________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
घ्राणेन्द्रियादिगण इत्येवं व्यागृणीयात् प्रतिपादयेदितियावत् । आह-भवतोक्तं योग्यदेशावस्थितमेव रूपं पश्यति, न पुनरयोग्यदेशावस्थितमिति, तत्र कियान् पुनश्चक्षुषो योग्यविषयः ?, किँतो वा देशादागतं श्रोत्रादि शब्दादि गृह्णातीति, उच्यते श्रोत्रं तावच्छब्दं जघन्यतः खल्वङ्गुलासंख्येयमात्राद्देशात्, उत्कृष्टतस्तु द्वादशभ्यो योजनेभ्य इति चक्षुरिन्द्रियमपि रूपं 5 जघन्येनाङ्गुलसंख्येयभागमात्रावस्थितं पश्यति, उत्कृष्टतस्तु योजन- शतसहस्त्राभ्यधिकव्यवस्थितं इति, घ्राणरसनस्पर्शनानि तु जघन्येनाङ्गुलासंख्येयभागमात्राद्देशादागतं गन्धादिकं ग्रह्णन्ति, उत्कृष्टतस्तु नवभ्यो योजनेभ्य इति । आत्माङ्गुलनिष्पन्नं चेह योजनं ग्राह्यमिति । आह-उक्तप्रमाणं विषयमुल्लङ्घय कस्माच्चक्षुरादीनि रूपादिकमर्थं न गृह्णन्तीति, उच्यते, सामर्थ्याभावात्, द्वादशभ्यो नवभ्यश्च योजनेभ्यः परतः समागतानां शब्दादिद्रव्याणां तथाविधपरिणामाभावच्च, मनसस्तु न क्षेत्रो 10 विषयपरिमणमस्ति, पुद्गलमात्रनिबन्धनाभावात्, इह यत् पुद्गलमात्रनिबन्ध नियतं न भवति, न જ ગંધાદિદ્રવ્યોને ઘ્રાણેન્દ્રિયાદિ ગ્રહણ કરે છે. (એમ પ્રજ્ઞાપક ગુરુ શિષ્યોને) પ્રતિપાદન કરે.
શંકા ઃ તમારાવડે કહેવાયું કે ચક્ષુ યોગ્ય દેશમાં રહેલ રૂપને ગ્રહણ કરે છે, પણ અયોગ્ય દેશમાં રહેલ રૂપને નહીં. તો ચક્ષુનો યોગ્ય વિષય કેટલો ? અથવા કેટલા દૂરના દેશમાંથી આવેલ શબ્દાદિને શ્રોત્રાદિ ગ્રહણ કરે છે ?
૩૮
15
સમાધાન : શ્રોત્રેન્દ્રિય જઘન્યથી અંગુલના અસંખ્યાતમાત્ર દૂરના દેશથી આવેલ શબ્દને અને ઉત્કૃષ્ટથી બાર યોજન દૂરથી આવેલ શબ્દને ગ્રહણ કરે છે. ચક્ષુ પણ જઘન્યથી અંગુલના અસંખ્યાતભાગ માત્ર દૂર દેશમાં અવસ્થિત રૂપને અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક એક લાખ યોજન દૂર રહેલ રૂપને જુએ છે. ઘ્રાણેન્દ્રિયાદિ ત્રિક જઘન્યથી અંગુલાસંખ્યાતભાગ માત્ર દૂરથી અને ઉત્કૃષ્ટથી નવયોજન દૂરથી આવેલ ગંધાદિકને ગ્રહણ કરે છે. અહીં આત્માંગુલથી બનેલું યોજન 20 ગ્રહણ કરવું.
શંકા : બતાવેલ પ્રમાણથી અધિક દૂરથી આવેલ રૂપાદિને ચક્ષુ વગેરે કેમ ગ્રહણ કરતા
નથી ?
સમાધાન :– પ્રમાણાધિક દૂરથી આવેલ રૂપાદિને ગ્રહણ કરવામાં ઇન્દ્રિયોનું સામર્થ્ય નથી અને બારયોજન દૂરથી આવેલ શબ્દદ્રવ્યોનો તથા નવયોજન દૂરથી આવેલ ગંધાદિ દ્રવ્યોનો તેવા 25 પ્રકારનો પરિણામ પણ રહેતો નથી. (અર્થાત્ પ્રમાણને ઓળંગ્યા પછી તે શબ્દાદિ પુદ્ગલો તથાસ્વભાવથી જ એવા મંદ પરિણામવાળા થાય છે કે જેથી સ્વવિષયક શ્રોત્રાદિ વિજ્ઞાન ઉત્પન્ન કરાવવામાં સમર્થ બનતા નથી.) મનનું ક્ષેત્રથી વિષય પરિમાણ નથી, કારણ કે મનના વિષય માત્ર પુદ્ગલો બનતા નથી (પણ બધું જ બને છે)
30
જે પુદ્ગલમાત્રના વિષયને નિયત હોય તેનું વિષય પરિમાણ હોય છે. (અર્થાત્ વિષયભૂત ५९. पुनः शब्देन विशेषितेऽस्पृष्टत्वे या भणितिस्तदपेक्षया प्राक् प्रश्नः, समग्रगाथापेक्षया विषयक्षेत्रपरिमाणज्ञानार्थश्च द्वितीय इति । ६०. सर्वेन्द्रियापेक्षया । ६१. प्राप्यकारीन्द्रियचतुष्कापेक्षया । ६२. क्षेत्रेति । ૬૩. વિષયતિ ।