________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
प्यक्षरमभिधीयते, अथवा अर्थान् क्षरति न च क्षीयते इत्यक्षरं तच्च समासतस्त्रिविधं, तद्यथासंज्ञाक्षरं व्यञ्जनाक्षरं लब्ध्यक्षरं चेति, संज्ञाक्षरं तत्र अक्षराकारविशेषः, यथा घटिकासंस्थानो धकारः, कुरुण्टिकासंस्थानश्चकार इत्यादि, तच्च ब्राह्म्यादिलिपीविधानादनेकविधं । तथा व्यञ्जनाक्षरं, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनं, व्यञ्जनं च तदक्षरं चेति व्यञ्जनाक्षरं, 5 तच्चेह सर्वमेव भाष्यमाणं अकारादि हकारान्तं, अर्थाभिव्यञ्जकत्वाच्छब्दस्य, तथा योऽक्षरोपलम्भः तत् लब्ध्यक्षरं तच्च ज्ञानं इन्द्रियमनोनिमित्तं श्रुतग्रन्थानुसारि तदावरणक्षयोपशमो वा । अत्र च संज्ञाक्षरं व्यञ्जनाक्षरं च द्रव्याक्षरमुक्तं, श्रुतज्ञानाख्यभावाक्षरकारणत्वात्, लब्ध्यक्षरं तु भावाक्षरं, विज्ञानात्मकत्वादिति । तत्र अक्षरश्रुतमिति अक्षरात्मकं श्रुतं अक्षरश्रुतं द्रव्याक्षराण्यधिकृत्य, अथवा अक्षरं च तत् श्रुतं च अक्षरश्रुतं, भावाक्षरमङ्गीकृत्य ॥१९॥ उक्तमक्षरश्रुतं, इदानीमनक्षरश्रुतस्वरूपाभिधित्सयाह
10
૭૪
ऊससिअं नीससिअं, निच्छूढं खासिअं च छीअं च । णीसिंधियैमणुसारं, अणक्खरं छेलियाई ॥२०॥
પ્રકારના જ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ બનતા હોવાથી અકારાદિ પણ અક્ષર તરીકે કહેવાય છે. અથવા જે અર્થોને ખરે છે અર્થાત્ પદાર્થોને જણાવે છે પણ પોતે ક્ષય પામતો નથી તે અક્ષર છે, તે સંક્ષેપથી 15 ત્રણ પ્રકારનાં છે ૧. સંજ્ઞાક્ષર ૨. વ્યંજનાક્ષર ૩. લધ્યક્ષ.
તેમા સંજ્ઞાક્ષર એટલે અક્ષરોના આકારવિશેષ જેમકે ઘટિકાના આકારવાળો ધકાર, કુટિકા (?) ના આકારવાળો ચકાર. (અહીં કહેવાનો આશય એ છે કે એક જ અક્ષર જુદી જુદી લિપિમાં જુદા જુદા આકારે હોય છે. આ જુદા જુદા આકારો જ સંજ્ઞાક્ષર કહેવાય છે.) આવા સંજ્ઞાક્ષરો બ્રાહ્મી લિપિ વગેરે જુદી જુદી લિપિની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. તથા જેમ દીપક ઘટને પ્રગટ કરે 20 છે તેમ જેના વડે પદાર્થો જણાય છે તે વ્યંજન કહેવાય છે. વ્યંજનાત્મક જે અક્ષરો તે વ્યંજનાક્ષર, એટલે કે અકારથી લઈ હકાર સુધીના બોલાતાં અક્ષરો વ્યંજનાક્ષરો કહેવાય છે કારણ કે આ અક્ષરો દ્વારા અર્થનો બોધ થાય છે.
30
તથા જે અક્ષરોનો બોધ તે લબ્ધિ—અક્ષર છે. લબ્ધિ—અક્ષર તરીકે શ્રુતગ્રંથાનુસારી ઈન્દ્રિયમનનાં નિમિત્તે થનારું જ્ઞાન અથવા તેના આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ. અહીં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર 25 શ્રુતજ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ હોવાથી દ્રવ્યાક્ષર જાણવા. તથા લબ્ધિ–અક્ષર એ જ્ઞાનાત્મક હોવાથી ભાવાક્ષરરૂપ છે. હવે પ્રથમ શ્રુતજ્ઞાનનો ભેદ બતાવે છે કે અક્ષરરૂપ જે શ્રુત તે અક્ષરશ્રુત આ વ્યાખ્યા દ્રવ્યાક્ષરો અર્થાત્ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરોની અપેક્ષાએ જાણવી. પરંતુ જે ક્ષય ન પામે તે અક્ષર આવો અર્થ કરતા હોય તો અક્ષર એવું જે શ્રુત તે અક્ષરશ્રુત અર્થાત્ ભાવાક્ષર = જ્ઞાન. ॥૧૯॥ અવતરણિકા : અક્ષરશ્રુત કહ્યું. હવે અનક્ષરશ્રુતનું સ્વરૂપ બતાવે છે. :
ગાથાર્થ ઉચ્છ્વાસ નિઃશ્વાસ, થૂંકવું, ખાંસી ખાવી, છીંક ખાવી, સુંઘવું, અનુસ્વાર તથા ચોરાદિસંજ્ઞા વિગેરે અનક્ષરશ્રુત છે.
૮૨. વિના સીòારપૂાાદ્યા: ! * નીસંધિય