________________
ચંદનકંથાનું ઉદાહરણ (નિ. ૧૩૬) ( ૨૮૭ गिण्णयपसंगपारगो तस्स सगासे सोयव्वं, सीसोऽवि जो अवियारियगाही पढमगोविक्कणगोव्व सो अजोग्गो इतरो जोग्गोत्ति १।
चंदणकंथोदाहरणं-बारवईए वासुदेवस्स तिण्णि भेरीओ, तंजहा-संगामिंआ उब्भुतिया कोमुतिया, तिण्णिवि गोसीसचंदणमइयाओ देवयापरिग्गहियाओ, तस्स चउत्थी भेरी असिवुवसमणी, तीसे उप्पत्ती कहिज्जइ-सक्को सुरमज्झे वासुदेवस्स गुणकित्तणं करेति-अहो उत्तमपुरिसाणं गुणा, 5 एते अवगुणं ण गेण्हंति णीएण य ण जुज्झंति, तत्थेगो देवो असद्दहंतो आगतो, वासुदेवोऽवि जिणसगासं वंदओ पट्ठिओ, सो अंतराले कालसुणयरूवं मययं विउव्वेति वावण्णं दुब्भिगंधं, तस्स गंधेण सव्वो लोगो पराभग्गो, वासुदेवेण दिट्ठो, भणितं चणेण-अहो कालसुणगस्सेतस्स
તેથી આવા આચાર્યો પાસે સાંભળવું નહીં પરંતુ જે આચાર્ય સંપૂર્ણ (ખોડ–ખાંપણ વિનાની) ગાયને વેચનારની જેમ આક્ષેપ (પ્રશ્નો અને નિર્ણય (ઉત્તર) ના પ્રસંગોમાં પારગામી હોય 10 (અર્થાત્ દરેક શંકાનું યોગ્ય સમાધાન આપવામાં નિપુણ હોય) તેવા આચાર્ય પાસે સાંભળવું. શિષ્ય પણ જે વિચાર્યા વિના પદાર્થોને ગ્રહણ કરનારો – પ્રથમ ગાય ખરીદનાર જેવો હોય તે અયોગ્ય જાણવો તેના સિવાયનો (વિચારીને સમજીને ગ્રહણકરનાર) યોગ્ય જાણવો. I/૧l.
ચંદનકંથાનું ઉદાહરણ : દ્વારિકામાં કૃષ્ણ પાસે ત્રણ ભેરીઓ હતી ૧. યુદ્ધસંબંધી ૨. ઔદભૂતિકી (કોઈ પ્રયોજન આવી પડે ત્યારે લોકોને અને સામન્તોને જણાવવા માટેની) ૩. 15 કમુદિકી (ઉત્સવ સંબંધી). આ ત્રણે ભેરીઓ ગોશીષચંદનની બનેલી અને દેવતાથી અધિષ્ઠિત હતી. કૃષ્ણ પાસે અશિવને શાંત કરનારી ચોથી ભરી હતી.
તેની ઉત્પત્તિ કહેવાય છે – એકવાર શકે દેવોની સભામાં વાસુદેવના ગુણોત્કીર્તન કરતા કહ્યું, “અહો ! આ ઉત્તમપુરુષના ગુણો કેવા અદૂભૂત છે, તેઓ કોઈના અવગુણ જોતા નથી કે નીચયુદ્ધથી લડતા નથી.” આ વાત ઉપર વિશ્વાસ ન થતાં એક દેવ પરીક્ષા કરવા આવ્યો. 20 વાસુદેવ જિનેશ્વરને વંદન કરવા જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે તે દેવે કૃષ્ણવર્ણવાળા મરેલા કૂતરાનું કલેવર વિકુવ્યું કે જે ફાટેલું અને અત્યંત દુર્ગધયુક્ત હતું.
ત્યાંથી પસાર થતાં સર્વ લોકો તે મૃતકના ગંધથી નાસ–ભાગ કરવા લાગ્યા. વાસુદેવે આ મૃતક જોયું અને કહ્યું, “અહો ! કૃષ્ણ એવા કૂતરાના સફેદ દાંતો કેવા શોભે છે.” આ જોઈ દેવે વિચાર્યું “ખરેખર સાચે જ આ વાસુદેવ તો ગુણગ્રાહી છે.” ત્યાર પછી તે દેવ વાસુદેવના 25
१३. निर्णयप्रसङ्गपारगः तस्य सकाशे श्रोतव्यं, शिष्योऽपि योऽविचार्यग्राही प्रथमगोविनायक इव सोऽयोग्यः, इतरो योग्य इति १ । १४. चन्दनकन्थोदाहरण-द्वारिकायां वासुदेवस्य तिस्रो भेर्यः, तद्यथासंग्रामिकी आभ्युदयिकी कौमुदीकी, तिस्रोऽपि गोशीर्षचन्दनमय्यो देवतापरिगृहीताः; तस्य चतुर्थी भेरी अशिवोपशमनी, तस्या उत्पत्तिः कथ्यते-शक्रः सुरमध्ये वासुदेवस्य गुणकीर्तनं करोति-अहो उत्तमपुरुषाणां गुणाः, एते अवगुणं न गृह्णन्ति नीचेन च न युध्यन्ते, तत्रैको देवोऽश्रद्दधत् आगतः, वासुदेवोऽपि 30 जिनसकाशं वन्दकः (वन्दनाय) प्रस्थितः, सोऽन्तराले कृष्णश्वरूपं मृतकं विकुर्वति व्यापन्नं दुरभिगन्धं, तस्य गन्धेन सर्वो लोकः पराभग्नः, वासुदेवेन दृष्टः, भणितं चानेन-अहो कृष्णशुनः