SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મરીચિવડે કુલિંગનું ચિંતન (નિ. ૩૫૨-૩૫૩) * ૮૯ एवमणुचितंतस्स निअगा मई समुप्पण्णा । लद्धो मए उवाओ जाया मे सासया बुद्धी ॥३५२॥ व्याख्या-'एवं' उक्तेन प्रकारेण अनुचिन्तयतस्तस्य निजा मतिः समुत्पन्ना, न परोपदेशेन, स ह्येवं चिन्तयामास-लब्धो मया वर्तमानकालोचितः खलूपायः, जाता मत शाश्वता बुद्धिः, शाश्वतेति आकालिकी प्रायो निरवद्यजीविकाहेतुत्वात् इति गाथार्थः ॥३५२॥ यदुक्तं 'इदं कुलिङ्गं अचिन्तयत्' तत्प्रदर्शनायाह समणा तिदंडविरया भगवंतो निहुअसंकुइअअंगा। अजिइंदिअदंडस्स उ होउ तिदंडं महं चिंधं ॥३५३॥ गमनिका-श्रमणाः मनोवाक्कायलक्षणत्रिदण्डविरताः, एश्वर्यादिभगयोगाद्भगवन्तः, निभृतानिअन्त:करणाशभव्यापारचिन्तनपरित्यागात् संकचितानि-अशुभकायव्यापारपरित्यागात् अङ्गानि येषां 10 ते तथोच्यन्ते, अहं तु नैवंविधो यतोऽत:-'अजितेन्दियेत्यादि' न जितानि इन्द्रियाणि-चक्षुरादीनी दण्डाश्च-मनोवाक्कायलक्षणा येन स तथोच्यते, तस्य अजितेन्द्रियदण्डस्य तु भवतु त्रिदण्डं मम चिह्न, अविस्मरणार्थमिति गाथार्थः ॥३५३॥ ગાથાર્થ : આ પ્રમાણે ચિતવતા તે મરીચિને પોતાની મતિ ઉત્પન્ન થઈ. મારાવડે ઉપાય પ્રાપ્ત કરાયો. મારી બુદ્ધિ શાશ્વત થઈ. 15 ટીકાર્થ : આ પ્રમાણે અર્થાત્ ઉપર બતાવેલ પ્રમાણે વિચારતા તેને બીજાના ઉપદેશ વિના પોતાને જ મતિ ઉત્પન્ન થઈ (અર્થાત્ તેને પોતાને જ વિચાર આવ્યો). તેણે આ પ્રમાણે વિચાર્યું - “મને વર્તમાનકાળને ઉચિત (અર્થાત્ ગૃહસ્થપણું અને શ્રમણ્યગુણોનું અનુપાલન, બંને અશક્ય હોવાથી ત્રીજા માર્ગને ઉચિત) ઉપાય મળી ગયો. મારી બુદ્ધિ શાશ્વત થઈ છે. (અર્થાત્ મારો આ વિચાર કાયમ માટેનો છે.) અહીં “શાશ્વત” એટલે કાયમ માટેની (જેમાં ફેરફાર ન કરવો પડે 20 એવી) આ બુદ્ધિ (વિચાર) થઈ કારણ કે આ બુદ્ધિ પ્રાય: (ઘણું કરીને) નિરવદ્ય આજીવિકાનું કારણ છે. (ભાવાર્થ : આ બુદ્ધિ=વિચાર ઘણું કરીને નિરવદ્ય આજીવિકાનું કારણ હોવાથી આજીવન આ પ્રમાણેનું જ હું જીવન જીવીશ.) ૩પરા અવતરણિકા : પૂર્વે જે કહ્યું “આ કુલિંગને વિચાર્યું તે કેવા પ્રકારનું કુલિંગ હતું તે પ્રતિપાદન કરે છે ? 25 ગાથાર્થ : શ્રમણો ત્રણદંડથી વિરત છે, ભગવાન છે, નિભૃત અને સંકુચિત અંગવાળા છે. ઈન્દ્રિય અને દંડને નહિ જીતનાર મને ત્રિદંડ ચિહ્નરૂપે થાઓ. ટીકાર્થ : શ્રમણો મન-વચન અને કાયારૂપ ત્રણદંડથી વિરત છે, ઐશ્વર્યાદિભગનો યોગ (સંબંધ) હોવાથી ભગવાન છે, મનના અશુભવ્યાપારોના ચિંતનનો પરિત્યાગ કરેલ હોવાથી નિભૂત અને અશુભકાયવ્યાપારનો પરિત્યાગ કરેલ હોવાથી સંકુચિત છે અંગો જેમના તેવા આ 30 શ્રમણો છે. જ્યારે હું આવા પ્રકારનો નથી. તેથી ચક્ષુ વગેરે ઈન્દ્રિયોને અને મન–વચન-કાયા રૂપ દંડોને નહિ જીતનાર મને ત્રિદંડ ચિહ્નરૂપે થાઓ, જેથી (મારે ઈન્દ્રિયો અને દંડો જીતવાના બાકી છે એ વાત) ભૂલી ન જાઉં. ૩૫૩.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy