SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) “यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् । पर्यायानभिधेयं (च) नाम यादृच्छिकं च तथा ॥१॥" अस्यायमर्थ:-यद् 'वस्तुनो' जीवाजीवादेः 'नाम' यथा गोपालदारकस्येन्द्र इति ‘स्थितमन्यार्थे ' इति परमार्थतः त्रिदशाधिपेऽवस्थानात् । तदर्थनिरपेक्षम्' इति इन्द्रार्थनिरपेक्षं, 5 कथम् ? तत्र गुणतो वर्त्तत इति, इन्दनादिन्द्रः ‘इदि परमैश्वर्ये' इति तस्य परमैश्वर्ययुक्तत्वात्, गोपालदारके तु तदर्थशून्यमिति, तथा पर्यायैः-शक्रपुरन्दरादिभिः नाभिधीयत इति, इह नामनामवतोरभेदोपचाराद्गोपालवस्त्वेव गृह्यते, एवंभूतं नामेति, तथाऽन्यत्रावर्त्तमानमपि किञ्चिद् નિરપેક્ષ હોય, અને પર્યાયથી અનભિધેય એવું વસ્તુનું જે અભિધાન (તે નામનિક્ષેપો છે.) તથા જે યાદેચ્છિક હોય તે નામ કેહવાય છે Ill આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે- જીવ–અજીવાદિ વસ્તુનું જે અભિધાન જેમકે ગોવાળિયાના બાળકનું ઇન્દ્ર એ પ્રમાણેનું નામ (અભિધાન). આ અભિધાન “સ્થિતમન્યાર્થી” એટલે કે ગોપાલદારકરૂપ (દવોના રાજા ઇન્દ્ર કરતા) અન્યાર્થમાં રહેલું હોય, કારણ કે પરમાર્થથી આ નામ દેવોના રાજા ઇન્દ્રમાં રહેલું છે. વળી તે નામ ‘તદર્થનિરપેક્ષ'=ઇન્દ્ર શબ્દનો અર્થથી નિરપેક્ષ હોય, અહી બાળકનું “ઇન્દ્ર” 15 નામ ઇન્દ્ર શબ્દના અર્થથી શૂન્ય છે કારણ કે ઈન્દ્ર શબ્દમાં “ઇદુ” ધાતુ વપરાયેલો છે, જેનો અર્થ “પરમૈશ્વર્ય ભોગવવું” થાય છે. તેથી પરઐશ્વર્ય ભોગવવારૂપ ઇન્દ્ર શબ્દનો અર્થ દેવલોકમાં રહેલ દેવોના રાજામાં જ ઘટે છે કારણ કે ત્યાં તે પરઐશ્વર્યને ભોગવે છે. પણ ગોવાળિયાનો બાળક પરઐશ્વર્યને ભોગવતો નથી, તેથી બાળકનું “ઇન્દ્ર” નામ તદર્થ–નિરપેક્ષ બને છે. વળી આ નામ “પર્યાયાનભિધેય” પર્યાયવાચી શબ્દો વડે બોલાવાતું ન હોય અર્થાત્ દેવલોકમાં રહેલ 20 દેવોના રાજા માટે જેમ શક, પુરંદર વગેરે પર્યાયવાચી શબ્દો વપરાય છે, તેમ આ બાળકને ઇન્દ્ર” શબ્દના પર્યાયવાચી શબ્દોથી બોલાવાતો ન હોવાથી બાળકનું નામ પર્યાય વડ અનભિધેય=બોલવા યોગ્ય નથી. અહીં ધ્યાન રાખવું કે પર્યાયાનભિધેય તરીકે વ્યક્તિ જ હોવાની છે, પણ તેનું નામ નહીં. છતાં નામ–નામવાળાનો અભેદ ઉપચાર કરી આ વિશેષણ નામનું જાણવું. (અહીં આખો નિષ્કર્ષ 25 આ પ્રમાણે જાણવો કે જે નામ અન્યાર્થમાં (ગોપાલદારકરૂપ અન્યાર્થમાં) રહેલું હોય, પ્રસ્તુતમાં તદર્થથી શૂન્ય હોય અને નામના પર્યાયવાચી શબ્દોથી અનભિધેય હોય તેવું નામ એ નામ (નિક્ષેપ) તરીકે કહેવાય છે. આમ નામ (નિક્ષેપા)ને જાણવા એક લક્ષણ બતાવ્યું, હવે બીજું લક્ષણ બતાવતા કહે છે–) તથા અન્યત્ર બીજે ક્યાંય વર્તતુ ન હોય, માત્ર પોતાની ઇચ્છાથી २३. आर्यावृत्तस्य नामलक्षणप्रतिपादकग्रन्थस्येति वा । २४. आदिना तदुभयस्य । २५. 30 TIA: I ૨૬. ત્રિશrfધરે ર૭. રૂદ્રશ્ય | ૨૮. રૂદ્રાક્થતિ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy