________________
૧૫ર જ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
तिहि नाणेहि समग्गो देवी तिसलाइ सो अ कुच्छिसि ।
अह वसइ सण्णिगब्भो छम्मासे अद्धमासं च ॥५८॥ (भा.) નિ–અથ' પદારીનન્ત વસતિ સંસી વાર્તા જર્મતિ સમાપ્ત:, સ્વ ?–વ્યાઃ त्रिशलायाः स तु कुक्षौ, आह-सर्वो गर्भस्थः संज्येव भवतीति विशेषणवैफल्यं, न, दृष्टिवादोपदेशेन 5 विशेषणत्वात्, स च ज्ञानद्वयवानपि भवत्यत आह-त्रिभिर्ज्ञान:-मतिश्रुतावधिभिः समग्रः । कियन्तं कालमित्याह-षण्मासान् अर्धमासं चेति गाथार्थः ॥५८॥
अह सत्तमंमि मासे गब्भत्थो चेवऽभिग्गहं गिण्हे।
नाहं समणो होहं अम्मापिअरंमि जीवंते ॥५९॥ (भा.) गमनिका-अथ सप्तमे मासे गर्भादारभ्य तयोर्मातापित्रोर्गर्भप्रयत्नकरणेनात्यन्तस्नेहं विज्ञाय 10 अहो ममोपर्यतीव अनयोः स्नेह इति यद्यहमनयोः जीवतोः प्रव्रज्यां गृह्णामि नूनं न भवत
एतावित्यतो गर्भस्थ एव अभिग्रहं गृह्णाति, ज्ञानत्रयोपेतत्वात् । किंविशिष्टमित्याह-नाहं श्रमणो भविष्यामि मातापित्रोर्जीवतोरिति गाथार्थः ॥५९॥ एवं
दोण्हं वरमहिलाणं गब्भे वसिऊण गब्भसुकुमालो । नवमासे पडिपुण्णे सत्त य दिवसे समइरेगे ॥६०॥ (भा.)
15 ગાથાર્થ : ત્રિશલાદેવીની કુક્ષિમાં ત્રણજ્ઞાનથી પૂર્ણ સંજ્ઞીગર્ભ સાડાછમાસ સુધી રહે છે.
ટીકાર્થ : અપહરણ (સંહરણ) કર્યા બાદ ત્રણ જ્ઞાનથી યુક્ત સંજ્ઞીગર્ભ દેવ ત્રિશલાની કુક્ષિમાં સાડાછમાસ રહે છે.
શંકા : ગર્ભમાં રહેલો જીવ સંજ્ઞી જ હોય છે, તો સંજ્ઞી એવો ગર્ભ એ પ્રમાણે ગર્ભનું સંજ્ઞી વિશેષણ નિરર્થક છે.
સમાધાન અહીં સંજ્ઞી તરીકે દૃષ્ટિવાદોપદેશિકીસંજ્ઞાવાળો (અર્થાતુ સમ્યક્ત્વી) જીવ ગ્રહણ કરેલ હોવાથી વિશેષણ વ્યર્થ થશે નહિ. આવો જીવ બે જ્ઞાનવાળો પણ હોઈ શકે છે તેથી ખુલાસો કરે છે કે પ્રભુ મતિ–શ્રુત-અવધિ એમ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. કેટલો કાળ રહ્યા? તે કહે છે કે સાડા છ માસ. પટ
ગાથાર્થ : તમા મહિને ગર્ભમાં રહેલા પ્રભુએ અભિગ્રહ ધારણ કર્યો કે, “માતા-પિતા 25 જીવતે છતે હું શ્રમણ થઈશ નહિ.”
ટીકાર્થઃ ગર્ભથી લઈને સાતમા મહિને (દવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારથી ૭મા મહિને) પોતે ત્રણ જ્ઞાનયુક્ત હોવાથી ગર્ભ પ્રત્યેની માતા–પિતાની કાળજીથી તેમના સ્નેહને જાણી “અહો! મારી ઉપર આ લોકોનો અત્યંત સ્નેહ છે, તેથી જો હું માતા–પિતાના જીવતા દીક્ષા લઈશ તો
નક્કી તેઓ જીવી શકશે નહિ.” તેથી ગર્ભમાં જ અભિગ્રહધારણ કર્યો. કેવા પ્રકારના અભિગ્રહને 30 ધારણ કર્યો ? તે કહે છે કે, “માતા–પિતાના જીવતા હું શ્રમણ બનીશ નહિ.” /પા
ગાથાર્થ : ગર્ભથી સુકોમળ (એવા પ્રભુ) બંને મહિલાઓના ગર્ભમાં નવ મહિના અને સાયિક એવા સાત દિવસ રહીને,
* ૫ (મૂળે).