SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત પછી આદિત્યયશાદિ રાજાઓ (નિ. ૩૬૩-૩૬૪) *** ૯૭ गमनिका - समवसरणं भगवतोऽष्टापदे खल्वासीत्, भक्तं भरतेनानीतं, तदग्रहणोन्माथिते सति भरते देवेशो भगवन्तमवग्रहं पृष्टवान्, भगवांश्च तस्मै प्रतिपादितवान् । 'अंगुलि झय'त्ति भरतनृपतिना देवलोकनिवासिरूपपृच्छायां कृतायां इन्द्रेण अङ्गुलिः प्रदर्शिता, तत एवारभ्य ध्वजोत्सवः प्रवृत्तः । ‘सक्कत्ति भरतनृपतिना किमनेनाहारेण कार्यमिति पृष्टः शक्रोऽभिहितवान्त्वदधिकेभ्यो दीयतामिति, पर्यालोचयता ज्ञातं - श्रावका अधिका इति । 'जेया वइत्ति' 5 प्राकृतशैल्या 'जितो भवान् वर्धते भयं भुक्तोत्तरकालं ते उक्तवन्तः, 'कागिणिलंछणत्ति' प्रचुरत्वात् काकिणीरत्नेन लाञ्छनं-चिह्नं तेषां कृतमासीत् 'अणुसज्जणा अट्ठत्ति अष्टौ पुरुषान् यावदयं धर्मः प्रवृत्तः, अष्टौ वा तीर्थकरान् यावदिति गाथार्थः ॥ तत ऊर्ध्वं मिथ्यात्वमुपगता इति રૂદ્રા राया आइच्चजसो महाजसे अइबले स बलभद्दे । बलविरिए कत्तविरिए जलविरिए दंडविरिए य ॥ ३६३ ॥ भावार्थ: सुगम एवेति गाथार्थः ॥ एहिं अद्धभहं सयलं भुत्तं सिरेण धरिओ अ । पवरो जिणिदमउडो सेसेहिं न चाइओ वोढुं ॥ ३६४॥ 10 ટીકાર્થ : અષ્ટાપદ ઉપર ભગવાનનું સમોવસરણ થયું. ભરત ભોજન લાવ્યા. તેના 15 અગ્રહણથી આકુલવ્યાકુલ થતાં ઇન્દ્રે ભગવાનને અવગ્રહને પૂછ્યો અને ભગવાને તેને જવાબ આપ્યો. ‘આંગળી—ધ્વજ' ભરતરાજાવડે દેવલોકમાં રહેનારના રૂપની પૃચ્છા કરતાં ઇન્દ્રવડે આંગળી દેખાડાઈ. ત્યારથી લઈ ધ્વજ–ઉત્સવ શરૂ થયો. ‘શક્ર' ભરતરાજાવડે ‘આ આહારનું શું કરવું ?’ એ પ્રમાણે પૂછાયેલા ઇન્દ્રે કહ્યું, “તમારાથી અધિક ગુણવાળાઓને આપો.’’ વિચારતા જાણ્યું કે, ‘શ્રાવકો ગુણમાં અધિક છે.’ તે શ્રાવકો જમ્યા પછી ‘તમે જિતાયેલા છો, તમને ભય 20 વધે છે' એ પ્રમાણે બોલતા હતા. ‘કાંકિણીલાંછન' લોકો ઘણાં હોવાથી કાકિણીરત્નવડે શ્રાવકોને ચિહ્ન કરવામાં આવ્યું. આઠ પુરુષો સુધી અનુસરવું’ આઠ પુરુષો સુધી (ભરતરાજા પછી બીજા આઠ રાજા સુધી) આ ધર્મ ચાલુ રહ્યો. (અર્થાત્ ભરતની પાટે આવેલા ૮ રાજાઓ આ રીતે શ્રાવકને જમાડતા હતા.) અથવા આઠ તીર્થંકરો સુધી ચાલુ રહ્યો. ત્યાર પછી બ્રાહ્મણો મિથ્યાત્વને પામ્યા. ॥૩૬૨॥ ગાથાર્થ : (ભરતરાજા પછી) આદિત્યયશ, મહાયશ, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કાર્તવીર્ય, જલવીર્ય અને દંડવીર્યરાજા થઈ ગયા. ટીકાર્થ : ભાવાર્થ સુગમ જ છે. II૩૬૩॥ ગાથાર્થ : આ રાજાઓવડે અર્ધભરત ભોગવાયું. અને જિનેશ્વરનો શ્રેષ્ઠમુકુટ મસ્તકવડે ધારણ કરાયો. શેષ રાજાઓ તેને વહન કરવામાં સમર્થ ન થયા. — 25 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy