________________
૪૬ મક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
__ अत्र कश्चिदाह-ननु कायिकेनैव गृह्णातीत्येतद् युक्तं, तस्यात्मव्यापाररूपत्वात्, निसृजति तु कथं वाचिकेन ?, को वाऽयं वाग्योग इति । किं वागेव व्यापारापन्ना आहोश्चित् तद्विसर्गहेतुः कायसंरम्भ इति ?, यदि पूर्वो विकल्पः, स खल्वयुक्तः, तस्या योगत्वानुपपत्तेः,
तथा च न वाक्केवला जीवव्यापारः, तस्याः पुद्गलमात्रपरिणामरूपत्वात्, रसादिवत्, योगश्चात्मनः 5 शरीरवतो व्यापार इति, न च तया भाषया निसृज्यते, किन्तु सैव निसृज्यत इत्युक्तं, अथ
द्वितीयः पक्षः, ततः स कायव्यापार एवेतिकृत्वा कायिकेनैव निसृजतीत्यापन्नं, अनिष्टं चैतत् इति, अत्रोच्यते, न अभिप्रायापरिज्ञानात्, इह तनुयोगविशेष एव वाग्योगो मनोयोगश्चेति, कायव्यापारशून्यस्य सिद्धवत् तदभावप्रसङ्गात्, ततश्चात्मनः शरीरव्यापारे सति येन
शब्दद्रव्योपादानं करोति स कायिकः, येन तु कायसंरम्भेण तान्येव मुञ्चति स वाचिक इति, 10 तथा येन मनोद्रव्याणि मन्यते स मानस इति, कायव्यापार एवायं व्यवहारार्थं त्रिधा विभक्त
શંકાઃ કાયિક્યોગ એ આત્મવ્યાપારરૂપ હોવાથી “આત્મા કાયિયોગ વડે ગ્રહણ કરે છે.” એ વાત ઘટે છે પણ “વાચિકયોગ વડે ત્યાગે છે” એ કેવી રીતે ઘટે ? (અહીં શંકાકારના મનમાં વાચિક્યોગ આત્મવ્યાપારરૂપ નથી પણ પુદ્ગલવ્યાપાર રૂપ છે, આવો પદાર્થ હોવાથી આ પ્રશ્ન કર્યો
છે એમ જાણવું.) અથવા આ વાયોગ શું છે? શું વ્યાપાર પામેલી વાણી પોતે વાયોગરૂપ છે કે 15 વાણીના ત્યાગનું કારણ એવો કાયવ્યાપાર એ વાયોગ છે ?
જો તમે એમ કહેશો કે ભાષા પોતે જ વાયોગરૂપ = આત્મ–વ્યાપારરૂપ છે તો તે ઘટશે નહીં કારણ કે વાણી=ભાષા પોતે વ્યાપારરૂપ થઈ શકતી નથી. ભાષા એ પોતે રસાદિની જેમ પુદ્ગલમાત્રરૂપ છે કંઈ જીવવ્યાપાર નથી. અને યોગ એ તો શરીરવાળા આત્માનો વ્યાપાર છે. તિથી
પુદ્ગલરૂપ ભાષા અને વ્યાપારનો મેળ બેસી શકે તેમ નથી.] તથા પૂર્વે તમે તો એમ કહ્યું છે કે ભાષા 20 પોતે ત્યજાય છે, પણ ભાષા વડે ત્યાગ થાય છે એવું નથી કહ્યું. તેથી માત્ર વાણી=ભાષા એ વચનયોગ બની શકતી નથી.
હવે જો બીજો પક્ષ સ્વીકારો કે ભાષાત્યાગનું કારણ એવો કાયસંરંભ (વ્યાપાર) એ વચનયોગ છે. તો એ તો કાયિકયોગ જ થયો તેથી “કાયિયોગ વડે ત્યાગે છે.” એવો અર્થ પ્રાપ્ત થયો. પરંતુ તે કેમ ઘટી શકે ? કારણ કે પૂર્વે તમે જે કહ્યું કે વચનયોગ વડે જોડે છે, તેનો વિરોધ થશે. 5 સમાધાન: અમારા અભિપ્રાયને જાણતા ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. વિશેષ પ્રકારનો કાયયોગ જ વચન અને મનોયોગ છે. જો આવું ન માનો તો કાયવ્યાપારથી શૂન્ય વ્યક્તિને સિદ્ધના જીવોની જેમ કાયયોગવિનાનો માનવાની આપત્તિ આવે. તેથી જયારે આત્માનો શરીરવ્યાપાર વર્તા રહ્યો છે ત્યારે જે વ્યાપાર વડે શબ્દદ્રવ્યોનું ગ્રહણ કરે છે તે કાયિકવ્યાપાર છે, જે વ્યાપાર વડે
શબ્દદ્રવ્યોને મૂકે છે તે વાચિકયોગ તથા જે વ્યાપાર વડે મનોદ્રવ્યોનો વિચાર કરે છે તે મનોયોગ છે. 30 આ કાયવ્યાપાર પોતે જ જુદી જુદી રીતે વ્યવહાર કરવા માટે ત્રણ ભાગમાં વહેંચાયેલો હોવાથી અહીં કોઈ દોષ રહેતો નથી.
७७. शब्दद्रव्यसंहतिरूपा भाषा । ७८. इतिहेतोः । ७९. व्यापारविशेषेण ।