SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા માટે પ્રભુનું અનાર્યદેશમાં ગમન (નિ. ૪૮૨) : ૨૨૧ ततो सामी चिंतेइ-बहु कम्मं निज्जरेयव्वं, लाढाविसयं वच्चामि, ते अणारिया, तत्थ निज्जरेमि, तत्थ भगवं अच्छारियादिद्रुतं हियए करेइ । ततो पविट्ठो लाढाविसयं कम्मनिज्जरातुरिओ, तत्थ हीलणनिंदणाहिं बहुं कम्मं निज्जरेइ, पच्छा ततो णीइ । तत्थ पुण्णकलसो नाम अणारियग्गामो, तत्तरा दो तेणा लाढाविसयं पविसिउकामा, अवसउणो एयस्स वहाए भवउत्तिक? असिं कड्डिऊण सीसं छिंदामत्ति पहाविआ, सक्केण ओहिणा आभोइत्ता दोऽवि वज्जेण हया । एवं विहरंता भद्दिलनयरिं पत्ता, तत्थ पंचमो वासारत्तो, तत्थ चाउम्मासियखमणेणं अच्छति, विचित्तं च तवोकम्मं ठाणादीहिं । કર્મો ખપાવવાના છે, તેથી લાટદેશમાં જાઉં, તે અનાર્યદેશો છે ત્યાં કર્મોની નિર્જરા કરું.” તે સમયે ભગવાન અત્કારિક (લણણી કરનાર મજૂર)નું દૃષ્ટાંત હૃદયમાં કરે છે. (મજૂરનું દૃષ્ટાંત આ પ્રમાણે જાણવું – કોઈક ગામમાં કોઈક ખેડૂત ઊગેલા પુષ્કળ ધાન્યને 10 લણવા ઈચ્છતો હતો. પરંતુ તેણે વિચાર્યું કે – “જો હું આ ધાન્યને જાતે લણીશ તો ઘણો કાળ વ્યતીત થશે, તેથી જો હું મજૂરોને આ કામે લગાડીશ તો અલ્પકાળમાં ધાન્ય લણાઈ જશે.” આ જ રીતે ભગવાને પણ વિચાર્યું કે, “જો હું અહીં આર્યદેશોમાં વિચરીશ તો મારા અશુભ કર્મો જલદી ખપશે નહિ, તેના કરતા જો અનાદેશમાં જઈશ તો ત્યાંના અનાર્યલોકોની સહાયથી દીર્ધકાળથી ભોગવવા યોગ્ય કર્મ સ્વલ્પ કાળમાં ભોગવાઈ જશે”. આ રીતે મજૂરોનું દૃષ્ટાંત 15 મનમાં કરે છે.) ત્યાર પછી ભગવાન લાદેશમાં કર્મનિર્જરામાટે પ્રવેશ્યા. ત્યાં ભગવાનના હીલનાનિંદાદિવડે ઘણાં કર્મો ખપી ગયો. પછી ત્યાંથી નીકળી ગયા. ત્યાં પૂર્ણકળશનામનું અનાર્ય ગામ હતું, પરંતુ વચ્ચે રસ્તામાં બે ચોરો લાદેશમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા હોય છે. સામે ભગવાનને જોવાથી “આ અપશકુન તેના વધ માટે થાઓ.” એમ વિચારી તલવાર ખેંચી “મસ્તક 20 કાપી નાંખીએ” એમ વિચારીને દોડ્યા. તે સમયે શકે અવધિવડે જાણીને વજદ્વારા બંને ચોરોને મારી નાંખ્યા. આ રીતે વિચરતા ભગવાન ભદ્રિકાનગરીમાં પહોંચ્યા. ત્યાં ભગવાને પાંચમુ ચોમાસુ કર્યું. તેમાં ચાતુર્માસિક તપવડે ચોમાસુ રહે છે. આ તપ દરમિયાન પ્રભુએ સ્થાનાદિ વિવિધ તપ કર્યો. (સ્થાન એટલે ઉત્કટુક આસન.) ८. ततः स्वामी चिन्तयति-बहु कर्म निर्जरयितव्यं, लाढाविषयं व्रजामि, तेऽनार्याः, तत्र निर्जरयामि, 25 तत्र भगवान् लावकदृष्टान्तं हृदये करोति । ततः प्रविष्टो लाढाविषयं कर्मनिर्जरात्वरितः, तत्र हीलननिन्दनाभिर्बहु कर्म निर्जरयति, ततः पश्चात् निर्गच्छति । तत्र पूर्णकलशो नामार्यग्रामः, तत्रान्तरा द्वौ स्तेनौ लाढाविषयं प्रवेष्टकामौ, अपशकन एतस्य वधाय भवत्वितिकत्वाऽसिं कष्टवा शीर्ष छिन्द्र इति प्रधावित शक्रेणावधिनाभोग्य द्वावपि वज्रेण हतौ । एवं विहरन्तौ भद्रिकानगरी प्राप्तौ, तत्र पञ्चमो वर्षारात्रः, तत्र चतुर्मासक्षपणेन तिष्ठति, विचित्रं च तपःकर्म स्थानादिभिः ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy