SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) न चानाकारं तज्ज्ञानं पदार्थान्तरवद्विवक्षितपदार्थापरिच्छेदप्रसङ्गात्, बन्धाद्यंभावश्च ज्ञानाज्ञानसुखदुःखपरिणामान्यत्वाद्, आकाशवत्, न चानलः सर्व एव दहनाद्यर्थक्रियाप्रसाधको, भस्मच्छन्नादिना व्यभिचारात् इत्यलं प्रसङ्गेन, प्रकृतमुच्यते-नोआगमतो भावमङ्गलम् आगमवर्ज ज्ञानचतुष्टयमिति, सर्वनिषेधवचनत्वान्नोशब्दस्य, अथवा सम्यग्दर्शनज्ञानचारित्रोपयोगपरिणामो 5 વ્યક્તિના હાથમાં પ્રદીપ હોવા છતાં તે વ્યક્તિને પ્રદીપનો બોધ થતો નથી અથવા એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ જુદી હોવાથી એક વ્યક્તિએ કરેલ જ્ઞાન અન્ય વ્યક્તિને જણાતું નથી, તે જ રીતે અહીં પણ જ્ઞાન અને જ્ઞાની વચ્ચે જો ભિન્નતા માનીએ તો જ્ઞાનીને જ્ઞાન થશે નહીં અર્થાત્ અગ્નિનો બોધ થશે નહીં. (શંકા : જ્ઞાન અનાકાર છે અર્થાત્ જ્ઞાનમાં અગ્નિનો આકાર નથી હોતો તો તે જ્ઞાન 10 અગ્નિશબ્દથી કેવી રીતે ઓળખાય ?) સમાધાન : તે જ્ઞાન અનાકાર છે એવું પણ મનાય નહીં, કારણ કે જો તે જ્ઞાન અનાકાર માનો તો અન્ય પદાર્થની જેમ વિવક્ષિત અગ્નિરૂપ પદાર્થનો પણ બોધ નહીં થવાની આપત્તિ આવશે. (અગ્નિના જ્ઞાનમાં પટનો બોધ કેમ નથી થતો? કારણ કે તેમાં પટાકાર નથી. તેમ જો જ્ઞાનમાં અગ્નિનો આકાર ન હોય તો અગ્નિનો બોધ પણ ન થાય.) પણ ખરેખર તો 15 આત્માને અગ્નિનું જ્ઞાન થાય તો છે જ. તેથી જ્ઞાન-જ્ઞાની વચ્ચે અભેદ જ છે અને તેથી અગ્નિનું જ્ઞાન કરનાર વ્યક્તિ પણ અગ્નિ કહેવાય છે. બીજી પણ એક આપત્તિ એ આવે કે જો તમે જ્ઞાન–શાની વચ્ચે ભેદ માનો તો જ્ઞાન– અજ્ઞાન–સુખ–દુ:ખ વગેરેના પરિણામોથી આકાશની જેમ જીવને શુભાશુભ કર્મબંધ તથા કર્મનિર્જરાદિ ઘટશે નહીં અર્થાત્ જેમ આકાશ આ પરિમાણોથી જુદું હોવાથી આ પરિણામોથી 20 બંધાદિને પામતું નથી, તેમ જીવ પણ પરિણામોથી જુદો હોવાથી બંધાદિ પામશે નહીં. માટે તમારી વાત યુક્તિયુક્ત નથી. વળી તમે કહ્યું હતું કે “માણવક દહન–પચનાદિ ક્રિયા કરતો નથી, માટે તેને અગ્નિ કહેવાય નહીં.” તે વાત પણ ઘટતી નથી, કારણ કે વાસ્તવિક એવા પણ બધા અગ્નિ દહન-પચનક્રિયા કરે જ છે એવું નથી, જે અગ્નિ રાખાદિથી ઢંકાયેલો છે તે અગ્નિ જ્યાં દહન–પચનાદિ ક્રિયા કરવામાં સમર્થ છે? નથી જ. છતાં તેને અગ્નિ તો કહેવાય 25 જ છે, તેમ અહીં પણ તમારે જાણવું. અધિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારીએ. (આગમથી ભાવમંગલ બતાવીને હવે નોઆગમથી ભાવમંગલ બતાવતા કહે છે કે, નોઆગમથી ભાવમંગલ તરીકે આગમને શ્રુતજ્ઞાનને છોડી શેષ ચાર જ્ઞાન જાણવા. અહીં “ના” શબ્દ સર્વનિષેધમાં વપરાયેલો હોવાથી આગમનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે અથવા ६३. विषयवैशिष्ट्यशून्यं, तथा च ज्ञेयस्य भिन्नत्वं ज्ञानात् । ६४. प्रसङ्गोऽनिष्टापत्तिः ६५. चकारो 30 नोपलभेतेत्यनेन सह समुच्चयार्थः, ज्ञानात्मनोभेंदे दूषणान्तरमेतदिति । ६६. स्यादित्यध्याहार्यम् । ६७. चन्द्रकान्तमणिव्यवहितादेहः, भस्मच्छन्नादिवदुपयोगरूपोऽपि न दाहकादिगुण इति तत्त्वम् । . ६८. नोशब्दस्य पर्युदासप्रतिषेधार्थत्वादागमवयं ज्ञानचतुष्टयमिति.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy