SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रबलावरणत्वात्, दर्शनस्य चाल्पावरणत्वादिति । स च द्विधा - व्यञ्जनावग्रहोऽर्थावग्रहश्च तत्र व्यञ्जनावग्रहपूर्वकत्वादर्थावग्रहस्य प्रथमं व्यञ्जनावग्रहः प्रतिपाद्यत इति । तत्र व्यञ्जनावग्रह इति कः शब्दार्थः ?, उच्यते, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनं तच्च उपकरणेन्द्रियं शब्दादिपरिणतद्रव्यसंघातो वा ततश्च व्यञ्जनेन उपकरणेन्द्रियेण शब्दादिपरिणतद्रव्याणां च 5 व्यञ्जनानां अवग्रहो व्यञ्जनावग्रह इति । अयं च नयनमनोवर्जेन्द्रियाणामवसेय इति, न तु नयनमनसोः, अप्राप्तकारित्वात्, अप्राप्तकारित्वं चानयोः “पुढं सुणेड़ सद्दं रूवं पुण पासई अपुटुं तु " इत्यत्र वक्ष्यामः । तथा च व्यञ्जनावग्रहचरमसमयोपात्तशब्दाद्यर्थावग्रहणलक्षणो ऽर्थावग्रहः, सामान्यमात्रनिर्देश्यग्रहणमेकसामयिकमिति भावार्थ: । ' तथा ' इत्यानन्तर्ये 'विचारणं' पर्यालोचनं अर्थानामित्यनुवर्त्तते, ईहनमीहा तां, ब्रुवत इति संबन्धः । एतदुक्तं भवति - अवग्रहादुत्तीर्णः 10 अवायात्पूर्वं सद्भूतार्थविशेषोपादानाभिमुखोऽसद्भूतार्थविशेषत्यागाभिमुखश्च प्रायो मधुरत्वादयः ३० 15 સમાધાન : જ્ઞાન એ પ્રબળ આવરણવાળું છે ને દર્શન અલ્પાવરણવાળું હોવાથી પ્રથમ દર્શન થાય છે, પણ જ્ઞાન નહીં. આ રીતે અવગ્રહની વ્યાખ્યા કહી. તે અવગ્રહ બે પ્રકારે છે ૧. વ્યંજનાવગ્રહ અને ૨. અર્થાવગ્રહ. તેમાં અર્થાવગ્રહ હંમેશા વ્યંજનાવગ્રહ પછી જ થનાર હોવાથી પ્રથમ વ્યંજનાવગ્રહની વ્યાખ્યા કરાય છે. તેમાં વ્યંજનાવગ્રહ શબ્દનો અર્થ શું છે ? તે કહે છે – જેમ દીપકવડે ઘટનો બોધ થાય છે, તેમ જેનાવડે અર્થ (રૂપ, રસ, ગંધાદિ તે તે ઇન્દ્રિયના વિષયોરૂપ અર્થ) પ્રગટ થતો હોય અર્થાત્ જણાતો હોય તે વસ્તુ વ્યંજન કહેવાય છે અને તે ઉપકરણ ઇન્દ્રિય અથવા શબ્દાદિમાં પરિણત દ્રવ્યોનો સમૂહ જાણવા. (કારણ કે આ દ્રવ્યોનો સમૂહ પોતે શબ્દ, રૂપ વગેરેમાં પરિણત થઈ શબ્દ, રૂપાદિને પ્રગટ કરે છે.) આ ઉપકરણેન્દ્રિયરૂપ વ્યંજનવડે શબ્દાદિમાં પરિણત દ્રવ્યસમૂહરૂપ વ્યંજનોનો જે અવગ્રહ તે વ્યંજનાવગ્રહ એ પ્રમાણે 20 સમાસ જાણવો. ચક્ષુ અને મન એ અપ્રાપ્યકારી હોવાથી આ બે સિવાય શેષ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ જાણવો. “પુદું મુળેષ સદ્ વં પુળ પાસરૂં અપુŕ તુ” ઇત્યાદિ ગાથાવડે ચક્ષુ અને મનનું અપ્રાપ્યકારીપણું (અપ્રાપ્યકારિતા=વિષયને પ્રાપ્ત કર્યા વિના જ બોધ કરાવવો.) ગ્રંથકારશ્રી આગળ કહેશે. વ્યંજનાવગ્રહના ચરમ સમયે ગ્રહણ કરાયેલ શબ્દાદિ અર્થોનું જે અવગ્રહણ તે અર્થાવગ્રહ 25 છે. જે સામાન્યમાત્ર અને તેથી જ અનિર્દેશ્ય વસ્તુના ગ્રહણ સ્વરૂપ એક સમયનો છે. મૂલગાથામાં ‘“તથા’” શબ્દ આનન્તર્યમાં અર્થાત્ “ત્યાર પછી” અર્થમાં વપરાયેલ છે. (તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે અર્થાવગ્રહ થયા પછી) રૂપાદિ અર્થોનું પર્યાલોચન (વિચારણા) તે ઇહા તરીકે (તીર્થંકરાદિ) કહે છે, કારણ કે ઇહા એટલે વિચારણા. ભાવાર્થ આ પ્રમાણે : અવગ્રહ પછી અને અપાયથી પૂર્વે સદ્ભૂત એવા અર્થવિશેષના 30 ઉપાદાનને અભિમુખ અને અસદ્ભૂત (અવિદ્યમાન) એવા અર્થવિશેષના ત્યાગને અભિમુખ (મતિવિશેષ ઇહા છે) “પ્રાયઃ મધુરત્વ વગેરે શંખશબ્દના ધર્મો અહીં ઘટે છે, પણ ખરકર્કશ ૪૧. ગાથા૦ ્। * અપ્રાપ્ય રિવાર્ -૬ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy