SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) गमनिका-'सुमिणेति' महास्वप्ना वक्तव्याः, यान् तीर्थकरजनन्यः पश्यन्ति, यथा च देवानन्दया प्रविशन्तो निष्क्रामन्तश्च दृष्टाः, त्रिशलया च प्रविशन्त इति । अवहारत्ति' अपहरणमपहार: स वक्तव्यो यथा भगवानपहृत इति । 'अभिग्गहेत्ति' अभिग्रहो वक्तव्यः, यथा भगवता गर्भस्थेनैव गृहीत इति । जम्मणेति' जन्मविधिर्वक्तव्यः । अभिसेउत्ति' अभिषेको वक्तव्यः, यथा विबुधनाथाः 5 कुर्वन्ति, 'वुड्डित्ति' वृद्धिर्वक्तव्या भगवतो यथाऽसौ वृद्धिं जगाम । 'सरणंति' जातिस्मरणं च वक्तव्यं । 'भेसणेति' यथा देवेन भेषितः तथा वक्तव्यं । 'विवाहेति' विवाहविधिर्वक्तव्यः । 'अवच्चेत्ति' अपत्यं-पुत्रभाण्डं वक्तव्यं । 'दाणेत्ति' निष्क्रमणकाले दानं वाच्यं । 'संबोहेति' संबोधनविधिर्वक्तव्यः यथा लोकान्तिकाः संबोधयन्ति । 'निक्खमणेत्ति' निष्क्रमणे च यो विधिरसौ वक्तव्य इति गाथासमुदायार्थः ॥४५८॥ 10 अवयवार्थं तु प्रतिद्वारं वक्ष्यति भाष्यकार एव, तत्र स्वप्नद्वारावयवार्थमभिधित्सुराह- . गय१ वसहर सीह३ अभिसेअ४ दाम५ ससि६ दिणयरं७ झयं८ कुम्भं९ । पउमसर१० सागर११ विमाणभवण१२ रयणुच्चय१३ सिहि च१४ ॥४६॥(भा.) गमनिका-गजं वृषभं सिंहं अभिषेकं दाम शशिनं दिनकर ध्वजं कुम्भं पद्मसरः सागरं विमानभवनं रत्नोच्चयं शिखिनं च, भावार्थः स्पष्ट एव, नवरं अभिषेक:-श्रियः परिगृह्यते, दाम-- 15 पुष्पदाम रत्नविचित्रं, विमानं च तद्भवनं च विमानभवनं-वैमानिकदेवनिवास इत्यर्थः, अथवा वैमानिकदेवप्रच्युतेभ्यः विमानं पश्यति, अधोलोकोद्वृत्तेभ्यस्तु भवनमिति, न तूभयमिति ॥ ટીકાર્થ : “સ્વપ્ન' દ્વારમાં તીર્થકરોની માતા જે મહાસ્વપ્નો જુએ છે તે કહેવા અને જે રીતે દેવાનંદાએ ગર્ભમાં જીવના પ્રવેશ વખતે તથા નિર્ગમન વખતે અને ત્રિશલામાતાએ પ્રવેશ વખતે સ્વપ્નો જોયા તે સ્વપ્નો કહેવા, “અપહરણ' ભગવાનનું અપહરણ જે રીતે થયું તે કહેવું, ‘અભિગ્રહ 20 ગર્ભમાં રહેલા ભગવાને જે અભિગ્રહ ધારણ કર્યો તે કહેવો, ‘જન્મ' આ દ્વારમાં જન્મની વિધિ કહેવી, “અભિષેક દેવેન્દ્રો જે રીતે અભિષેક કરે છે તે જણાવવો, વૃદ્ધિ' દ્વારમાં ‘ભગવાન જે રીતે વૃદ્ધિને પામ્યા તે કહેવું, ‘જાતિસ્મરણ' દ્વારમાં જાતિસ્મરણ કહેવું, “ભીતિ’ જે રીતે દેવોએ ભગવાનને ડરાવ્યા તે કહેવું, “વિવાહ”ની વિધિ જણાવવી, પુત્રો” પુત્રપરિવાર કહેવો, દાન” માં દીક્ષા વખતે આપેલું દાન જણાવવું, “સંબોધન' સંબોધનવિધિ જણાવવી જેમ કે લોકાન્તિક 25 દેવો સંબોધન કરે છે, દીક્ષા' દીક્ષાવિધિ જણાવવી. ગાથાનો આ સંક્ષેપાર્થ થયો. ll૪૫ટા અવતરણિકા : દરેક ધારનો વિસ્તારથી અર્થ ભાષ્યકાર જણાવે છે. તેમાં પ્રથમ “સ્વપ્ન” દ્વારની વાત કરે છે ? ગાથાર્થ : હાથી – ઋષભ – સિંહ – અભિષેક (લમી) – માળા – ચંદ્ર – સૂર્ય – • ધ્વજ – કુંભ – પદ્મસરોવર – સાગર – વિમાન/ભવન – રત્નોનો ઢગલો – અગ્નિ. 30 ટીકાઃ ગાથાર્થ મુજબ જ છે. માત્ર એટલું જાણવું કે અભિષેક લક્ષ્મીનો જાણવો, માળા – રત્નયુક્ત પુષ્પમાળા. વિમાનરૂપ જે ભવન તે વિમાનભવન અર્થાત્ વૈમાનિકદેવનો આવાસ. અથવા વૈમાનિકદેવમાંથી આવેલા તીર્થકરોની માતા વિમાનને જુએ છે અને અધોલોકમાંથી નીકળીને આવેલા તીર્થકરોની માતા ભવનને જુએ છે, પણ ઉભયને જોતી નથી. IIભા.૪૬
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy