________________
વિશ્વભૂતિનો ભવ * ૧૩૭ ताहे राया संतेउरपरियणो जुवराया य निग्गओ, ते तं खमावेंति, ण य तेसिं सो आणतिं गेण्हति । ततो बहूहिं छट्टट्टमादिएहिं अप्पाणं भावेमाणो विहरड़, एवं सो विहरमाणो महुरं नगरिं गतो । इओ य विसाहनंदी कुमारो तत्थ महुराए पिउच्छाए रण्णो अग्गमहिसीए धूआ लद्धेल्लिआ, तत्थ गतो, तत्थ से रायमग्गे आवासो दिण्णो । सो य विस्सभूती अणगारो मासखमणपारगणे हिंडतो तं पदेसमागओ जत्थ ठाणे विसाहणंदीकुमारो अच्छति, ताहे तस्स पुरिसेहिं कुमारो भण्णति-सामि ! 5 तु एयं न जाणह ? सो भणति न जाणामि, तेहिं भण्णति - एस सो विस्सभूती कुमारो, ततो तस्स तं दट्ठूण रोसो जाओ । एत्थंतरा सूतिआए गावीए पेल्लिओ पडिओ, ताहे तेहिं
कलयलो कओ, इमं च णेहिं भणिअं तं बलं तुज्झ कविट्ठपाडणं च कहिं गतं ?, ताहे णेण ततो पलोइयं दिट्ठो य णेण सो पावो, ताहे अमरिसेणं तं गावि अग्गसिंगेहिं गहाय उड्डुं उव्वहति,
તેની દીક્ષાની વાતને સાંભળી અંતઃપુર અને પરિજન સહિત રાજા અને યુવરાજ વિશ્વભૂતિ 10 પાસે આવે છે અને તેની પાસે ક્ષમા યાચે છે. પરંતુ વિશ્વભૂતિ તેમની વિનંતીને સ્વીકારતો નથી. ત્યાર પછી ઘણા છઠ્ઠ—અઠ્ઠમાદિ તપવડે પોતાને ભાવિત કરતો વિચરે છે. આ પ્રમાણે વિચરતા તે મથુરાનગરીમાં પહોંચ્યો. આ બાજુ વિશાખાનંદી પણ મથુરાનગરીમાં આવ્યો, કારણ કે ત્યાંના રાજાની પટરાણી કે જે વિશાખાનંદીની ફોઈ હતી તેની દીકરી સાથે વિશાખાનંદીની સગાઈ થયેલી હતી. ત્યાં તેને રાજમાર્ગમાં આવેલા મહેલમાં ઉતારો આપ્યો હતો.
15
માસક્ષપણના પારણે નગરીમાં ભમતો તે વિશ્વભૂતિ અાગાર તે પ્રદેશમાં આવ્યો કે જ્યાં વિશાખાનંદી કુમાર રહેલો હતો. ત્યાં તેના માણસોએ વિશાખાનંદીને કહ્યું, “સ્વામી ! શું તમે આ પુરુષને નથી જાણતા ?” તેણે કહ્યું, “ના, હું જાણતો નથી.” ત્યારે માણસોએ કહ્યું, “તે આ વિશ્વભૂતિકુમાર છે.” તેથી તેને જોઈ વિશાખાનંદીને ગુસ્સો આવ્યો. તે દરમિયાન એક પ્રસૂતિવાળી ગાયે ધક્કો મારવાથી વિશ્વભૂતિ પડ્યો. તેથી તે માણસો મોટેથી 20 હસ્યા અને કહ્યું, “કોઠાના ફળને પાડનારું તારું તે બળ ક્યાં ગયું ?” ત્યારે વિશ્વભૂતિએ તે બાજુ જોયું ત્યાં તેણે પાપી વિશાખાનંદીને જોયો. ગુસ્સેથી તે ગાયને આગળના શિંગડાથી પકડી ઉપર ઉછાળી.
४०. तदा राजा सान्तःपुरपरिजनो युवराजश्च निर्गतः, ते तं क्षमयन्ति, न च तेषां स आज्ञप्तिं (विज्ञप्ति) गृह्णाति । ततो बहुभिः षष्ठाष्टमादिकैरात्मानं भावयन् विहरति, एवं स विहरन् मथुरां नगरीं गतः । 25 इतश्च विशाखनन्दी कुमारस्तत्र मथुरायां पितृष्वसू राज्ञोऽग्रमहिष्या दुहिता लब्धपूर्वा (इति) तत्र गतः, तत्र तस्य राजमार्गे आवासो दत्तः । स च विश्वभूतिरनगारः मासक्षपणपारणे हिण्डमानः तं प्रदेशमागतः यत्र स्थाने विशाखनन्दी कुमारः तिष्ठति, तदा तस्य पुरुषैः कुमारो भण्यते - स्वामिन् ! त्वं एनं न जानीथ ?, स भणति - न जानामि, तैर्भण्यते - एष स विश्वभूतिः कुमारः, ततस्तस्य तं दृष्ट्वा रोषो जातः । अत्रान्तरे प्रसूतया गवा प्रेरितः पतितः, तदा तैरुत्कृष्टकलकलः कृतः, इदं च तैर्भणितम् - तत् बलं तव कपित्थपातनं 30 च क्व गतं ?, तदाऽनेन ततः प्रलोकितं दृष्टश्चानेन स पापः तदाऽमर्षेण तां गां अग्रश्रृङ्गाभ्यां गृहीत्वोर्ध्वमुत्क्षिपति,