________________
નિર્ગમના નિક્ષેપા (નિ. ૧૪૪–૧૪૫) કે ૩૧૭ वस्त्वभावप्रसङ्गात्, तस्मादुपयुक्तो यमर्थमाह स तद्विज्ञानानन्यत्वात्तन्मय एव, तन्मयत्वाच्च तत्समानलिङ्गनिर्देशः, ततश्च सामायिकवक्ता तदुपयोगानन्यत्वात् सामायिकं प्रतिपादयन्नात्मानमेवाह यतः तस्मात्तत्समानलिङ्गाभिधान एवासौ, रूढितश्च सामायिकार्थरूपस्य नपुंसकत्वात्स्त्रियाः पुंसो नपुंसकस्य वा प्रतिपादयतः सामायिक नपुंसकलिङ्गनिर्देश एवेति गाथासमासार्थः । व्यासार्थस्तु विशेषविवरणादवगन्तव्य इति । सर्वनयमतान्यपि चामूनि पृथग्विपरीतविषयत्वात् न प्रमाण, 5 समुदितानि त्वन्तर्बाह्यनिमित्तसामग्रीमयत्वात् प्रमाणमिति अलं विस्तरेण, गमनिकामात्रप्रधानत्वात् प्रस्तुतप्रयासस्य ॥१४४॥ इदानीं निर्गमविशेषस्वरूपप्रतिपादनायाह -
नाम ठवणा दविए खित्ते काले तहेव भावे अ । (આશય એ છે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. હવે જો વક્તા એ ઉપયોગથી જુદો છે એવું 10 માનો તો વક્તા ઉપયોગ વિનાનો થવાથી જીવરૂપ જ કહેવાય નહીં અને અજીવરૂપ તો નથી જ, માટે વકૃતારૂપ વસ્તુનો જ અભાવ માનવાનો પ્રસંગ આવશે)
તેથી ઉપયુક્ત વ્યક્તિ જે અર્થને કહે છે તે વ્યક્તિ એ અર્થના જ્ઞાનથી અભિન્ન હોવાથી તે અર્થમય છે. અને તે અર્થમય હોવાથી તે વ્યક્તિનો નિર્દેશ અર્થને સમાનલિંગવાળો હોય છે. આમ સામાયિકનો વક્તા સામાયિકના પરિણામથી અભિન્ન હોવાથી સામાયિકનું પ્રતિપાદન 15 કરતો જે કારણથી પોતાને જ કહે છે (અર્થાત્ જયારે સામાયિકનું પ્રતિપાદન કરતો હોય ત્યારે સામાયિકના ઉપયોગને અભિન્ન હોવાથી તે પુરુષ સામાયિક જ છે. અને તેથી સામાયિકનું પ્રતિપાદન કરતો તે પુરુષ પોતાને જ કહે છે)
તેથી તે વક્તા સામાયિકને સમાન લિંગવાળો કહેવાય છે અને સામાયિકનો અર્થ રૂઢિથી નપુંસક હોવાથી, સામાયિકનું પ્રતિપાદન કરતા સ્ત્રી-પુરુષ અથવા નપુંસકનો નપુંસકલિંગે જ 20 નિર્દેશ થાય છે. આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ વિશેષવિવરણમાંથી (આવશ્યકની બૃહટીકા, જે હાલ પ્રાપ્ત થતી નથી.) જાણી લેવો. આ બધા નો જુદા જુદા હોય તો વિપરીત વિષયવાળા હોવાથી પ્રમાણભૂત નથી. પરંતુ ભેગા થયેલા આ જ નયો અન્તર–બાહ્યનિમિત્તની સામગ્રીરૂપ બનતા હોવાથી પ્રમાણરૂપ છે.
(કહેવાનો આશય એ છે કે આ બધા નયોમાં કો'ક બાહ્યનિમિત્તને જ, તો કો'ક આંતરિક 25 નિમિત્તને જ ગ્રહણ કરનારા હોવાથી, એકલા = જુદા જુદા પ્રમાણ નથી. પરંતુ આ બધા નયો ભેગા કરીએ તો બાહ્ય અને આંતરિક નિમિત્તરૂપ સામગ્રીવાળા થવાથી પ્રમાણરૂપ બને છે.) આમ, વધુ ચર્ચા કરતા નથી કારણ કે ગ્રંથારંભના પ્રયાસમાં અક્ષરવ્યાખ્યા જ પ્રધાન છે. (વિસ્તાર નહીં) //૧૪૪ો
અવતરણિકા : આ પ્રમાણે ઉદ્દેશ અને નિર્દેશ કહ્યા. હવે નિર્ગમનામના ત્રીજા દ્વારનું વિશેષ સ્વરૂપ બતાવવા કહે છે ?
ગાથાર્થ : નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ એ છ પ્રકારના નિર્ગમના નિક્ષેપ છે. + ofત માં !
30