________________
છે (
નયોની અપેક્ષાએ નિર્દેશનું સ્વરૂપ (નિ. ૧૪૪) : ૩૧૩ दुविहंपि णेगमणओ गिद्देसं संगहो य ववहारो ।
निद्देसगमुज्जुसुओ उभयसरित्थं च सहस्स ॥१४४॥ व्याख्या-'द्विविधमपि' निर्देश्यवशात् निर्देशकवशाच्च नैगमनयो निर्देशमिच्छति, कुतः ?, लोकसव्यवहारप्रवणत्वात् नैकगमत्वाच्चास्येति, लोके च निर्देश्यवशात् निर्देशकवशाच्च निर्देशप्रवृत्तिरुपलभ्यते, निर्देश्यवशात् यथा-वासवदत्ता प्रियदर्शनेति, निर्देशकवशाच्च यथा- 5 मनुना प्रोक्तो ग्रन्थो मनुः, अक्षुपादप्रोक्तोऽक्षपाद इत्यादि, लोकोत्तरेऽपि निर्देश्यवशात् यथाषड्जीवनिका, तत्र हि षड् जीवनिकाया निर्देश्या इति, एवमाचारक्रियाऽभिधायकत्वादाचार
ગાથાર્થ : નિગમનય બંને પ્રકારના નિર્દેશ ઇચ્છે છે. સંગ્રહ અને વ્યવહારનય નિર્દિષ્ટના આધારે નિર્દેશ ઈચ્છે છે. ઋજુસૂત્ર નિર્દેશકની અપેક્ષાએ અને શબ્દનય સમાનલિંગવાળા ઉભય (નિર્દેશક અને નિર્દેશ્યને આશ્રયીને નિર્દેશ ઇચ્છે છે.
ટીકાર્થ : (ટીકાની શરૂઆત કરતાં પહેલા ભાવાર્થ સમજી લઈએ. કોઈપણ ગ્રંથનું જયારે નામ પાડવામાં આવે છે ત્યારે તે નામનો નિર્દેશ બે વસ્તુને લઈને થતો હોય છે ૧. નિર્દેશ્યને લઈને જેમ કે, આચારાંગસૂત્રમાં આચારસંબંધી વાતચીતો હોવાથી તે ગ્રંથનું નામ આચારાંગ પાડવામાં આવ્યું. આ “આચારાંગ” નામનો નિર્દેશ તે ગ્રંથમાં નિર્દેશ્ય (વર્ણન કરવા યોગ્ય) એવા આચારો ઉપરથી થયો..
એ જ રીતે ક્યારેક નિર્દેશક (વર્ણન કરનાર વ્યક્તિ)ને લઈને નામનો નિર્દેશ થાય છે જેમ કે મનુ નામના ઋષિવડે કહેવાયેલો ગ્રંથ “મન” નામે ઓળખાયો. આ જ પદ્ધતિએ સાવદ્યયોગનું વિરમણ એ નપુંસક છે. તેથી તેને આશ્રયી સામાયિક નપુંસક કહેવાય છે. જયારે સામાયિકને ઉચ્ચારનારા સ્ત્રી-પુરુષ અને નપુંસકની મુખ્યતાએ સામાયિક ત્રણે લિંગમાં કહેવાય છે. આમ નિર્દેશ નિર્દેશ્ય અને નિર્દેશક બંનેને લઈ થાય છે. તેમાં કયો નય ક્યા કોને આશ્રયીને) નિર્દેશને 20 ઈચ્છે છે ? તે બતાવે છે. મૂલગાથામાં ઈદે શબ્દને બદલે ‘દિઠું' શબ્દ સંગત લાગે છે.)
નૈગમનય નિર્દેશ્ય અને નિર્દેશક બંનેના આધારે નિર્દેશને માને છે, કારણ કે આ નય લોકવ્યવહારમાં પ્રવણ અને અનેક પ્રકારવાળો છે અર્થાત્ લોકવ્યવહારને માન્ય રાખનારો છે. અને તેની માન્યતા જુદા જુદા પ્રકારની છે. (નકગમ શબ્દમાં ગમ એટલે પ્રકાર, ન વિદ્યતે જ TE: થી ૪ નૈTE: નય: = નૈમિ: આ પ્રમાણે અર્થ જાણવો) આ નય લોકવ્યવહારને માને 25 છે અને લોકમાં નિર્દેશ્ય-નિર્દેશક બંનેને લઈ નિર્દેશની પ્રવૃત્તિ થાય છે.
તેમાં નિર્દેશ્યને લઈ આ પ્રમાણે કે જે ગ્રંથમાં વાસવદત્તાની વક્તવ્યતાનું કથન કરેલું છે તે ગ્રંથ “વાસવદત્તા” નામે ઓળખાય છે. એ જ પ્રમાણે પ્રિયદર્શના વિગેરેમાં પણ જાણવું. નિર્દેશકને આશ્રયી–મનુવડે કહેવાયેલો ગ્રંથ “મન” તરીકે ઓળખાયો, અક્ષપાદ ઋષિવડે કહેવાયેલો ગ્રંથ “અક્ષપદિ” નામે ઓળખાયો, વગેરે. લોકોત્તરમાં પણ નિર્દેશ્યના વશથી નિર્દેશ થતો 30 દેખાય છે જેમ કે, –પજીવનિકાય અધ્યયન, આ અધ્યયનમાં પડૂજીવનિકાય નિર્દેશ્ય તરીકે છે.
* દિકું.