SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) लोइंदिअमुंडा संजया उ अहयं खुरेण ससिहो अ । थूलगपाणिवहाओ वेरमणं मे सया होउ ॥३५४॥ गमनिका-मुण्डो हि द्विविधो भवति-द्रव्यतो भावतश्च, तत्रैते श्रमणा द्रव्यभावमुण्डाः, कथम् ?, लोचेन इन्द्रियैश्च मुण्डाः संयतास्तु, अहं पुनर्नेन्द्रियमुण्डो यतः अतः अलं द्रव्यमुण्डतया, 5 तस्मादहं क्षुरेण मुण्डः सशिखश्च भवामि, तथा सर्वप्राणिवधविरताः श्रमणा वर्त्तन्ते अहं तु नैवंविधो यतः अतः स्थूलप्राणातिपाताद्विरमणं मे सदा भवत्विति गाथार्थः ॥३५४॥ निक्किंचणा य समणा अकिंचणा मज्झ किंचणं होउ । सीलसुगंधा समणा अहयं सीलेण दुग्गंधो ॥३५५॥ गमनिका-निर्गतं किञ्चनं-हिरण्यादि येभ्यस्ते निष्किञ्चनाश्च श्रमणाः तथा अविद्यमानं 10 किञ्चनम्-अल्पमपि येषां तेऽकिञ्चना-जिनकल्पिकादयः, अहं तु नैवंविधो यतः अतो मार्गाविस्मृत्यर्थं मम किञ्चनं भवतु पवित्रिकादि । तथा शीलेन शोभनो गन्धो येषां ते तथाविधाः, अहं तु शीलेन दुर्गन्धः अतो गन्धचन्दनग्रहणं मे युक्तमिति गाथार्थः ॥३५५॥ तथा ववगयमोहा समणा मोहच्छण्णस्स छत्तयं होउ ।। अणुवाहणा य समणा मज्झं तु उवाहणा होन्तु ॥३५६॥ 15 ગાથાર્થ : સંયતો લોચ અને ઈન્દ્રિયવડે મુંડ છે. હું અસ્ત્રાવડે મુંડ અને શિખાવાળો થઈશ. તથા મને સદા ચૂલપ્રાણિવધથી વિરમણ થાઓ. , ટીકાર્થ : મુંડ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે થાય છે. તેમાં આ શ્રમણો દ્રવ્ય અને ભાવ બંનેથી મુંડ છે. કેવી રીતે ? તે કહે છે – લોચ કરવાવડે દ્રવ્યથી અને ઇન્દ્રિયોનું દમન કરવા વડે ભાવથી મુંડનવાળા સયતો છે. જે કારણથી હું ઈન્દ્રિયોથી મુંડ નથી તેથી દ્રવ્યમુંડતાવડે સર્યું. 20 (અર્થાત ભાવથી મુંડ ન હોવાથી દ્રવ્યમુંડ=લોચ પણ કરાવીશ નહિ.) તેથી હું અસ્ત્રાવડે મુંડન કરાવીશ અને શિખા (ચોટલી) રાખીશ. તથા સંયતો સર્વપ્રાણિઓના વધથી વિરત છે. હું એવો નથી. તેથી મને સદા શૂલપ્રાણાતિપાતથી વિરમણ થાઓ. ૩૫૪ તથા - ગાથાર્થ : શ્રમણો નિષ્કિચન અને અકિંચન છે મારે કંઈક થાઓ. શ્રમણો શીલરૂપ સુગંધવાળા છે. હું શીલવડે દુર્ગધી છું. 25 ટીકાર્થ : નીકળી ગયું છે હિરણ્યાદિ કિંચન જેમની પાસેથી તેવા નિષ્કિચન આ શ્રમણો છે. વળી અવિદ્યમાન છે અલ્પ એવો પણ પરિગ્રહ જેમની પાસે તે અકિંચન – જિનકલ્પિકો (અર્થાતુ બિલકુલ પરિગ્રહ વિનાના – પાતરા વિ. પણ ન રાખનારા કરપાત્રી) વગેરે, આ શ્રમણો છે. હું તો આવો નથી તેથી માર્ગની અવિસ્મૃતિ માટે મારી પાસે જનોઈ વગેરે હો. તથા શીલથી સુગંધવાળા આ શ્રમણો છે જયારે હું શીલથી દુર્ગધવાળો છું. તેથી સુરભિચંદનનું ગ્રહણ 30 કરવું મને ઘટે છે. //૩પપા તથા – ગાથાર્થ : શ્રમણો મોહ વિનાના છે. મોહથી આચ્છાદિત એવા મને છત્ર થાઓ. શ્રમણો ઉપાનહ(=જોડા) વિનાના છે. મારે ઉપાનહ થાઓ. * જી. +૦ઝન . A ૦ના નિ..
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy