________________
ચહ્યું અને મનનું અપ્રાપ્તકારીપણું (નિ. ૫) : ૩૯ तस्य विषयपरिमाणमस्ति, यथा केवलज्ञानस्य, यस्य च विषयपरिमाणमस्ति, तत्पुद्गलमात्रनिबन्धनियतं दृष्टं, यथाऽवधिज्ञानं मन:पर्यायज्ञानं वेति गाथासमासार्थः ॥
साम्प्रतं यदुक्तमासीत यथा “नयनमनसोरप्राप्तकारित्वं 'पुठं सुणेइ सदं' इत्यत्र वक्ष्यामः", तदुच्यते, नयनं योग्यदेशावस्थिताप्राप्तविषयपरिच्छेदकं, प्राप्तिनिबन्धनतत्कृतानुग्रहोपघातशून्यत्वात्, मनोवत्, स्पर्शनेन्द्रियं विपक्ष इति । आह-जलघृतवनस्पत्यालोकनेष्वनुग्रहसद्भावात् सूर्याद्यालोकनेषु 5 चोपघातसद्भावात् असिद्धो हेतुः, मनसोऽपि प्राप्तविषयपरिच्छेदकत्वात्साध्यविकलो दृष्टान्तः, પુદ્ગલના આધારે જ બોધ કરાવે એવું જેના માટે નિયત હોય તે પુદ્ગલમાત્રના નિબંધનને નિયત કહેવાય અને તેનું જ વિષયપરિમાણ હોય) જે આવું નથી હોતું તેનું વિષયપરિમાણ પણ હોતું નથી. જેમ કે કેવલજ્ઞાન. જેમનું વિષયપરિમાણ હોય તે પુદ્ગલમાત્રના નિબંધનને નિયત પણ હોય છે. જેમકે અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન, (ભાવાર્થ-અવધિ વગેરેનું ચોક્કસ વિષયપરિમાણ છે, તો તે પુગલમાત્ર 10 નિબંધનને નિયત પણ છે.) જયારે મને ચોક્કસ વિષયોને જ ગ્રહણ કરે એવું નથી.
પૂ ટીકાકારે કહ્યું હતું કે ચક્ષુ અને મનનું અપ્રાપ્તકારિપણું “પુૐ સુરૂ સદ્” ગાથામાં આગળ બતાવીશું, તે હવે બતાવે છે. (ઇન્દ્રિય વિષયનો બોધ કરે છે, તો તે પ્રાપ્તવિષયનો બોધ કરે છે કે અપ્રાપ્ત વિયનો બોધ કરે છે ? તે જાણવાનું ચિહ્ન એ છે કે, જો વિષય દ્વારા તે ઇન્દ્રિય ઉપર અનુગ્રહ (ઉપકાર) થયો હોય કે નુકસાન થયું હોય તો એમ કહેવાય કે તે વિષય ઇન્દ્રિયને પ્રાપ્ત થયો છે અર્થાત્ તે વિષયને !5 , ઇન્દ્રિય સાથે સંબંધ થયું છે એટલે કે તે ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. પરંતુ વિષય દ્વારા ઈન્દ્રિય ઉપર કોઈ અનુગ્રહ કે ઉપઘાત થયો ન હોય અને તે ઇન્દ્રિય વિષયનો બોધ કરતી હોય તો તે ઇન્દ્રિય અપ્રાપ્યકારી કહેવાય છે. માટે નક્કી એ થયું કે વિષયવડે કરાયેલ અનુગ્રહ કે ઉપઘાત એ વિષયની પ્રાપ્તિનું જ્ઞાપક છે.)
પ્રસ્તુતમાં ચક્ષુ ઉપર વિષયકૃત અનુગ્રહ કે ઉપધાત થતો ન હોવાથી ચક્ષુ યોગ્ય દેશમાં અવસ્થિત વિષયને પ્રાપ્ત કર્યા વિના બોધ કરનાર છે. (અર્થાત્ ચક્ષુ અપ્રાપ્યકારી છે.) દષ્ટાંત તરીકે 20 જેમ મન વિષયને પ્રાપ્ત કર્યા વિના બોધ કરે છે, તેમ ચક્ષુ માટે પણ જાણવું. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે જાણવો. પક્ષ-ચક્ષુ, સાધ્ય યોગ્યદેશાવસ્થિત એવા અપ્રાપ્ત વિષયનો પરિચ્છેદક છે. હેતુ=“પ્રાપ્તિના કારણભૂત વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાતથી શૂન્ય હોવાથી” દૃષ્ટાંત=જેમ કે મન, વિપક્ષ તરીકે સ્પર્શેન્દ્રિય છે. વિપક્ષ એટલે જે નિશ્ચિત સાધ્યના અભાવવાળો હોય. અહીં સાધ્ય તરીકે “યોગ્ય દેશમાં રહેલ એવા અપ્રાપ્ત વિષયનો બોધ કરનારપણું', તેનો અભાવ સ્પર્શેન્દ્રિયમાં 25 છે, કારણ કે વિષયકૃત ઉપઘાત કે અનુગ્રહ થતો હોવાથી સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત વિષયનો બોધ કરનારી છે. આમ, સ્પર્શેન્દ્રિયમાં સાધ્યાભાવ હોવાથી તે વિપક્ષ કહેવાય છે.)
શંકાઃ પાણી, ઘી, વનસ્પતિ વગેરેને જોતા આંખોમાં ઠંડકરૂપ અનુગ્રહ અને સૂર્યાદિને જોતા નુકસાન થતું હોવાથી ચક્ષુમાં વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાતની શૂન્યતારૂપ હેતુ સિદ્ધ થતો નથી (અર્થાત્ વિષયકૃત અનુગ્રહ–ઉપઘાત થાય જ છે) વળી વ્યક્તિ જ્યારે કંઈક વિચારતી હોય છે, ત્યારે 30
+ નિવચન. ૧-૨-૩-૪ !