________________
૧૩૦ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ♦ સભાષાંતર (ભાગ-૨)
सह विहरन् पृच्छतां लोकानां कथयति धर्मं जिनप्रणीतमेव, धर्माक्षिप्तांश्च प्राणिन उपस्थितान् ददाति साधुभ्यः शिष्यानिति । अन्यदा स ग्लानः संवृत्तः साधवोऽप्यसंयतत्वान्न प्रतिजाग्रति, स चिन्तयति-निष्ठितार्थाः खलु एते, नासंयतस्य कुर्वन्ति, नापि ममैतान् कारयितुं युज्यते, तस्मात् कञ्चन प्रतिजागरकं दीक्षयामीति, अपगतरोगस्य च कपिलो नाम राजपुत्रो धर्मशुश्रूषया 5 तदन्तिकमागत इति कथिते साधुधर्मे स आह-यद्ययं मार्गः किमिति भवता एतदङ्गीकृतम् ?, मरीचिराह-पापोऽहं, 'लोएंदिये 'त्यादिदिभाषा पूर्ववत्, कपिलोऽपि कर्मोदयात् साधुधर्मानभिमुखः खल्वाह - तथापि किं भवद्दर्शने नास्त्येव धर्म इति, मरीचिरपिप्रचुरकर्मा खल्वयं न तीर्थकरोक्तं प्रतिपद्यते, वरं मे सहायः संवृत्त इति संचिन्त्याह-' कविला एत्थंपित्ति' अपिशब्दस्यैवकारार्थत्वात् निरुपचरितः खल्वत्रैव साधुमार्गे 'इहयंपित्ति' स्वल्पस्तु अत्रापि विद्यते इति गाथार्थः ॥४३७॥ सह्येवमाकर्ण्य तत्सकाश एव प्रव्रजितः, मरीचिनाऽप्यनेन दुर्वचनेन संसारोऽभिनिर्वर्त्तितः, त्रिपदीकाले च नीचैर्गोत्रं कर्म बद्धमिति ॥ अमुमेवार्थं प्रतिपादयन्नाह -
दुभासिएण इक्केण मरीई दुक्खसारं पत्तो ।
भमिओ कोडाकोडिं सागरसरिनामधेज्जाणं ॥ ४३८ ॥
10
મરીચિ સાધુઓ સાથે વિચરતા વિચરતા ધર્મની પૃચ્છા કરતા લોકોને ભગવાને કહેલો એવો જ 15 ધર્મ કહે છે. અને તે ધર્મથી ખેંચાયેલા, દીક્ષા માટે ઉપસ્થિત થયેલા શિષ્યોને સાધુઓ પાસે મોકલે છે. એકવાર તે ગ્લાન થયો. મરીચિ અસંયમી હોવાથી કોઈ સાધુઓ તેની સેવા કરતા નથી. મરીચિ વિચારે છે “આ સાધુઓ સમાપ્તાર્થવાળા (સાંસારિક સર્વપ્રયોજનોનો ત્યાગ કરનારા) છે તેથી અસંયતની વૈયાવચ્ચ તેઓ કરે નહિ અને તેઓની પાસે સેવા કરાવવી તે પણ મારા માટે યોગ્ય નથી. તેથી કોઈ સેવા કરનાર વ્યક્તિને દીક્ષા આપું.'
20 રોગ દૂર થયા પછી કપિલ નામનો રાજપુત્ર ધર્મ સાંભળવાની ઇચ્છાથી મરીચિ પાસે આવ્યો. મરીચિ તેને સાધુધર્મ કહે છે. ત્યારે તે પૂછે છે, “જો આ સાધુધર્મ જ શ્રેષ્ઠ હોય તો તમારાવડે આ પારિત્રજિકધર્મ શા માટે સ્વીકારાયો છે ?' મરીચિ કહે છે, “હું પાપી છું’” “તો” ફૅયિ..." વગેરે ગાથાઓવડે તે પૂર્વની જેમ પોતાનું વર્ણન કરે છે (કે ઈન્દ્રિય જીતી નથી વિગેરે.) કપિલ પણ કર્મના ઉદયના કારણે સાધુધર્મને સ્વીકારવાની ઇચ્છા ન હોવાથી કહે છે, 25 “તો પણ શું તમારા મતમાં ધર્મ છે જ નહિ ?'
“ભારેકર્મી એવો આ કપિલ તીર્થંકરે કહેલ ધર્મ સ્વીકારતો નથી તો મને જ સહાયક મળ્યો એ સારું છે” એમ વિચારી કહે છે “વાસ્તવિક ધર્મ તો સામાર્ગમાં જ છે. જ્યારે થોડોક ધર્મ તો અહીં (મારા મતમાં) પણ છે.” અહીં ગાથાર્થ પૂર્ણ થયો. આ પ્રમાણે સાંભળી કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી. મરીચિએ પણ આ દુષ્ટવચનવડે સંસાર ઊભો કર્યો અને ત્રિપદીના સમયે 30 (જ્યારે કુળનું અભિમાન કરતાં ત્રિપદી કરી ત્યારે) નીચગોત્રકર્મ બાંધ્યું.
અવતરણિકા : આ જ અર્થનું પ્રતિપાદન કરતા કહે છે
ગાથાર્થ : દુર્ભાષિત એવા એક વચનવડે મરીચિ દુઃખસાગરને પામ્યો. એક કોટાકોટી સાગરોપમ સંસારમાં ભમ્યો.