________________
દાન-સંબોધનાદિ દ્વારો (ભા. ૮૯) : ૧૬૩ इति, उच्यते, न सर्वतीर्थकराणामयं नियमो यदुत-संबोधनोत्तरकालभाविनी महादानप्रवृत्तिरिति, अधिकृतग्रन्थोपन्यासान्यथानुपपत्तेः, नियमेऽपीह दानद्वारस्य बहुतरवक्तव्यत्वात् संबोधनद्वारात् प्रागुपन्यासो न्यायप्रदर्शनार्थोऽविरुद्ध एव, अधिकृतद्वारगाथानियमे तु व्यत्ययेन परिहार:तत्राल्पवक्तव्यत्वात् संबोधनद्वारस्य प्रागुपन्यासः, इत्येतावन्तः संभविनः पक्षाः, तत्त्वं तु विशिष्टश्रुतविदो जानन्तीति अलं प्रसङ्गेन ॥ द्वारम् ।
5. साम्प्रतं निष्क्रमणद्वारावयवार्थं व्याचिख्यासुराह - ____ मणपरिणामो अ कओ अभिनिक्खमणंमि जिणवरिंदेण ।
देवेहिं य देवीहिं य समंतओ उच्छयं गयणं ॥८९॥ (भा.) गमनिका-मनःपरिणामश्च कृतः 'अभिनिष्क्रमणे' इति अभिनिष्क्रमणविषयो जिनवरेन्द्रेण, तावत् किं संजातमित्याह-देवैर्देवीभिश्च 'समन्ततः' सर्वासु दिक्षु 'उच्छयं गयणं' ति व्याप्तं 10
કર્યો તે વિરોધી લાગે છે. (આશય એ છે કે, ‘અહીં સંબોધનદ્વાર) પહેલા જે દાનદ્વાર કહ્યું, તે સંબોધન પછી કહેવું જોઈતું હતું અથવા પૂર્વે પરિત્યાગદ્વારનો ઉપન્યાસ સંબોધનદ્વાર પછી કરવો જોઈતો હતો. એની બદલે વિપરીત ઉપન્યાસ શા માટે કર્યો ?)
સમાધાન : સર્વ તીર્થકરોનો આ નિયમ હોતો નથી કે સંબોધન પછી જ મહાદાનની પ્રવૃત્તિ થાય (અર્થાત્ પ્રથમ મહાદાનની પ્રવૃત્તિ થાય ને પછી સંબોધન થાય એવું પણ બને.) 15 જો આવો અનિયમ ન માનીએ તો અહીં અધિકૃતગ્રંથનો જે ઉપન્યાસ કર્યો છે અર્થાત્ પ્રથમ દાન, પછી સંબોધન એ પ્રમાણેનો ક્રમ જે બતાવ્યો છે તે ઘટે નહિ. અથવા કદાચ નિયમ માનીયે તો પણ, અર્થાત્ પ્રથમ સંબોધન અને પછી જ દાનપ્રવૃત્તિ થાય એવો નિયમ માનીએ તો પણ, અહીં દાનદ્વારની બહુવતવ્યતા હોવાથી સંબોધનદ્વારથી પૂર્વે દાનદ્વારનો ઉપન્યાસ, જેની બહુવક્તવ્યતા હોય તે પ્રથમ દર્શાવાય એવો ન્યાય દેખાડવા માટે કરેલો હોવાથી તેમાં કોઈ વિરોધ નથી. 20
- હવે જો અહીં અધિકૃતગાથાનો નિયમ માનીએ અર્થાત્ દાન–સંબોધન–નિષ્ક્રમણ એ ક્રમ માન્ય રાખીએ તો જુદી રીતે પરિહાર (સમાધાન) જાણવો, એટલે કે જો આ ક્રમ માનીએ તો એમ જાણવું કે દાનદ્વારની અલ્પ વક્તવ્યતા હોવાથી તેનો પૂર્વે પ્રથમ ઉપન્યાસ કર્યો છે. આ પ્રમાણે સંભવિત સમાધાનો બતાવ્યા. તત્ત્વ તો વિશિષ્ટશ્રુતને જાણનારા જાણે છે. તેથી વધુ ચર્ચાથી સર્યું. (નોંધ–અહીં પ્રથમ સમાધાન જ વધુ બંધ બેસે છે, કારણ કે પહેલા વર્ષીદાન પછી 25 લોકાંતિક દેવોની વિનંતી એવું પ્રાયઃ મલ્લિનાથતીર્થકરના જીવનમાં બનેલું છે.) II૮૮
અવતરણિકા : મહાદાન-સંબોધનદ્વાર પૂર્ણ થયું. હવે નિષ્ક્રમણ દ્વાર કહે છે કે
ગાથાર્થ : જિનવરેન્દ્રએ અભિનિષ્ક્રમણમાં મનનો પરિણામ કર્યો (અર્થાત્ નિશ્ચય કર્યો.) અને દેવ-દેવીઓવડે ચારે બાજુ ગગન વ્યાપ્ત થયું.
ટીકાર્થઃ જિનેશ્વરે અભિનિષ્ક્રમણમાં (અર્થાત્ દીક્ષા લેવા માટે) મનના પરિણામને કર્યા. તે 30 સમયે શું થયું? તે કહે છે કે, દેવો અને દેવીઓથી ચારે દિશામાં અંતરિક્ષ વ્યાપ્ત થયું. HIટલા