________________
૩૧૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इत्यादि, तथा निर्देशकवशात् जिनवचनं कापिलीयं नन्दसंहितेत्येवमादि, एवं सामायिकमर्थरूपं रूढितो नपंसकमितिकत्वा नैगमस्य निर्देश्यवशान्नपंसकनिर्देश एव, तथा सामायिकवतः स्त्रीपुन्नपुंसकलिङ्गत्वात् तत्परिणामानन्यत्वाच्च सामायिकार्थरूपस्य स्त्रीपुंनपुंसकलिङ्गत्वाविरोधमपि मन्यते, तथा निर्देष्टुस्त्रिलिङ्गसंभवात् निर्देशकवशादपि त्रिलिङ्गतामनुमन्यते नैगमः ।
आह'द्विविधमपि नैगमनयः' इत्येतावत्युक्ते निर्देश्यवशात् निर्देशकवशाससच्च निर्देशमिच्छतीति क्रियाऽध्याहार: कतोऽवसीयते इति, उच्यते, यत आह-निर्दिष्ट' वस्त्वङ्गीकृत्य, संग्रहो व्यबहारः, चशब्दस्य व्यवहितः संबन्धो, निर्देशमिच्छतीति वाक्यशेषः अत्र भावना-वचन ह्यर्थप्रकाशकमेवोपजायते, प्रदीपवत, यथा हि प्रदीपः प्रकाश्यं प्रकाशयन्नेव आत्मरूपं प्रतिपद्यते,
એ જ પ્રમાણે આચારરૂપ ક્રિયાનો કહેનાર ગ્રંથ “આચાર' તરીકે ઓળખાય છે તથા 10 નિર્દેશકના વશથી જિનેશ્વરના વચનો “જિનવચન” તરીકે ઓળખાય છે, તેમ કપિલીય,
નંદસંહિતા વગેરે જાણવા. એ જ રીતે અર્થરૂપ (સાવયોગવિરમણરૂપ) સામાયિક રૂઢિથી નપુંસક છે. તેથી નૈગમના નિર્દેશ્યના વશથી “સામાયિક નપુંસક છે” એ પ્રમાણે નપુંસકનો જ નિર્દેશ કરે છે.
તથા સામાયિકવાળા નિર્દેશક સ્ત્રી–પુરુષ અને નપુંસક એ ત્રણે લિંગવાળા હોય છે અને 15 તેઓ સામાયિકના પરિણામને અનન્ય (અભિન્ન) હોવાથી અર્થરૂપ સામાયિકનો સ્ત્રી-પુરુષ અને
નપુંસક ત્રણે લિંગ હોવામાં પણ આ નય વિરોધ માનતો નથી. (અર્થાત્ અર્થરૂપ સામાયિક પણ ત્રણે લિંગમાં માને છે. આમ નિર્દેશ્યના વશથી સામાયિકનો માત્ર નપુંસકનિર્દેશ અથવા સામાયિકનો ત્રણે લિંગમાં નિર્દેશ બતાવ્યો. હવે નિર્દેશકના વશથી ત્રણે લિંગમાં નિર્દેશ બતાવવા કહે છે.)
તથા નિર્દેશક ત્રણે લિંગના હોવાની સંભાવના હોવાથી નૈગમનય નિર્દેશકવશથી પણ 20 સામાયિક ત્રણે લિંગવાળું માને છે. પૂર્વે નિર્દેશ્ય સામાયિકના પરિણામને, સામાયિકવાનું જીવથી
અભિન્ન માનીને, સામાયિકવાનું જીવના ૩ લિંગ અનુસાર નિર્દેશ્યવશાત્ સામાયિકના ત્રણ લિગ માન્યા. પછી નિર્દેશક ત્રણે લિંગના હોવાથી નિર્દેશકવશાત્ પણ ત્રણે લિગ માન્યા કૃતિ सूक्ष्ममूहनीयम्)
શંકા : “બંને પ્રકારના પણ નિર્દેશને નૈગમનય” મૂલગાથામાં આટલું કહેવા માત્રથી નિર્દેશ્યના 25 વશથી અને નિર્દેશકના વશથી નિર્દેશને ઈચ્છે છે એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કેવી રીતે
જણાય છે ? (અર્થાત્ બે પ્રકારે આટલું કહેવા માત્રથી નિર્દેશ્ય અને નિર્દેશકને આશ્રયી નિર્દેશ બે પ્રકારે છે એવું કેવી રીતે જણાય ?).
સમાધાન : “સંગ્રહ અને વ્યવહારનય નિર્દિષ્ટ વસ્તુને (નિર્દેશ્યને) આશ્રયી નિર્દેશ ઈચ્છે છે” આવું જ કહ્યું છે તેના ઉપરથી નૈગમનયના મતે નિર્દેશનું વૈવિધ્ય જણાય છે. હવે સંગ્રહ 30 અને વ્યવહારનય નિર્દિષ્ટવસ્તુને આશ્રયી જે નિર્દેશને ઈચ્છે છે તેની પાછળનો ભાવાર્થ બતાવે
છે – વચન હંમેશા અર્થને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે જેમ કે, પ્રદીપ એ પ્રકાશ્ય વસ્તુને પ્રકાશિત કરતો જ આત્મરૂપને પામે છે (અર્થાત પ્રદીપ પ્રકાશ્ય વસ્તુને પ્રકાશિત કરતો હોય તો