SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) વ્યાવ્યા–તો ?, નૈવ પ્રતિપાયિતું, ‘મે' મમ 'વયિતું' પ્રતિપાયિતું ‘ત્તિ:’ સામર્થ્ય, જા: ?, પ્રતી:, તત્ર પ્રતો મેદ્દા:, સર્વાશ્ચ તા: પ્રતયશ્ચ સર્વપ્રતય:, श्रुतज्ञानस्य सर्वप्रकृतयः श्रुतज्ञानसर्वप्रकृतय इति समासः, ताः कुतो मे वर्णयितुं शक्ति: ?, कथं न शक्ति: ?, इह ये श्रुतग्रन्थानुसारिणो मतिविशेषास्तेऽपि श्रुतमिति प्रतिपादिताः, उक्त 5 - "तेऽविय मईविसेसे, सुयणाणब्भंतरे जाण" ताँश्चोत्कृष्टतः श्रुतधरोऽपि अभिलाप्यानपि सर्वान् न भाषते, तेषामनन्तत्वात् आयुषः परिमितत्वात् वाचः क्रमवृत्तित्वाच्चेति, अतोऽशक्तिः, ततः 'चतुर्दशविधनिक्षेपे' निक्षेपणं निक्षेपो नामादिविन्यासः, चतुर्दशविधश्चासौ निक्षेपश्चेति विग्रहस्तं श्रुतज्ञाने' श्रुतज्ञानविषयं चशब्दात् श्रुताज्ञानविषयं च, अपिशब्दात् उभयविषयं च, 96 ટીકાર્ય : પ્રતિપાદન કરવાની મારી શકિત ક્યાં છે ? શું પ્રતિપાદન કરવાની શકિત નથી ? () તે કહે છે—પ્રકૃતિઓ; અહીં પ્રકૃતિઓ,ભેદો એ સમાનાર્થી શબ્દો છે. સર્વ એવી તે પ્રકૃતિઓ તે સર્વપ્રકૃતિઓ, શ્રુતજ્ઞાનની સર્વપ્રકૃતિઓ તે શ્રુતજ્ઞાનસર્વપ્રકૃતિઓ એ પ્રમાણે સમાસ જાણવો.(અહીં અન્વય આ પ્રમાણે કરવો કે) શ્રુતજ્ઞાનના સર્વભેદોનું પ્રતિપાદન કરવા માટે મારી શક્તિ ક્યાં છે ? અર્થાત્ નથી જ. તે શા માટે નથી ? તેનો ઉત્તર આપતા કહે છે કે અહીં શ્રુતગ્રંથને અનુસારે જે બુદ્ધિ થાય છે તે પણ શ્રુતજ્ઞાન તરીકે કહેલી છે. કહ્યું છે – “તે બુદ્ધિઓ પણ શ્રુતજ્ઞાન તરીકે 15 કહેલી છે.’' ઉત્કૃષ્ટથી શ્રુતને ધારણ કરનાર એવા શ્રુતધરો પણ તે બુદ્ધિવિશેષોને અને સર્વ એવા અભિલા (બોલી શકાય) એવા પણ પદાર્થોને બોલી શક્તા નથી કારણ કે તે અભિલાપ્ય પદાર્થો અનંતા છે અને આયુષ્ય પરિમિત છે. તથા વચનની પ્રવૃત્તિ ક્રમથી થાય અર્થાત્ શબ્દો ક્રમશઃ નીકળે છે તેથી સંપૂર્ણ આયુષ્યમાં નિરંતર બોલવાનું રાખે તો પણ તે પદાર્થો અનંતા હોવાથી બધા બોલાય નહી. માટે જો આવા શ્રુતધરો પણ બોલી શક્તા ન હોય તો મારી શક્તિ ક્યાંથી હોય ? 2). આવા ગ્રંથકારનો આશય છે. આમ સંપૂર્ણ ભેદોને કહેવાની શક્તિ ન હોવાથી શ્રુતજ્ઞાનનો તથા મૂલગાથાનો દુ શબ્દથી શ્રુતઅજ્ઞાનનો અને ‘પિ' શબ્દથી ઉભયનો ચૌદ પ્રકારનો નામાદિ નિક્ષેપ કહીશ. તેમાં શ્રુતજ્ઞાન એટલે સમ્યશ્રુત, શ્રુત—અજ્ઞાન તરીકે અસંજ્ઞીશ્રુત તથા મિથ્યાશ્રુત અને ઉભયશ્રુત તરીકે દર્શનવિશેષના પરિગ્રહથી અક્ષર-અનક્ષરશ્રુત જાણવું. આ ત્રણે શ્રુતના નિક્ષેપને કહીશ (આશય 25 એ છે કે – અક્ષર અનક્ષરશ્રુત... આ બન્નેમાંથી કોઈ શ્રુત માત્ર જ્ઞાનરૂપ જ હોય, અજ્ઞાનરૂપ ન જ હોય એવું નથી. એમ સંજ્ઞી અસંજ્ઞીશ્રુતમાંથી પણ કોઈ જ્ઞાન રૂપ જ હોય એવું નથી એટલે કે અજ્ઞાનરૂપ પણ હોઈ શકે છે. જ્યારે સમ્યક્શ્રુત એ માત્ર જ્ઞાનરૂપ જ હોવાથી શ્રુતજ્ઞાન તરીકે સમ્યકૂશ્રુત જણાવેલ છે. એમ અજ્ઞાન માટે પણ અક્ષર અનક્ષરનો નિયમ નથી... સંજ્ઞીનો પણ નિયમ નથી, અર્થાત્ 30 સંજ્ઞીનું શ્રુતજ્ઞાન કે અજ્ઞાનરૂપ હોઈ શકે છે. જ્યારે અસંજ્ઞીનું શ્રુત કે મિથ્યાશ્રુત અજ્ઞાનરૂપ જ હોય. ७८. तानपि च मतिविशेषान् श्रुतज्ञानाभ्यन्तरे जानीहि (विशेषावश्यके १४३ ) । + नास्तीदं ૬-૨-૪-૬
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy