SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ * આવશ્યકનિર્યુક્તિ ૰ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) बहिआ य णायसंडे आपुच्छित्ताण नायए सव्वे । दिवसे मुहुत्तसेसे कम्मारगामं समणुपत्तो ॥ १११ ॥ ( भा. ) વ્યાવ્યા–વાિં ચ ઙપુરાત્ જ્ઞાતવ્વ્ડ દ્યાને, આપૃચ્ચ ‘જ્ઞાતાન્' સ્વપ્નનાન્ ‘સર્વાન્’ यथासन्निहितान्,तस्मात् निर्गतः, कर्मारग्रामगमनायेति वाक्यशेषः । तत्र च पथद्वयं - एको जन 5 अपरः स्थल्यां, तत्र भगवान् स्थल्यां गतवान्, गच्छंश्च दिवसे मुहर्त्तशेषे कर्मारग्राममनुप्राप्त इति गाथार्थः ॥ तत्र प्रतिमया स्थित इति । अत्रान्तरे - तत्थेगो गोवो, सो दिवसं बइले वाहित्ता गामसमीवं पत्तो, ताहे चिंतेइ - एए गामसमीवे चरंतु, अहंपि ता गावीओ दुहामि, सोऽवि ताव अन्तो परिकम्मं करेइ, तेऽवि बइल्ला अडविं चरन्ता पविट्ठा, सो गोवो निग्गओ, ताहे सामिं पुच्छइ - कहिं बइल्ला ?, ताहे सामी तुहिक्को अच्छइ, सो चिंतेइ - एस न याणइ, तो मग्गिउं पवत्तो सव्वरतिंपि, 10 तेऽवि बइल्ला सुचिरं भमित्ता गामसमीवमागया माणुसं दट्ठूण रोमंथंता अच्छंति, ताहे सो आगओ, ગાથાર્થ : (ગામની) બહાર જ્ઞાતખંડઉદ્યાનમાં સર્વસ્વજનોને પૂછીને દિવસમાં એક મુહૂર્ત શેષ રહેતા (સાંજના સમયે) કર્મારગ્રામે પહોંચ્યાં. ટીકાર્થ : કુંડપુર ગામના બહારના ભાગમાં રહેલા જ્ઞાતખંડઉદ્યાનમાંથી સર્વ (નજીક રહેલાં બધા) સ્વજનોને પૂછીને કર્માગ્રામે જવા પ્રભુ નીકળ્યા. તે તરફ જવા માટેના બે માર્ગ હતા, 15 એક જળમાર્ગ અને બીજો સ્થળમાર્ગ. તેમાં પ્રભુ સ્થળમાર્ગે ગયા. જતા-જતા દિવસનું છેલ્લું એક મુહૂર્ત બાકી હતું ત્યારે પ્રભુ કર્મારગ્રામે પહોંચ્યા. ત્યાં પ્રતિમામાં રહ્યા. તે સમયે ત્યાં એક ગોવાળીયો હતો, જે દિવસે બળદોને ચલાવી સાંજના સમયે ગામ પાસે આવ્યો. તેણે વિચાર્યું, “આ બળદો અહીં ગામસીમાડે ભલે ચરે ત્યાં સુધી ગામની અંદર જઈ ગાયોને દોહું.” આમ વિચારી તે ગામની અંદર જઈ પરિકર્મને (ગાયને દોહવાના કાર્યને) કરે 20 છે. આ બાજુ તે બળદો ચરતા—ચરતા જંગલમાં ગયા. તે ગોવાળિયો બહાર રહેલા બળદોને લેવા ગામની બહાર આવ્યો. ત્યારે સ્વામીને પૂછે છે કે, “બળદો ક્યાં છે?’” સ્વામી મૌન ઊભા રહે છે. તેથી તે વિચારે છે કે, “આને ખબર લાગતી નથી.” જેથી પોતે જાતે જ બળદોને શોધવા આખી રાત મહેનત કરે છે. બીજી બાજુ તે બળદો લાંબો કાળ ભમીને સ્વયં જ ગામને સીમાડે આવી જાય છે. ત્યાં 25 પ્રભુવીરને જોઈને તેમની બાજુમાં બેઠેલા છતાં વાગોળતા(રોમંથંતા) રહે છે. એટલી વારમાં ત્યાં ગોવાળિયો આવ્યો. તેણે તે બળદોને ત્યાંજ બેઠેલા જોયા. ત્યારે ગુસ્સે ભરાયેલો તે ગોવાળિયો ५२. पादाभ्याम् प्र० ५३. तत्रैको गोपः स दिवसं बलीवर्दो वाहयित्वा ग्रामसमीपं प्राप्तः, तदा चिन्तयति - एतौ ग्रामसमीपे चरतां, अहमपि तावद् गा दोमि, सोऽपि तावदन्तः परिकर्म करोति, तावपि बलीवर्दो चरन्तावटवीं प्रविष्टौ स गोपो निर्गतः, तदा स्वामिनं पृच्छति क्व बलीवर्दी ?, तदा स्वामी 30 तूष्णीकस्तिष्ठति, स चिन्तयति - एष न जानाति, ततः मार्गयितुं प्रवृत्तः सर्वरात्रिमपि तावपि बलीवर्दी सुचिरं भ्रान्त्वा ग्रामसमीपमागतौ मानुषं दृष्ट्वा रोमन्थायमानौ तिष्ठतः, तदा स आगतः,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy