SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કાલાદિનો અનુયોગ (નિ. ૧૩૨) ૨૬૩ ल्योपमस्य असंख्यभागमात्रेणापहियन्ते, कालैरनुयोगो यथा प्रत्युत्पन्नत्रसकायिका असंख्येयाभिरुत्सर्पिण्यवसर्पिणीभिरपहियन्ते प्रतिसमयापहारेण, कालेऽनुयोगो द्वितीयपौरुष्यां, कालेषु अवसर्पिण्यां त्रिषु कालेषुसुषमदुष्षमायां चरमभागे दुष्षमसुषमायां दुष्षमायां चेति, उत्सर्पिण्यां कालद्वयेदुष्पमसुषमायां सुषमदुष्षमायां च। वचनस्यानुयोगो यथा इत्थंभूतं एकवचनं, वचनानां द्विवचनबहुवचनानां षोडशानां वा, वचनेनानुयोगो यथा-कश्चिदाचार्यः साध्वादिभिरभ्यर्थित : एकवचनेन करोति, वचनैः स एव बहुभिः असकृद् अभ्यर्थितो वेति, वचनेऽनुयोगः क्षायोपशमिके, वचनेषु तेष्वेव बहुषु, अन्ये तु प्रतिपादयन्ति-वचनेषु नास्त्यनुयोगः, तस्य क्षायोपशमिकत्वात्, तस्य चैकत्वादिति भावार्थः। भावानुयोगो द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाता થયેલા ત્રસજીવોની સંખ્યા કેટલી ? તેનો ઉત્તર એ કે “ત્રસજીવોને એક એક સમયે એક એક જીવને ગ્રહણ કરવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલા 10 સમયોવડે ત્રસજીવો પૂર્ણ થાય અર્થાત્ તેટલા સમયોની જે સંખ્યા થાય તેટલા ત્રસજીવો નવા ઉત્પન્ન થતાં હોય છે. અહીં અસંખ્ય ઉત્સ.–અવસર નો કાળ ઘણો હોવાથી કાળોવડે અનુયોગ થયેલો કહેવાય. કાળમાં અનુયોગ એટલે પ્રથમપોરિસીમાં સૂત્રપોરિસી હોય અને બીજીપોરિસીમાં અર્થપોરિસી હોયતેથી બીજીપોરિસીમાં જે અર્થપોરિસી થાય તે કાળમાં અનુયોગ કહેવાય. કાળોને વિષે અનુયોગમાં અવસર્પિણીમાં ૩જા આરાના ચરમભાગે, ૪થા આરામાં અને પાંચમા 15 આરામાં તથા ઉત્સર્પિણીમાં દુષમસુષમ અને સુષમદુષમ નામના ૩જા–૪થા આરામાં અનુયોગ પ્રવર્તે છે. વચનનો અનુયોગ આ પ્રમાણે કે “આવા પ્રકારનું જે હોય તે એકવચન કહેવાય.” વચનોનો અનુયોગ એટલે આવા પ્રકારના હોય તેને દ્વિવચન-બહુવચન કહેવાય.” એ પ્રમાણે કહેવુ અથવા કસોળ પ્રકારના વચનો વિષે માહિતી આપવી તે વચનોનો અનુયોગ. (સોળ 20 - પ્રકારના વચનો – મલયગિરિજીની ટીકામાંથી જાણી લેવા) હવે વચનવડે અનુયોગ એટલે જેમ કોઈ આચાર્ય સાધુઓવડે પ્રાર્થના કરાયેલા છતાં એક વચનથી જ અનુયોગ-સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરે. વચનોવડે એટલે આચાર્ય ઘણા બધા વચનોવડે અનુયોગ કરે. અથવા વારંવાર પ્રાર્થના કરાયેલા અનુયોગને કરે છે. વચનમાં અનુયોગ એટલે ક્ષાયોપથમિક વચનમાં રહેલાએ કરેલો 25 અનુયાગ, વચનોમાં અનુયોગ એટલે તે ક્ષાયોપથમિક એવા જ ઘણા બધા વચનોમાં રહેલાનો અનુયોગ, કેટલાક આચાર્યો કહે છે કે વચનોમાં અનુયોગ સંભવતો નથી કારણ કે વચન એ લાયોપથમિક છે, અને ક્ષાયોપથમિકભાવ એક જ હોય છે – ઘણાં હોતા નથી. આમ દ્રવ્યાનુયોગ પૂર્ણ થયો. હવે ભાવાનુયોગ બતાવે છે તે આગમ–નોઆગમથી બે પ્રકારે છે. આગમથી ભાવાનુયોગ 30. તરીકે ‘અનુયોગ' શબ્દના અર્થનો જ્ઞાતા અને તે અર્થમાં ઉપયોગવાળો જીવ જાણવો. નોઆગમથી
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy