SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનનું સ્વરૂપ (નિ. ૧) तदनन्तरं च छाद्मस्थैिकादिसाधर्म्यान्मन: पर्यायज्ञानस्य, तदनन्तरं भावमुनिस्वाम्यादिसाधर्म्यात्सर्वोत्तमत्वाच्च केवलस्येति गाथार्थः ॥१॥ साम्प्रतं 'यथोद्देशं निर्देश:' इति न्यायाद् ज्ञानपञ्चकादावुद्दिष्टस्य आभिनिबोधिकज्ञानस्य स्वरूपमभिधीयते—तच्चाभिनिबोधिकज्ञानं द्विधा, श्रुतनिश्रितमश्रुतनिश्रितं च यत्पूर्वमेव कृतश्रुतोपकारं इदानीं पुनस्तदनपेक्षमेवानुप्रवर्त्तते तद् अवग्रहादिलक्षणं श्रुतनिश्रितमिति । 5 यत्पुनः पूर्वं तदपरिकर्मितमतेः क्षयोपशमपटीयस्त्वात् औत्पत्तिक्यादिलक्षणं उपजायते तदश्रुतनिश्रितमिति । आह - "तिवग्गसुत्तत्थगहियपेयाला" इति वचनात् तत्रापि किञ्चित् श्रुतोपकारादेव जायते, तत्कथमश्रुतनिश्रितमिति उच्यते, अवग्रहादीनां श्रुतनिश्रिताभिधानाद् औत्पत्तिक्यादिचतुष्टयेऽपि च अवग्रहादिसद्भावात् यथायोगमश्रुतनिश्रितत्वमवसेयं, न तु सर्वमेवेति, अयमत्र भावार्थ:- श्रुतकृतोपकारनिरपेक्षं यदौत्पत्तिक्यादि तदश्रुतनिश्रितं, 10 છદ્મસ્થિકાદિની સમાનતા હોવાથી અવિધ પછી મન:પર્યવજ્ઞાન છે. ભાવમુનિરૂપ સ્વામી વગેરેની સમાનતા અને સર્વોત્તમ હોવાથી મન:પર્યવ પછી કેવલજ્ઞાનનો ક્રમ છે. ૧ હવે “યથોદેશં નિર્દેશ: રૂતિ યાયા' અર્થાત્ પાંચ જ્ઞાનનો જે ક્રમે ઉદ્દેશ (સામાન્ય વિધાન) કર્યો છે તે ક્રમે નિર્દેશ થાય એ ન્યાયને આશ્રયી પ્રથમ આભિનિબોધિક જ્ઞાનનું સ્વરૂપ કહે છે. તે આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે (૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુતનિશ્ચિત. 15 તેમાં જે જ્ઞાન પૂર્વે શ્રુત દ્વારા ઉપકૃત થયેલું છે, પણ હવે શ્રુતની અપેક્ષા વિના જ ઉત્પન્ન થયું, તે અવગ્રહાદિ ભેદોવાળું જ્ઞાન શ્રુતનિશ્રિત જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન પ્રથમ વખત જ શ્રુતથી અપરિકર્મિત મતિવાળી વ્યક્તિને (એટલે જ શ્રુતના ઉપકાર વિના) પોતાનો વિશિષ્ટ ક્ષયોપશમ હોવાને લીધે ઉત્પન્ન થયું તે ઔત્પાતિકી વગેરે ભેદોવાળું જ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શંકા :— (નંદીસૂત્ર ગ્રંથના સૂત્ર નં.૬૬માં તથા આ.નિ.ગા.નં.૯૪૩માં) વૈનયિકી બુદ્ધિનું 20 લક્ષણ બતાવતા ગ્રંથકારે કહ્યું છે કે "ત્રિવર્ગ=ધર્મ-અર્થ અને કામ, તેના સૂત્ર અને અર્થને વિષે ગ્રહણ કરાયેલો છે પેયાલ=સાર જે બુદ્ધિથી તે વૈનયિકી બુદ્ધિ કહેવાય છે.' આવી બુદ્ધિ શ્રુતના આધારે જ ઉત્પન્ન થાય છે, તો તમે આ બુદ્ધિને અશ્રુતનિશ્રિત કેમ કહો છો ? ૨૭ સમાધાન :- - ઔત્પાતિકી વગેરે ચારે બુદ્ધિમાં અવગ્રહાદિ હોય છે અને અવગ્રહાદિ એ શ્રુતનિશ્રિત કહેલા છે. તેથી આ ચારે બુદ્ધિમાં જ્યાં અશ્રુતનિશ્રિત ઘટતું હોય ત્યાં ઘટાવવું, પણ 25 બધે નહીં. કહેવાનો આશય એ છે કે, વૈનયિકી બુદ્ધિમાં શ્રુત આધાર હોય છે, તેથી તેને છોડી શ્રુતના આધાર વિના ઔત્પાતિકી વગેરે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે અશ્રુતનિશ્રિત જ્ઞાનપ્રાતિભજ્ઞાન જાણવું, અર્થાત્ વૈનયિકી બુદ્ધિને છોડી શેષ ત્રણ બુદ્ઘિઓ જ અશ્રુતનિશ્રિત જાણવી. (અહીં પ્રાતિભ એટલે, વિશિષ્ટ ક્ષયોપશમવાળી જે પ્રજ્ઞા તે પ્રતિભા અને તેનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે પ્રાતિભજ્ઞાન.) ૪૨. પુદ્રનાવતમ્બનત્વાવિ:। ૪રૂ. વિપર્યયામાવત્વા:િ ૫ ૪૪. ગૌત્પત્તિયાવિવિષયकवस्तुसम्बन्धिपरिकर्म न श्रुतकृतमिति । ४५. परिकर्म विना । + श्रुतकृतो० 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy