________________
(નિર્દેશ્યના) ઉપયોગથી અનન્ય હોવાથી દેવદત્તનો પુલ્લિંગ નિર્દેશ થાય છે. એટલે કે દેવદત્ત 5 પુલ્લિંગ ગણાય છે. કૃત્તિ વિ.આ.ભા.-૧૫૨૪. એ જ રીતે સ્ત્રી, નપુંસકમાં પણ જાણવું. હવે) જ્યારે પુરુષ સ્ત્રીને કથન કરતો હોય ત્યારે સ્રીના જ્ઞાનોપયોગને અભિન્ન હોવાથી સ્રીરૂપ જ આ પુરુષ ગણાય છે, અર્થાત્ સ્ત્રીને સમાન લિંગવાળો આ પુરુષ ગણાય છે. આમ નિર્દેશક અને નિર્દેશ્યની સમાનલિંગતા થાય છે. આમ સર્વત્ર=સ્ત્રી પુરુષને નિર્દેશ કરે તેમાં, સ્ત્રી નપુંસકને નિર્દેશ કરે તેમાં વગેરે બધામાં સમાનલિંગતાને આશ્રયી નિર્દેશપ્રવૃત્તિ થાય છે. (ટૂંકમાં શબ્દનય 10 સદેશ એવા ઉભયને = સમાન લિંગવાળા નિર્દેશક અને નિર્દેશ્યરૂપ ઉભયને આશ્રયી નિર્દેશની પ્રવૃત્તિ માને છે.)
૩૧૬
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
यदा तु पुमान् स्त्रियमभिधत्ते, तदा स्त्र्युपयोगानन्यत्वात् स्त्रीरूप एवासौ, निर्देश्यनिर्देशकयोः समानलिङ्गतैव, एवं सर्वत्र योज्यं, असमानलिङ्गनिर्देष्टाऽस्य अवस्त्वेव, यदा पुमान् पुमांसं स्त्रियं चाहेति, कुतः ?, तस्य पुरुषयोषिद्विज्ञानोपयोगभेदाभेदविकल्पद्वारेण पुरुषयोषिदापत्तेः, अन्यथा
(શંકા : આ વાત તો બરાબર છે કે પુરુષ પુરુષને કે સ્ત્રીને નિર્દેશ કરતો હોય ત્યારે તેના ઉપયોગને અભિન્ન હોવાથી પુરુષનો પુલ્લિંગનિર્દેશ ગણાય. પરંતુ જ્યારે પુરુષ અસમાન લિંગવાળા એવા સ્ત્રી-પુરુષ ઉભયને એકકાળે નિર્દેશ કરતો હોય ત્યારે કયો નિર્દેશ ગણાય ? આવી શંકાનું 15 સમાધાન આપતા કહે છે કે →)
પુરુષ પુરુષ-સ્ત્રી ઉભયને જ્યારે નિર્દેશ કરતો હોય, ત્યારે આવા અસમાનલિગવાળાઓને નિર્દેશ કરતો પુરુષ શબ્દનયના મતે અવસ્તુ જ છે કારણ કે તેની (વક્તાની) પુરુષ–સ્ત્રીના વિજ્ઞાન—ઉપયોગના ભેદાભેદ વિકલ્પદ્વારા પુરુષ–સ્ત્રીરૂપતાની પ્રાપ્તિ થઈ જાય છે.
(કહેવાનો આશય એ છે કે જ્યારે પુરુષ પુરુષને અને સ્ત્રીને નિર્દેશ કરે છે ત્યારે તે 20 વક્તાનો પુરુષવિજ્ઞાનનો ઉપયોગ અને સ્ત્રીવિજ્ઞાનનો ઉપયોગ પરસ્પર ભેદરૂપ છે કે અભેદરૂપ છે એટલે કે આ બંને ઉપયોગનો પરસ્પર ભેદ છે કે અભેદ છે ? એમ બે વિકલ્પ ઊભા થાય છે. તેમાં પ્રથમ જો પરસ્પર ભેદ માનીએ તો વક્તાનો આ બંને ઉપયોગ સાથે અભેદ હોવાથી અને આ બંને ઉપયોગોનો પરસ્પર ભેદ હોવાથી વક્તા પરસ્પર વિભિન્ન પુરુષ અને સ્ત્રી બની જાય છે જે ઇષ્ટ નથી.
25
30
હવે જો ઉપયોગોનો પરસ્પર અભેદ માનીએ તો સુતરાં વક્તા પુરુષ–સ્ત્રી ઉભયરૂપ શબલતાને (મિશ્રતાને) પામે છે તે પણ ઇષ્ટ નથી. આમ ભેદાભેદ બંને વિકલ્પો દ્વારા વક્તા પુરુષ–સ્ત્રીરૂપ બની જતો હોવાથી અસમાનલિંગવાળો નિર્દેશક હોતો નથી અર્થાત્ જ્યારે વક્તા પુરુષ–સ્ત્રી ઉભયને નિર્દેશ કરે ત્યારે તે નિર્દેશક અવસ્તુ જ છે)
અન્યથા = "જો ઉપયોગને જીવથી જુદો માનો તો વસ્તુના અભાવનો જ પ્રસંગ આવે.
* સંચોડ્યું । (H) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી
પરિશિષ્ટ નં. ૧માં આપેલી છે.