________________
મતિ-શ્રુતની સામ્યતા (નિ. ૧) ક ૨૩ तदुपयोगानन्यत्वात्, श्रुतं च तज्ज्ञानं चेति समासः, चशब्दस्त्वनयोरेवं तुल्यकक्षतोद्भावनार्थः, स्वाम्यादिसाम्यात्, कथम् ?, य एव मतिज्ञानस्य स्वामी स एव श्रुतज्ञानस्य "जत्थ मइनाणं तत्थ सुयणाण" मिति वचनात्, तथा यावान्मतिज्ञानस्य स्थितिकालस्तावानेवेतरस्य, प्रवाहापेक्षया अतीतानागतवर्तमानः सर्व एव, अप्रतिपतितैकजीवापेक्षया च षट्षष्टिसागरोपमाण्यधिकानीति, उक्तं च भाष्यकारेण
""दोवारे विजया-इसु गयस्स तिण्णच्चुए अहव ताई ।
अइरेगं णरभविअं णाणाजीवाण सव्वद्धं ॥१॥" यथा च मतिज्ञानं क्षयोपशमहेतुकं, तथा श्रुतज्ञानमपि, यथा च मतिज्ञानमादेशतः सर्वद्रव्यादिविषयम्, एवं श्रुतज्ञानमपि, यथा च मतिज्ञानं परोक्षम्, एवं श्रुतज्ञानमपि इति, एवकारस्त्ववधारणार्थः, परोक्षत्वमनयोरेवावधारयति, आभिनिबोधिकश्रुतज्ञाने एव परोक्षे इति भावार्थः ।
10 અનન્ય હોવાથી શ્રુત તરીકે જાણવો અને શ્રુત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન, એ પ્રમાણે સમાસ જાણવો. મૂલગાથામાં શબ્દ છે, જે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનની સ્વામી વગેરેના સામ્યથી તુલ્યતા જણાવનાર છે. કેવી રીતે ? તે આ રીતે – (૧) જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન, આવું વચન હોવાથી જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રતજ્ઞાનનો સ્વામી છે. (૨) મતિજ્ઞાનનો જેટલો સ્થિતિકાલ છે. તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. (સ્થિતિકાલ એટલે આત્મામાં રહેવાનો કાલ) પ્રવાહની અપેક્ષાએ ભૂતકાલ– 15 ભવિષ્યકાલ અને વર્તમાનકાલ એમ ત્રણે મતિશ્રુતજ્ઞાનનો સ્થિતિકાલ છે અર્થાતુ અનાદિઅનંતકાલ છે અને સમ્યક્તથી ભ્રષ્ટ નહીં થયેલ એક જીવની અપેક્ષાએ મતિશ્રુતજ્ઞાન આત્મામાં સાધિક ૬૬ સાગરોપમ સુધી રહે છે. આ વાતની પુષ્ટિ માટે ભાષ્યકારનું વચન બતાવે છે કે
અપ્રતિપતિત એક જીવની અપેક્ષાએ બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અમ્રુત દેવલોકમાં ગયેલાને નરભવથી અધિક ૬૬ સાગરોપમ અને જુદા જુદા જીવની અપેક્ષાએ 20 (પ્રવાહની અપેક્ષાએ) સર્વકાલ મતિશ્રુતજ્ઞાનનો સ્થિતિકાલ જાણવો.”
(૩) જેમ મતિજ્ઞાન ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે, તેમ શ્રુતજ્ઞાન પણ ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૪) મતિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ આદેશથી (સામાન્યથી) સર્વ દ્રવ્યક્ષેત્રકાલભાવવિષયવાળું છે. (૫) મતિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે અર્થાત્ ઈન્દ્રિય–નોઈન્દ્રિયથી થનારું છે. મૂલગાથામાં વેવ શબ્દ છે, તેમાં વધારે છે. જે આ બંને જ્ઞાનનું પરોક્ષપણું 25 “જ”કારપૂર્વક જણાવે છે, અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન જ પરોક્ષ છે.
१३ ज्ञानद्वयानन्तरं चस्य पाठात् । १४. तुल्यपक्षतोद्वोधनाय । १५. एकेन्द्रियादिषु क्षयोपशमसद्भावाद्वयोः संज्ञासद्भावाच्च श्रुतसत्ता (वि० १०२ प्रभृतिके ), सम्यग्ज्ञानापेक्षया । १६. श्रीमता जिनभद्रगणिक्षमाश्रमणेन । १७. द्वौ वारौ विजयादिषु गतस्य त्रीन् वारान् अच्युतेऽथवा तानि (षट्षष्टिसागरोपमाणि) अतिरिक्तं नरभविकं (अप्रतिपतितैकजीवापेक्षया ) नानाजीवानां सर्वाद्धं (वि०४३६)। 30 १८. ओघादेशात्सूत्रादेशाद्वा । १९. आदिना क्षेत्रकालभावग्रहः. २०. द्रव्येन्द्रियमनोनिष्पाद्यत्वात् ।