________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
राभिहितज्ञानसारूप्यप्रदर्शक एव, अप्रमत्तभावयति-स्वामिसाधर्म्यात् विपर्ययाभावयुक्तत्वाच्चेति गाथासमासार्थः ॥ आह—मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति उच्यते, उत्पन्नाविनष्टार्थग्राहकं साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकमिति, भेदकृतो वा विशेषः, यस्मादवग्रहाद्यष्टाविंशतिभेदभिन्नं मतिज्ञानं, तथाऽङ्गानङ्गादिभेदभिन्नं च श्रुतमिति, 5 अथवाऽऽत्मप्रकाशकं मतिज्ञानं, स्वैपरप्रकाशकं च श्रुतमित्यलं प्रसङ्गेन, गमर्निकामात्रमेवैतदिति। अत्राह — एषां ज्ञानानामित्थं क्रमोपन्यासे किं प्रयोजनं इति, उच्यते, परोक्षत्वादिसाधर्म्यान्मतिश्रुतसद्भावे च शेषज्ञानसंभवात् आदावेव मतिश्रुतोपन्यासः, मतिज्ञानस्य पूर्वं किमिति चेत्, उच्यते, मतिपूर्वकत्वात् श्रुर्तैस्येति, मतिपूर्वकत्वं चास्य " श्रुतं मतिपूर्वम्" ( ० द्व्यनेकद्वादशभेदम् श्रीतत्त्वार्थे अ० १ सू० २०) इति वचनात् तत्र प्रीयो मतिश्रुतपूर्वकत्वात्प्रत्यक्षत्वसाधर्म्याच्च 10 ज्ञानत्रयोपन्यास इति, तत्रपि कालविपर्ययादिसाम्यान्मतिश्रुतोपन्यासानन्तरमेवावधेरुपन्यास इति
સામ્યતાને જણાવનારો છે, તે આ પ્રમાણે – (૧) મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન અપ્રમત્ત એવા ભાવતિને જ થતું હોવાથી સ્વામીની સમાનતા (૨) તથા આ બંને જ્ઞાન વિપર્યયને અર્થાત મન:પર્યવ અજ્ઞાન કે કેવલ અજ્ઞાનને પામતા ન હોવાથી વિપર્યયના અભાવની સમાનતા, આ પ્રમાણે મૂલગાથાનો સંક્ષેપ—અર્થ પૂર્ણ થયો.
શંકા :— મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શું ભેદ રહેલો છે ?
સમાધાન :– મતિજ્ઞાન ઉત્પન્ન થયેલા અને નાશ નહીં પામેલા અર્થનું ગ્રાહક હોવાથી વર્તમાનકાલને ગ્રહણ કરનારું છે. જ્યારે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયેલ, નાશ પામેલ કે ઉત્પન્ન નહીં થયેલ એમ ત્રણે અર્થને ગ્રહણ કરતું હોવાથી ત્રિકાલવિષયક અર્થાત્ ત્રણે કાલના વિષયોને ગ્રહણ કરનારું છે અથવા ભેદ વડે કરાયેલો તફાવત જાણવો, તે આ રીતે - અવગ્રહાદિ અઠ્ઠાવીસ પ્રકારનું મતિજ્ઞાન 2) અને અંગ, અનંગ વગેરે ભેદોવાળું શ્રુત છે અથવા મતિજ્ઞાન સ્વપ્રકાશક છે જ્યારે શ્રુતજ્ઞાન સ્વપર પ્રકાશક છે. ગમનિકામાત્ર=માત્ર વ્યાખ્યા જ કરવાની હોવાથી વધારે વિસ્તાર કરતા નથી. શંકા :- આ શાનોને આ પ્રમાણે ક્રમથી ગોઠવવામાં કોઈ કારણ ખરું ?
15
૨૬
25
સમાધાન :– હા, પરોક્ષત્વ વગેરે સાધર્મી હોવાથી અને મતિશ્રુત હોય તો જ શેષજ્ઞાનોનો સંભવ હોવાથી પ્રથમ મતિશ્રુતજ્ઞાનનો ક્રમ આવે છે. શંકા :- પરંતુ મતિજ્ઞાન પ્રથમ કેમ ? સમાધાન :– મતિપૂર્વક જ શ્રુતજ્ઞાન થતું હોવાથી પ્રથમ મતિજ્ઞાન છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે શ્રુતજ્ઞાન મતિપૂર્વક (અને ૧૪ પ્રકારનું છે.) તથા મતિશ્રુત પછી મતિશ્રુતપૂર્વકપણું અને પ્રત્યક્ષપણું આ બંનેની શેષ ત્રણ જ્ઞાનમાં પ્રાયઃ કરીને (કારણ કે મિથ્યાર્દષ્ટિજીવને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વે મતિશ્રુત હોતું નથી) સમાનતા હોવાથી (મતિશ્રુત પછી) શેષ ત્રણ જ્ઞાનનો ક્રમ છે.
તેમાં પણ કાલવિપર્યયાદિની સમાનતા હોવાથી મતિશ્રુત પછી અવધિજ્ઞાનનો ક્રમ છે.
30
રૂ. 7 શેષજ્ઞાનાનામિત્વર્થ:। ૩૬. મત્યાવીનામપિ તેન સ્વરૂપનિરૂપળાત્ । રૂ૭. સંક્ષેપविवरणरूपत्वात् । ३८. भावश्रुतस्य । ३९. मिथ्यादृष्टेस्त्रिज्ञानावाप्तौ न प्राङ् मतिश्रुते स्त इति प्राय કૃતિ । ૪૦. જ્ઞાનત્રયોપન્યાસે ! ૪૬. ભામાવિપ્રઃ । + અત્રોચ્યતે