SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનો ગૃહવાસ અને દીક્ષા (નિ. ૪૫૯-૪૬૦) * ૧૬૧ न वोढव्य इति, प्रतिपन्ने भगवान् समधिकं वर्षद्वयं प्रासुकैषणीयाहारः शीतोदकमप्यपिबन् तस्थौ, अत्रान्तर एव महादानं दत्तवान्, लोकान्तिकैश्च प्रतिबोधितः पुनः पूर्णावधिः प्रव्रजित इति ।। अमुमेवार्थं संक्षेपतः प्रतिपादयन् आह नियुक्तिकृत् हत्थुत्तरजोएणं कुंडग्गामंमि खत्तिओ जच्चो । वज्जरिसहसंघयणो भविअजणविबोहओ वीरो ॥४५९॥ सो देवपरिग्गहिओ तीसं वासाइ वसइ गिहवासे । अम्मापिइहिं भयवं देवत्तगएहिं पव्वइओ ॥४६०॥ गमनिका-'हस्तोत्तरायोगेन' उत्तराफाल्गुनीयोगेनेत्यर्थः, कुण्डग्रामे नगरे क्षत्रियो 'जात्यः' उत्कृष्ट इत्यर्थः, वज्रऋषभसंहननो भव्यजनविबोधको वीरः, किम् ?-मातापितृभ्यां भगवान् देवत्वगताभ्यां प्रव्रजित इति योग: । द्वितीयगाथागमनिका-'सः' भगवान् देवपरिगृहीतः त्रिंशद्वर्षाणि 10 वसति, उपित्वा वा पाठान्तरं, गृहवासे शेषं व्याख्यातमेव ॥४५९-४६०॥ साम्प्रतं भाष्यकार: प्रतिद्वारं अवयवार्थं व्याख्यानयति-संवच्छेरण०' गाथेत्यादिना ભગવાને કહ્યું, “મને ઉદ્દેશીને ભોજદિનો આરંભ કરવો નહિ” સ્વજનોએ વાત સ્વીકારી. તેથી ભગવાન અચિત્ત અને નિર્દોષ એવા આહારને વાપરીને તથા કાચા પાણીને પણ પીધા વિના (અર્થાત્ અચિત્ત પાણીને પીતા) બેવર્ષ સંસારમાં અધિક રહ્યા. તે બેવર્ષના ગાળા દરમિયાન 15. (એક વર્ષ પૂર્ણ થયા પછી) પ્રભુએ મહાદાન આપ્યું અને લોકાન્તિકદેવોવડે પ્રતિબોધ કરાયા. પ્રભુએ (સ્વજનોએ માંગેલી બેવર્ષની) મુદત પૂર્ણ થયેલી જાણીને દીક્ષા લીધી. અવતરણિકા : આ જ અર્થને સંક્ષેપથી પ્રતિપાદન કરવા નિર્યુક્તિકાર કહે છે હું ગાથાર્થ : ક્ષત્રિય, જાતિમાનું, વજરૂષભસંઘયણવાળા, ભવ્યજનને બોધ આપનારા એવા પ્રભુવીર કુંડગ્રામનગરમાં હસ્તોત્તરાનક્ષત્રમાં (દીક્ષા ગ્રહણ કરે છે એમ આગળ અન્વયે જોડવો.) 20 ગાથાર્થ : દેવથી પરિવરેલા તે પ્રભુ ગૃહાવસ્થામાં ત્રીસ વર્ષ રહે છે. માતા-પિતા દેવત્વને પામતે છતે પ્રભુએ પ્રવ્રજ્યા લીધી. ટીકાર્થ : વજઋષભસંઘયણવાળા, જાતિમાનું, ભવ્યજીવોને બોધ આપનારા પ્રભુવીરે માતા-પિતા દેવત્વને પામતા ઉત્તરાફાલ્ગનીનક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થતાં કુંડગ્રામનગરમાં પ્રવ્રયા ગ્રહણ કરી એ પ્રમાણે અન્વય જોડવો. હવે બીજી ગાથાનો અર્થ કરે છે – દેવોથી પરિવરેલા 25 તે ભગવાન સ્ત્રી વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. શેષ ઉત્તરાર્ધ પ્રથમગાથાના અર્થમાં કહેવાય ગયેલ છે. ૪પ૯-૪૬oll અવતરણિકા : (પૂર્વે ગાથા ૪૫૯ની અવતરણિકામાં કહ્યું કે ભગવાન મહાદાન આપ્યું, લોકાન્તિકદેવોએ પ્રતિબોધ કર્યો અને પછી પ્રભુએ દીક્ષા લીધી આ વાતને જણાવવા માટે) ભાષ્યકાર પ્રતિકારને = દાનદારને, સંબોધનધારને તથા નિષ્ક્રમણદ્વારને વિસ્તારથી જણાવે 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy