________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
सूत्रव्याख्यायां आचार्यः शिष्यो वा गुणवानन्वेष्टव्य इत्यलं विस्तरेण, प्रकृतं प्रस्तुम:प्रक्रान्तगाथाव्याख्या-तत्र गोदृष्टान्तः, एते चाचार्यशिष्ययोः संयुक्ता दृष्टान्ता: एक आचार्यस्य एकः शिष्यस्येति द्वौ वा एकस्मिन्नेवावतार्याविति ।
૨૮૬
गंमि गरे एगेण कस्सइ धुत्तस्स सगासाओ गावी रोगिता उट्ठितुंपि असमत्था णिविट्ठा 5 चेव किणिता, सो तं पडिविक्किणति, कायगा भणति - पेच्छामो से गतिपयारं तो किणीहामो, सो भणति-मएवि उवविट्ठा चेव गहिया, जदि पडिहाति ता तुम्हेवि एवमेव गिण्हह । एवं जो आयरिओ पुच्छितो परिहारंतरं दाउमसमत्थो भणति - मएवि एवं सुयं तुम्हेवि एवं सुणहत्ति, तस्स सगासे ण सोअव्वं, संसइयपयत्थंमि मिच्छत्तसंभवा, जो पुण अविकलगोविक्किणगो इव अक्खेव
હોવા જોઈએ. (અહીં આશય એ છે કે અનુયોગ એટલે સૂત્રનું વ્યાખ્યાન કરવું તે અતિમહત્ત્વનું 10 છે. તેમાં જો આચાર્ય કે શિષ્ય ગુણવાનું ન હોય તો મોટો દોષ લાગવાનો સંભવ છે. માટે
સૂત્રના વ્યાખ્યાનમાં વ્યાખ્યાનવિધિની વિશેષથી કાળજી કરાય તે અતિ મહત્ત્વનું છે એ જણાવવા અનુયોગ પૂર્વે (દ્વારવિધિ પછી) વ્યાખ્યાનવિધિનો ઉપન્યાસ કર્યો છે) આ વિષયમાં વધુ વિસ્તારથી સર્યું.
પ્રસ્તુત વિષયને હવે વિચારીએ – તેમાં પ્રથમ ગાયનું દૃષ્ટાંત છે : (પરંતુ એક વાતનો 15 ખુલાસો કરવા કહે છે કે) આ બધા દૃષ્ટાંતો આચાર્ય અને શિષ્ય બંનેના ભેગા જાણવા અર્થાત્ એક ઉદાહરણ આચાર્યનું અને એક શિષ્યનું એમ જાણવું અથવા એક જ દૃષ્ટાંતમાં ગુરુ-શિષ્ય બંનેને ઉતારવા, અર્થાત્ એક જ દૃષ્ટાંતમાં બંનેને ઘટાડવાં.
ગાયનું દૃષ્ટાંત : એક નગરમાં કોઈ વ્યક્તિવડે એક ધૂર્ત પાસેથી રોગિષ્ટ ગાય કે જે ઉઠવા માટે પણ સમર્થ ન હતી તે બેઠેલી છતી જ ખરીદાઈ. પછી તે વ્યક્તિ ગાયોને વેચવા નીકળી. 20 ખરીદનારાઓએ કહ્યું, “પ્રથમ તેણીની ગતિપ્રચાર (ચાલવાની પદ્ધતિ) જોઈએ પછી ખરીદીએ.' તેણે સામો જવાબ આપ્યો કે, “મારાવડે પણ બેઠેલી ગાય જ ગ્રહણ કરાઈ છે તેથી જો આ ગાય તમને ગમતી હોય તો તમે પણ બેઠેલી જ લો. આ પ્રમાણે જે આચાર્યને શિષ્ય શંકા માટે પૂછે, ત્યારે જવાબ દેવા માટે અસમર્થ હોવાથી કહે કે મારાવડે પણ આ પ્રમાણે જ શ્રુત સંભળાયું છે એટલે તમારે પણ આ પ્રમાણે જ સાંભળવું (બહુ પ્રશ્નો કરવા નહીં). તેવા આચાર્ય પાસે સૂત્રાદિ 25 સાંભળવા નહીં, કારણ કે શંકિતપદાર્થોમાં મિથ્યાત્વનો સંભવ થાય છે. (તેનું કારણ એ છે કે આચાર્ય પાસે યોગ્ય ઉત્તર ન મળવાથી આ સાચું હશે કે નહીં ? તેવી શંકા ઊભી થાય જે મિથ્યાત્વ છે.)
१२. एकस्मिन्नगरे एकेन कस्यचिद्धूर्त्तस्य सकाशाद्दौरोंगिणी उत्थातुमप्यसमर्था निविष्टैव क्रीता, स तां प्रतिविक्रीणाति, क्रायका भणन्ति प्रेक्षामहेऽस्या गतिप्रचारं ततः क्रेष्यामः, स भणति - मयाऽपि 30 उपविष्टैव गृहीता, यदि प्रतिभाति तदा यूयमपि एवमेव गृह्णीत । एवं य आचार्यः पृष्टः परिहारान्तरं दातुमसमर्थो भणति मयाऽपि एवं श्रुतं यूयमपि एवं शृणुतेति, तस्य सकाशे न श्रोतव्यं, सांशयिकपदार्थे मिथ्यात्वसंभवात्, यः पुनरविकलगोविक्रायक इवाक्षेप