SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पटुतरत्वात् स्पृष्टमात्रमेव शब्दद्रव्यनिवहं गृह्णाति । रूप्यत इति रूपं तद्रूपं पुनः, पश्यति गृह्णाति उपलभत इत्येकोऽर्थः, अस्पृष्टमनालिङ्गितं गन्धादिवन्न संबद्धमित्यर्थः, तुशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, रूपं पुनः पश्यति अस्पृष्टमेव, चक्षुषः अप्राप्तकारित्वादिति भावार्थः, पुन:शब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-अस्पृष्टमपि योग्यदेशावस्थितं, न पुनरयोग्यदेशावस्थितं 5 अमरलोकादि । गन्ध्यते घ्रायत इति गन्धस्तं, रस्यत इति रसस्तं च, स्पृश्यत इति स्पर्शस्तं च, चशब्दौ पूरणार्थों, ‘बद्धस्पृष्टं' इति बद्धमाश्लिष्टं नवशरावे तोयवदात्मप्रदेशैरात्मीकृतमित्यर्थः, स्पृष्टं पूर्ववत्, प्राकृतशैल्या चेत्थमुपन्यासो ‘बद्धपुटुं'ति, अर्थतस्तु स्पृष्टं च बद्धं च स्पृष्टबद्धं । आह-यद्वद्धं गन्धादि तत् स्पष्टं भवत्येव, अस्पृष्टस्य बन्धायोगात्, ततश्च स्पृष्टशब्दोच्चारणंगतार्थत्वादनर्थकमिति, उच्यते, सर्वश्रोतृसाधारणत्वाच्छास्त्रारम्भस्यायमदोष इति । त्रिप्रकारश्च 10 શ્રોત્રેન્દ્રિય અન્ય ઇન્દ્રિયો કરતાં વધુ નિપુણ હોવાથી આ દ્રવ્યસમૂહનો શ્રોત્રેન્દ્રિય સાથે માત્ર સંબંધ થતાં જ શ્રોત્રેન્દ્રિય શબ્દના દ્રવ્યસમૂહને ગ્રહણ કરે છે. જયારે અન્ય પ્રાણેન્દ્રિયાદિ પોતાની સાથે વિષયનો સંબંધ થવા સાથે આત્મપ્રદેશો વડે તે વિષય આત્મસાત થાય ત્યારે જ પોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે, અન્યથા નહીં. શ્રોત્રેન્દ્રિય પોતાનો વિષય (શબ્દ) આત્મપ્રદેશો વડે આત્મસાત ન થાય તો પણ સંબંધ માત્ર થતાં ગ્રહણ કરી શકે છે. આ જ એની 15 વિશેષતા છે.) જે દેખાય તે રૂ૫. ગંધાદિની જેમ સંબદ્ધ નહીં પણ અસ્પષ્ટ રૂપને ચક્ષુ જુએ છે. અહીં જુએ છે, ગ્રહણ કરે છે, બોધ કરે છે, આ ત્રણે એકાર્થક છે. મૂલગાથામાં રહેલ “તું” શબ્દ “જ”કારના અર્થમાં હોવાથી અસંબદ્ધ એવા જ રૂપને જુએ છે કારણ કે ચક્ષુ પોતે અપ્રાપ્યકારી છે. મૂલગાથામાં રહેલ “પુનઃ” શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. તે આ પ્રમાણે કે ચક્ષુ 20 અસંબદ્ધ એવા પણ યોગ્ય દેશમાં રહેલ રૂપને જુએ છે, પણ અયોગ્ય દેશમાં રહેલ દેવલોકાદિને જોતા નથી. જે સુંધાય તે ગંધ, જેનો સ્વાદ અનુભવાય તે રસ અને જે સ્પર્શાય તે સ્પર્શ. મૂળમાં આપેલા બંને “ચ' શબ્દો શ્લોકપૂર્તિ માટે જાણવા. આ ત્રણે વિષયો તે તે ઇન્દ્રિય સાથે સંબદ્ધ થયેલા અને નવા કોડિયામાં પાણીની જેમ આત્મપ્રદેશો વડે આત્મસાત થયેલા છતાં ગ્રહણ કરાય 25 છે. અહીં પ્રાકૃત શૈલીથી પ્રથમ “બદ્ધ” શબ્દ અને પછી “સ્પષ્ટ” શબ્દ ગૂંથાયેલ છે. જ્યારે અર્થ પ્રમાણે જોતા પ્રથમ “સ્પષ્ટ” અને પછી “બદ્ધ” શબ્દ જાણવો. (ભાવાર્થ – સ્પષ્ટ અને બદ્ધ એવા ગંધ, રસ અને સ્પર્શને તે તે ઇન્દ્રિયો ગ્રહણ કરે છે.) શંકા : જે વસ્તુ બદ્ધ હોય તે સ્પષ્ટ હોય જ, કારણ કે સ્પર્યા વિના તે વસ્તુ આત્મસાત્ થાય નહીં. તેથી ગંધાદિ વિષયો બદ્ધતાને પામેલા છતાં ગ્રહણ કરાય છે, આવું કહેવા દ્વારા જ 30 પૃષ્ટતા જણાઈ જતી હોવાથી પૃષ્ટ શબ્દ નિરર્થક બની જાય છે. ५७. स्पर्शाभावे बन्धाभावसत्त्वेऽपि स्पष्टत्वार्थमेतत्, घ्राणादीन्द्रियेभ्यो निपुणताख्यापनाय वा। * નાતીત. ૧-૨-૩-૪
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy