________________
૯૬ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) स आह-श्रावकाणां न सन्ति व्रतानि, किन्त्वस्माकं पञ्चाणुव्रतानि, कति शिक्षाव्रतानि ?, ते उक्तवन्तः-सप्त शिक्षाव्रतानि, य एवंभूतास्ते राज्ञो निवेदिताः, स च काकिणीरत्नेन तान् लाञ्छितवान्, पुनः षण्मासेन येऽन्ये भवन्ति तानपि लाञ्छितवान्, षण्मासकालादनुयोगं
कृतवान्, एवं ब्राह्मणाः संजाता इति । ते च स्वसुतान् साधुभ्यो दत्तवन्तः, ते च प्रव्रज्यां चक्रुः, 5 परीषहभीरवस्तु श्रावका एवासन्निति । इयं च भरतराज्यस्थितिः, आदित्ययशसस्तु काकिणीरत्नं
नासीत्, सुवर्णमयानि यज्ञोपवीतानि कृतवान्, महायशःप्रभृतयस्तु केचन रूप्यमयानि, केचन विचित्रपट्टसूत्रमयानि, इत्येवं यज्ञोपवीतप्रसिद्धिः। ___ अमुमेवार्थं समोसरणेत्यादिगाथया प्रतिपादयति
समुसरण भत्त उग्गह अंगुलि झय सक्क सावया अहिआ ।
जेआ वड्डइ कागिणिलंछण अणुसज्जणा अट्ठ ॥३६२॥ તમે કોણ છો ?.” “શ્રાવક છું.” “શ્રાવકોને કેટલા વ્રતો હોય છે?” ત્યારે સામે રહેલ શ્રાવક કહેતો, “શ્રાવકોને વ્રતો હોતા નથી, કિંતુ અમને અણુવતો હોય છે.” “શિક્ષવ્રતો કેટલા હોય?” શ્રાવકોએ જવાબ આપ્યો – “સાત શિક્ષાવ્રતો હોય છે.”
આ રીતે જેઓ વ્યવસ્થિત જવાબ આપતા હતા તેઓનું રાજાને નિવેદન કર્યું. તેથી રાજાએ 15 તેઓને વિષે કાકિણીરત્નવડે ચિત્વ કર્યું (આવા ચિહ્નવાળા જે હોય તે શ્રાવકો જાણવા અને તેમને
જમાડવા એવું જણાવવા ચિહ્ન કર્યું.) વળી છ મહિને કોઈ નવા શ્રાવક થતાં તેઓને પણ ચિહ્ન કરાતું. છ મહિના પછી અનુયોગ કરવામાં આવતો અર્થાત્ દર છ મહિને પરીક્ષા કરવામાં આવતી. આ પ્રમાણે બ્રાહ્મણો ઉત્પન્ન થયા. (અર્થાત્ છ મહિને પરિક્ષા કરી જે શ્રાવકો હોય
તેઓને કાકિણીરત્નવડે ચિહ્ન કરવામાં આવતું. આ ચિહ્ન એટલે વર્તમાનમાં ઓળખાતી જનોઈ 20 કે જે બ્રાહ્મણો પહેરે છે. ત્યારથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ.)
તે શ્રાવકોએ પોતાના પુત્રો સાધુઓને આપ્યા. તે પુત્રોએ દીક્ષા લીધી. પરંતુ તે પુત્રોમાંથી જે પરિષહભીરુ હતા તેઓ શ્રાવક જ રહ્યા. આ પ્રમાણેની ભરતના રાજયની વ્યવસ્થા હતી.
જ્યારે તેના પછી થનાર આદિત્યયશ નામના રાજા પાસે કાકિણીરત્ન ન હોવાથી સુવર્ણમય
જનોઈ તૈયાર કરાવી. ત્યાર પછીના મહાયશ વગેરે કેટલાક રાજા થયા જેઓએ ચાંદીની જનોઈ 25 રાખી. ત્યાર પછી કેટલાકોએ જુદા જુદા વસ્ત્રોના સુતરાઉ દોરાથી બનાવેલી યજ્ઞોપવિત (જનોઈ) રાખી. આ પ્રમાણે જનોઈની પ્રસિદ્ધિ થઈ.
અવતરણિકા : આ જ અર્થને હવે પછીની સમવસરણ ઈત્યાદિ ગાથાવડે પ્રતિપાદન કરે
ગાથાર્થ : સમોવસરણ – ભોજન – અવગ્રહ – આંગળી – ધ્વજ – શક્ર – શ્રાવકો 30 અધિક છે – તમે જિતાયેલા છો – ભય વધે છે – કાકિણીથી લાંછન – આઠ પુરુષો સુધી
ધર્મનું અનુસરવું.