________________
સ્પષ્ટ શબ્દ નિરર્થક નથી (નિ. ૫)
श्रोतारो भवन्ति - केचिद् उद्घाटितज्ञाः केचित् मध्यमबुद्धयः, - तथाऽन्ये प्रपञ्चज्ञा इति प्रपञ्चितज्ञानां अनुग्रहाय गम्यमानस्याप्यभिधानमदोषायैव, अथवा विशेषणसमासाङ्गीकरणाददोषः, स्पृष्टं च तद्वद्धं च स्पृष्टबद्धं तत्र स्पृष्टं गन्धादि विशेष्यं, बद्धमिति च विशेषणं । आहएवमपि स्पृष्टग्रहणमतिरिच्यते, यस्माद्यद्वद्धं न तत्स्पृष्टत्वव्यभिचारि, उभयपदव्यभिचारे च विशेषणविशेष्यभावो दृष्टो यथा नीलोत्पलमिति, न चेह उभयपदव्यभिचार:, अत्रोच्यते, नैष दोष:, 5 यस्मादेकपदव्यभिचारेऽपि विशेषणविशेष्यभावो दृष्टो, यथा अब्द्रव्यं पृथिवी द्रव्यमिति, भावनाअब् द्रव्यमेव, न द्रव्यत्वं व्यभिचरति, द्रव्यं पुनरब् चानब् चेति व्यभिचारि, अथ विशेषणविशेष्यभाव इति । प्रकृतभावार्थस्त्वयम् - आलिङ्गितानन्तरमात्मप्रदेशैरागृहीतं गन्धादि बादरत्वाद् अभावुकत्वात् अल्पद्रव्यरूपत्वात् घ्राणादीनां चापटुत्वात् गृह्णाति निश्चिनोति
૩૭
સમાધાન : ના, શાસ્ત્રનો આરંભ એ સર્વ શ્રોતાઓને નજરમાં રાખી કરવામાં આવતો હોવાથી 10 અહીં પણ સ્પષ્ટ શબ્દ નિરર્થક બનતો નથી. આશય એ છે કે ત્રણ પ્રકારના શ્રોતાઓ હોય છે. ૧. ઉદ્ઘાટિતજ્ઞ (તીવ્રક્ષયોપશમવાળા), ૨. મધ્યમબુદ્ધિવાળા અને ૩. વિસ્તારરૂચિવાળા (અલ્પક્ષયોપશમવાળા). તેમાં જે અલ્પક્ષયોપશમવાળા શ્રોતાઓ હોય છે, તેઓ ઉપર ઉપકાર કરવા માટે અર્થપત્તિથી જણાઈ જતા અર્થનું પણ કથન કરવામાં કોઈ દોષ નથી. (તેથી અહીં સ્પષ્ટતા બદ્ધ શબ્દ દ્વારા જણાઈ જતી હોવા છતાં સ્પષ્ટ શબ્દનું ઉચ્ચારણ નિરર્થક નથી.) અથવા વિશેષણ સમાસ 15 સ્વીકૃત હોવાથી કોઈ દોષ નથી અર્થાત્ સૃષ્ટ એવું તે બદ્ધ તે સ્પષ્ટબદ્ધ, આ પ્રમાણે સમાસ કરવો. તેમાં સ્પષ્ટ ગંધાદિ એ વિશેષ્ય અને બદ્ધ એ તેનું વિશેષણ જાણવું.
"
શંકા : તમે વિશેષણ વિશેષ્યભાવ ઘટાવ્યો, પણ જ્યાં ઉભયપદ વ્યભિચાર આવતો હોય, તે સ્થાને આ વિશેષ્યવિશેષણભાવ યોગ્ય છે. જેમકે “નીલોત્પલં’ અહીં જે નીલ હોય તે બધા ઉત્પલ હોય એવું બનતું નથી. તેમજ જે ઉત્પલ હોય તે બધા નીલ જ હોય એવું પણ બનતું નથી. તેથી અહીં 20 ઉભયપદ વ્યભિચાર હોવાથી ‘નીલ (શ્યામ) એવું ઉત્પલ’ એ પ્રમાણે વિશેષણવિશેષ્યભાવ ઘટે છે. જ્યારે સૃષ્ટબદ્ધમાં ઉભયપદવ્યભિચાર નથી, કારણ કે જે સ્પષ્ટ હોય તે બદ્ધ હોય એવું ન પણ બને, જે છતાં જે બદ્ધ હોય તે સ્પષ્ટત્વને વ્યભિચારી નથી અર્થાત્ જે બદ્ધ હોય તે સ્પષ્ટ હોવાનું જ છે. તેથી અહીં એકપદ વ્યભિચાર છે, પણ ઉભયપદ વ્યભિચાર નથી. તેથી વિશેષણવિશેષ્યભાવ અહીં યોગ્ય નથી અને એટલે સ્પષ્ટપદ વધારાનું જ છે.
સમાધાન : તમારી વાત યુક્તિયુક્ત નથી, કારણ કે એકપદ વ્યભિચારમાં પણ આ ભાવ દેખાયેલો છે. જેમ કે અદ્રવ્ય, પૃથિવીદ્રવ્ય. અહીં જે અપ્ (પાણી) હોય તે દ્રવ્ય હોય જ, પણ જે દ્રવ્ય હોય તે અરૂપ કે અનરૂપ (પાણી સિવાય અન્ય રૂપે) પણ હોય છે. આમ અહીં એકપદ વ્યભિચાર હોવા છતાં “અર્પી એવું જે દ્રવ્ય” આ પ્રમાણે વિશેષણવિશેષ્યભાવ છે. (અહીં અપ્ વિશેષ્ય છે અને દ્રવ્ય એ વિશેષણ છે) એમ અહીં પણ આ ભાવ યુક્તિયુક્ત છે.
30
ભાવાર્થ : ગંધાદિ દ્રવ્યો બાદર, અભાવુક અને અલ્પ હોવાથી તથા ઘ્રાણેન્દ્રિયાદિ અનિપુણ હોવાથી તે તે ઇન્દ્રિયો સાથે ગંધાદિ દ્રવ્યોનો સ્પર્શ થયા પછી આત્મપ્રદેશો વડે આત્મસાત્ કરાયા પછી * વા. + વેતિ.
૧૮. શ્રોત્રાપેક્ષયાન્વિ
25