SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્દાત પદ્ધતિવડે ભાષા દ્રવ્યોથી લોકપૂરણનો નિષેધ (નિ. ૧૧) ૫૫ शेषसमयत्रयं पूर्ववद्-द्रष्टव्यमित्येवं पञ्चभिः समयैरापूर्यत इति । अन्ये तु जैनसमुद्घातगत्या लोकापूरणमिच्छन्ति, तेषां चाद्यसमये भाषायाः खलु ऊर्ध्वाधोगमनात् शेषदिक्षु न मिश्रशब्दश्रवणसंभवः, उक्तं चाविशेषेण - "भासासमसेढीओ, सद्दं जं सुणइ मीसयं सुणइ " ( ६ ) ति । अथ मतं- ' व्याख्यानतोऽर्थप्रतिपत्तिः' इति न्यायाद्दण्ड एव मिश्रश्रवणं भविष्यति, न* शेषदिक्ष्विति, ततश्चादोष इति, अत्रोच्यते, 5 एवमपि त्रिभिः समयैर्लोकापूरणमापद्यते, न चतुःसमयसंभवोऽस्ति, कथम् ? - प्रथमसमयानन्तरमेव शेषदिक्षु पराघातद्रव्यसद्भावात् द्वितीयसमय एव मन्थानसिद्धेः, तृतीये च तदन्तरालापूरणात् इति । आह - जैनसमुद्धातवच्चतुर्भिरेवापूरणं भविष्यतीति को दोष इति, अत्रोच्यते, न, ચાર અને પાંચ સમયમાં ભાષા લોકને વ્યાપે છે. અહીં કેટલાક આચાર્યો કેવલિસમુદ્ધાતની પદ્ધતિથી લોકનું આપૂરણ ઇચ્છે છે. (અર્થાત્ તેઓનું એવું કહેવું છે કે જેમ કેવલિસમુદ્ધાતમાં પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મન્થાન અને ચોથા સમયે અપાન્તરાલનું પૂરણ થાય છે. તે જ પદ્ધતિ અહીં પણ જાણવી. આમ, મૂલગાથામાં કહેલા ચાર સમયોને અન્ય આચાર્યો આ રીતે ઘટાડે છે. મૂલગાથામાં કહેલા ચાર સમયો ટીકાકાર અન્ય રીતે ઘટાડે છે જે ઉપર જોઈ ગયા. છતાં સંક્ષેપથી ફરી જોઈ લઈએ. ટીકાકારના મતે 15 પ્રથમ સમયે અંતર્નાડીમાં પુદ્ગલોનો પ્રવેશ, બીજા સમયે છ દંડ, ત્રીજા સમયે મન્થાન અને ચોથા સમયે અપાન્તરાલોનું પૂરણ.) અન્ય આચાર્યોના મતે પ્રથમ સમયે સમુદ્ધાતની જેમ પુદ્ગલોનું ઊર્ધ્વ–અધો ગમન થવાથી શેષ દિશાઓમાં મિશ્રશબ્દોનું શ્રવણ થશે નહીં. જ્યારે મૂળગાથામાં જે કહ્યું છે “ભાષાની સમશ્રેણિમાં રહેલી વ્યક્તિ મિશ્રશબ્દને સાંભળે છે.” તેની સાથે વિરોધ આવે છે. તેથી તે અન્ય આચાર્યોનો મત 20 યોગ્ય નથી. 10 અન્ય આચાર્યો : મૂળગાથામાં જે વાત કરી છે તે સામાન્યથી કહી છે. અને “વ્યાખ્યાનથી અર્થની પ્રતિપત્તિ અર્થાત્ વિશેષ બોધ થાય છે.” એ ન્યાયે માત્ર દંડમાં જ મિશ્રશ્રવણ થશે પણ શેદિશામાં નહીં. (કહેવાનો આશય એ છે કે મૂળગાથામાં ભાષાની સમશ્રેણિમાં મિશ્રશબ્દોનું શ્રવણ જે કહ્યું છે, તે સમુદ્ધાતની પદ્ધતિથી પ્રથમ સમયે ઊર્ધ્વ–અધો જ પુદ્ગલોનું ગમન થતું હોવાથી 25 “ભાષાની સમશ્રેણિમાં એટલે કે ઊર્ધ્વ–અધોરૂપ દંડમાં” આવો અર્થ સમજી માત્ર દંડમાં જ મિશ્ર શ્રવણ સમજવું જેથી કોઈ વિરોધ આવશે નહીં.) ટીકાકાર : જો આ રીતે સમુદ્દાતની પદ્ધતિથી લોકનું પૂરણ માનશો. તો તે ત્રણ સમયમાં જ થઈ જશે પણ ચાર સમય ઘટશે નહીં. તે આ રીતે કે પ્રથમ સમય પછી શેષદિશામાં વાસિતદ્રવ્યો જવાથી બીજા સમયે જ મન્થાન થઈ જશે (પણ કપાટ નહીં) અને ત્રીજા સમયે અવાન્તરણનું પૂરણ 30 થતાં ત્રણ સમયમાં જ લોક પૂરાઈ જતા મૂળગાથામાં જે ચાર સમયો કહ્યા તે ઘટશે નહીં. અન્યાચાર્યો ઃ કેવલિસમુદ્દાતની જેમ (જ બીજા સમયે માત્ર કપાટની રચના માનો તો) ચાર ૬૦. વેનિસમુદ્ધાતમર્યાદ્યા । * ના.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy