________________
ઉપોદ્ધાતનિયુક્તિના કારો (નિ. ૧૪૦-૧૪૧) ૩૦૭ वक्तव्या, कियत्क्षेत्रं सामायिकवन्तः स्पृशन्तीति वक्ष्यति-सम्मत्तचरणसहिआ सव्वं लोगं फुसे - निरवसेसं 'इत्यादि, निश्चिता उक्तिनिरुक्तिर्वक्तव्या-'सम्मद्दिट्ठी अमोहो सोही सब्भाव दंसणे बोही' इत्यादि वक्ष्यति । अयं तावद्गाथाद्वयसमुदायार्थः, अवयवार्थं तु प्रतिद्वारं प्रपञ्चेन वक्ष्यामः। ____ अत्र कश्चिदाह-पूर्वमध्ययनं सामायिकं तस्यानुयोगद्वारचतुष्टयमुपन्यस्तं, अतस्तदुपन्यास एव उद्देशनिर्देशावुक्तौ, तथौघनामनिष्पन्ननिक्षेपद्वये च, अतः पुनरनयोरभिधानमयुक्तमिति, अत्रोच्यते, 5 तत्र हि अत्र द्वारट्टयोक्तयोरनागतग्रहणं द्रष्टव्यं, अन्यथा तद्ग्रहणमन्तरेण द्वारोपन्यासादय एव न स्युः, अथवा द्वारोपन्यासादिविहितयोस्तत्राभिधानमात्रं इह त्वर्थानुगमद्वाराधिकारे विधानतो लक्षणतश्च व्याख्या क्रियत इति । आह-यद्येवं निर्गमो न वक्तव्यः, तस्यागमद्वार एवाभिहितत्वात्, तथा च સામાયિકના સહસ્રપૃથત્વ અને સર્વવિરતિ સામાયિકના શતપૃથર્વ આકર્ષે એક ભવમાં જાણવા. “સ્પર્શના” દ્વારમાં સામાયિકવાળા જીવો કેટલા ક્ષેત્રને સ્પર્શે છે ? તે કહેવું, આગળ કહેશે ! સમ્યક્ત–ચરિત્રસહિત જીવો સર્વ લોકને સંપૂર્ણ રીતે સ્પર્શે છે” ઈત્યાદિ. નિશ્ચિત એવા જે વચનો તે નિરુક્તિ કહેવાય છે તેના વિષયમાં આગળ કહેશે—” સમ્યગૃષ્ટિ, અમોહ, શુદ્ધિ, સદ્ભાવ, દર્શન, બોધિ” આ પ્રમાણે બંને ગાથાનો સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ દરેક કારમાં વિસ્તારથી કહેશું.
શંકા : પૂર્વે અધ્યયન, સામાયિક અને તેના ચાર અનુયોગદ્વારોનો ઉપન્યાસ કર્યો હતો. આથી તેના ઉપન્યાસમાં જ ઉદેશ અને નિર્દેશ નામના બે દ્વારા સમાઈ જ જાય છે. તથા ઓધ 15 અને નામનિપજ્યમાં પણ તે બે દ્વારા સમાઈ જ જાય છે. આથી પુનઃ ઉદ્દેશ અને નિર્દેશ કહેવા અયુક્ત છે.
(આશય એ છે કે – પૂર્વે અધ્યયન અને સામાયિકનું ગ્રંથકારશ્રીએ પ્રતિપાદન કર્યું હતું. આ પ્રતિપાદનમાં જ ઉદેશ અને નિર્દેશ બંને જણાઈ જાય છે કારણ કે ઉદ્દેશ એટલે “અધ્યયન” એ પ્રમાણે સામાન્યથી જણાવવું અને નિર્દેશ એટલે “સામાયિક” વિશેષ નામ જણાવવું. આ 20 બંને શબ્દો પૂર્વોક્ત પ્રતિપાદનમાં આવી જ જાય છે તથા ઓઘનિષ્પન્ન નિક્ષેપમાં “અધ્યયન” નો નિક્ષેપ કર્યો ને નામનિષ્પન્નનિક્ષેપમાં “સામાયિક” નો નિક્ષેપ કર્યો, તેથી આ બંને નિક્ષેપમાં પણ ઉદેશ--નિર્દેશ આવી જ જાય છે તો ફરીથી એ બે દ્વારો શા માટે અહીં જણાવ્યા ?)
સમાધાન : અહીં બે વારમાં કહેવાયેલા અધ્યયન અને સામાયિકનું પૂર્વે અનાગતગ્રહણ જાણવું. (અર્થાત્ ભવિષ્યમાં આવનાર આ બંનેનું પહેલેથી ગ્રહણ કરવામાં આવ્યું હતું.) કારણ 25 કે તે ગ્રહણ વિના ચાર અનુયોગદ્વારોનો ઉપન્યાસ શક્ય ન બનત (ભાવાર્થ એ છે કે પૂર્વે ચાર અનુયોગદ્વાર બતાવવા હતા. અનુયોગદ્વારોમાં વિષય તરીકે શું છે ? તેની માહિતી આપવી જરૂરી છે. તે માહિતી વિના અનુયોગદ્વારોનો ઉપવાસ થઈ ન શકે. તેથી વિષયોની માહિતી આપવા પૂરતું આ બે દ્વારમાં કહેલ અધ્યયન અને સામાયિકનું ત્યાં ગ્રહણ કરેલું હતું.) અથવા દ્વારોપન્યાસ વગેરેમાં કહેવાયેલા અધ્યયન અને સામાયિકનું પૂર્વે નામમાત્રથી ગ્રહણ કરેલું હતું 30 અહીં અર્થોનગમના અધિકારમાં વિધાનથી (પ્રકારથી) અને લક્ષણથી વ્યાખ્યા કરાય છે.
1 ofત ભાવાર્થ: I + ત o | *fમાનતો !