहे मुक्को खामिओ य । 'पत्तेयं' ति पिहिपीहीभूता सामी गोसालो य, कहं पुण ?, तेसिं वच्चंताणं दो पंथा, ताहे गोसालो भणति-अहं तुब्भेहिं समं न वच्चामि, तुब्भे ममं हम्ममाणं न वारेह, अविय
तुब्भेहिं समं बहूवसग्गं, अण्णं च-अहं चेव पढमं हम्मामि, तओ एक्कलओ विहरामि, सिद्धत्थो 5 भणति-तुमं जाणसि । ताहे सामी वेसालीमुहो पयाओ, इमो य भगवओ फिडिओ अण्णओ
पट्रिओ, अंतरा य छिण्णदाणं, तत्थ चोरो रुक्खविलग्गो ओलोएति, तेण दिट्रो, भणति-एक्को नग्गओ समणओ एइ, ते य भणंति-एसो न य बीहेइ नत्थि हरियव्वंति, अज्ज से नत्थि फेडओ, जं अम्हे परिभवति
તીર્થકરને છોડાવ્યા. તથા કહ્યું કે “હે દુરાત્મા ! તમે સિદ્ધાર્થરાજાના પુત્ર, ચરમતીર્થકરને જાણતા 10 નથી, આજે શક્ર તમને ઠપકો આપશે.” આ સાંભળી આરક્ષકોએ પ્રભુને છોડ્યા અને ક્ષમા માગી.
મૂળગાથામાં “પત્તેય” શબ્દ છે તેનો અર્થ એ કે ત્યાર પછી સ્વામી અને ગોશાળો છૂટા પડ્યા. કેવી રીતે છૂટા પડ્યા ? તે કહે છે – ત્યાંથી વિહાર કરતા વચ્ચે બે માર્ગ આવ્યા. ત્યારે
ગોશાળો ભગવાનને કહે છે, “હું તમારી સાથે આવીશ નહિ, લોકો મને મારતા હોય ત્યારે તમે 15 મારું રક્ષણ કરતા નથી. વળી તમારી સાથે રહેતા ઘણાં ઉપસર્ગો આવે છે. અને તેમાં પ્રથમ મને
જ માર પડે છે તેથી હવે હું એકલો વિચરીશ.” ત્યારે સિદ્ધાર્થે કહ્યું – “તું જાણે (અર્થાત્ તારી જેવી ઇચ્છા).” ત્યાર પછી ભગવાન વૈશાલી તરફના માર્ગમાં આગળ વધ્યા. અને ગોશાળો ભગવાનથી છૂટો પડેલો બીજા માર્ગે આગળ વધ્યો.
આગળ જતા છિન્નસ્થાન આવ્યું. (છિન્નસ્થાન એટલે એવું સ્થાન કે જયાં ચોરાદિનો 20 ભય હોવાથી કોઈ મુસાફર ત્યાં જાય નહિ.) ત્યાં એક ચોર વૃક્ષ ઉપર છુપાઈને બેઠેલો છતો
ચારેબાજુ નજર નાંખતો હતો. તેણે જોયું કે દૂરથી કોઈ આવે છે એટલે તેણે પોતાના સાથીદારોને જઈને કહ્યું, “કોઈ નગ્ન સાધુ આવી રહ્યો છે.” સાથીદારોએ કહ્યું કે “ચોરવા યોગ્ય કોઈ વસ્તુ તેની પાસે નથી તેથી તે ડરતો નથી. વળી તેને છોડાવનાર પણ કોઈ નથી કે જે આપણો પરાભવ કરે.” II૪૮૪.
११. मोचितः-दुरात्मन् ! न जानीषे (दुरात्मानः ! न जानीध्वं) चरमतीर्थकरं सिद्धार्थराजपुत्रं, अद्य भवद्भयः शक्र उपालप्स्यति, तदा मुक्तः क्षमितश्च । 'प्रत्येक' मिति पृथक् पृथग्भूतौ स्वामी गोशालश्च, कथं पुन: ?, तयोव्रजतोः द्वौ पन्थानौ, तदा गोशालो भणति-अहं भवद्भिः समं न व्रजामि, यूयं मां हन्यमानं न वारयत, अपिच-भवद्भिः समं बहूपसर्ग, अन्यच्च अहमेव प्रथमं हन्ये, तत एकाकी विहरामि, सिद्धार्थो
भणति-त्वं जानीषे । तदा स्वामी विशालामुखः प्रस्थितः (प्रयातः), अयं च भगवतः स्फिटितोऽन्यतः 30 प्रस्थितः, अन्तरा च छिन्नस्थानं, तत्र चौरो वृक्षविलग्नोऽवलोकयति, तेन दृष्टो, भणति-एको नग्नः श्रमणक
एति, ते च भणन्ति-एष नैव बिभेति नास्ति हर्त्तव्यमिति, अद्य तस्य नास्ति स्फेटकः, यदस्मान् परिभवति ।
25.